ભારતમાં હવે AI પ્રોડક્ટ લૉન્ચ કરવા પહેલાં લેવી પડશે સરકારની મંજૂરી

અમે એક એવી સિસ્ટમ તરફ આગળ વધી રહ્યા છીએ જ્યાં પ્રોડક્ટ લૉન્ચ કરતા પહેલા વધુ કડકતા જરૂરી છે : રાજીવ ચંદ્રશેખર, કેન્દ્રીય આઈટી રાજ્ય મંત્રી

Government approval now required before launching AI product in India
- Advertisement -
  • MASSIVE TECH LAB
  • SHREE-SIDDHI-VINAYAK-LASER-FEATURED
  • NAROLA MACHINES

DIAMOND CITY NEWS, SURAT

આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI)નો ઉપયોગ ખૂબ જ ઝડપથી વધી રહ્યો છે. તેના ફાયદા સાથે જોખમો પણ અનેક છે, ત્યારે ભારત સરકારે હવે AI પ્રોડક્ટના લૉન્ચ અને ઉપયોગ મામલે નિયમો બનાવ્યા છે. ઇલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલૉજી મંત્રાલયે (MeitY) ટેક કંપનીઓ માટે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) સંબંધિત એડવાઈઝરી બહાર પાડી છે. મંત્રાલયે એઆઈના દુરુપયોગને અટકાવવા માટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મની આકરી ટીકા પણ કરી હતી.

સરકારની એડવાઈઝરી અનુસાર આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સથી સંબંધિત કંપનીઓ દેશમાં તેમના AI પ્રોડક્ટ્સ લૉન્ચ કરતા પહેલા સરકાર પાસેથી મંજૂરી લેવી પડશે. આ સાથે જ તમામ એજન્સીઓએ તાત્કાલિક આ એડવાઈઝરીનું પાલન કરવાનું રહેશે. 15 દિવસમાં એક્શન-કમ-સ્ટેટસ રિપોર્ટ સબમિટ કરવા માટે પણ આદેશ કરાયો છે.

ઇલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલૉજી મંત્રાલયે એડવાઈઝરીમાં કહ્યું છે કે, તમામ એજન્સીઓ/પ્લેટફોર્મને સૂચના આપવામાં આવે છે કે તેઓ એઆઈ – ખોટી માહિતી, ખાસ કરીને ડીપફેક્સને કારણે વપરાશકર્તાઓને થતા નુકસાનને લગતા નિયમોનું પાલન સુનિશ્ચિત કરે.

સરકારે એડવાઈઝરીમાં એમ પણ કહ્યું છે કે, AI-આધારિત સામગ્રીને અમુક કાયમી મેટા ડેટા અથવા અન્ય કોઈ ઓળખ સાથે રિલિઝ કરવી જોઈએ, જેથી જો કોઈ ફેક ન્યૂઝ અથવા ડીપફેકમાં તેનો ઉપયોગ કરવામાં આવે તો તેના સર્જકની ઓળખ થઈ શકે.

કેન્દ્રીય ઇલેક્ટ્રોનિક્સ અને આઈટી રાજ્ય મંત્રી રાજીવ ચંદ્રશેખરે કહ્યું કે AI જેવી ટેક્નોલૉજી માટે આ કરવું ખૂબ જ જરૂરી છે કારણ કે આ ટેક્નોલૉજીનો કોઈ પ્રોટેક્ટર નથી. અમે એક એવી સિસ્ટમ તરફ આગળ વધી રહ્યા છીએ જ્યાં પ્રોડક્ટ લૉન્ચ કરતા પહેલા વધુ કડકતા જરૂરી છે. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે જો કોઈ પણ AI મોડલને ‘અંડર-ટેસ્ટિંગ’ના લેબલ સાથે માર્કેટમાં લૉન્ચ કરવું હોય તો પણ તેને સરકાર દ્વારા મંજૂરી લેવી પડશે.

ખરેખર તો ગૂગલના AI ટૂલ જેમિનીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશે પૂછવામાં આવેલા એક પ્રશ્નનો કથિત રીતે પક્ષપાતી જવાબ આપ્યો હતો. ત્યારથી, જેમિનીના પ્રોગ્રામિંગને લગતી ચર્ચા વધુ તીવ્ર બની છે. ત્યાર બાદ જ ઇલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલૉજી મંત્રાલય દ્વારા AI સંબંધિત એડવાઈઝરી જારી કરવામાં આવી છે.

______________________________________________________

Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM

વધુ સમાચાર વાંચો :

- Advertisement -
  • DEEP SEA ELECTROTECH
  • Siddharth Hair Transplant