રિટેલર્સ માટે બે જ્વેલરી ગ્રુપે એજ્યુકેશન પ્રોગ્રામ લૉન્ચ કર્યો

પાંચ રિટેલ-જ્વેલરી સાહસિકો અને આ સબ્જેક્ટના એક્સપર્ટ આઠ મહિનાના કાર્યક્રમ દરમિયાન વિવિધ વર્કશોપનું નેતૃત્વ કરશે.

Two jewellery groups launch education programs for retailers
- Advertisement -
  • MASSIVE TECH LAB
  • SHREE-SIDDHI-VINAYAK-LASER-FEATURED
  • NAROLA MACHINES

DIAMOND CITY NEWS, SURAT

જ્વેલરી ઈન્ડસ્ટ્રીમાં સફળતાપૂર્વક વેપાર વધારવા માંગતા રિટેલર્સ માટે બે જ્વેલરી જૂથે એજ્યુકેશન પ્રોગ્રામ લૉન્ચ કર્યો છે. ધ બ્લેક ઇન જ્વેલરી કોએલિશન (BIJC) અને જ્વેલર્સ ઑફ અમેરિકા (JA) એ ઇમર્જિંગ જ્વેલર્સ એક્સિલરેટર પ્રોગ્રામ (EJAP) ની શરૂઆત કરી છે, જે ઇન્ટરેક્ટિવ વર્કશોપ્સની સિરિઝ છે. આ પ્રોગ્રામનો હેતુ નવા રિટેલર્સ અને જ્વેલરીના ઉદ્યોગ સાહસિકોને તેમનો વ્યવસાય સ્થાપિત કરવામાં મદદ કરવાનો છે.

પાંચ રિટેલ-જ્વેલરી સાહસિકો અને આ સબ્જેક્ટના એક્સપર્ટ આઠ મહિનાના કાર્યક્રમ દરમિયાન વિવિધ વર્કશોપનું નેતૃત્વ કરશે. તેઓ કોર્સ પૂરો કર્યા પછી રિટેલર્સને સમયાંતરે ચેક-ઇન કૉલ્સ કરશે. તેઓના વેપારને વધારવા સતત માર્ગદર્શન આપતા રહેશે. તે ઉપરાંત દર ત્રણ મહિને વર્કશોપ કરવામાં આવશે જેમાં ઇન્ડસ્ટ્રી ઇવેન્ટ્સના આમંત્રણો સામેલ હશે. તેના માધ્યમથી રિટેલર્સની પહોંચ વધારવા પ્રયાસ કરાશે.

BIJC એ સુનિશ્ચિત કરવા માટે કામ કરી રહ્યું છે કે તેમના સભ્યોને તકો અને નોલેજનું ઍક્સેસ મળે જે તેમના વ્યવસાયને ટકાવવામાં મદદ કરી શકે.  JA સાથેની આ ભાગીદારી EJAP માં સહભાગીઓને વિષય નિષ્ણાતોની ઍક્સેસ સક્ષમ કરે છે જે તેમને તે જ કરવામાં મદદ કરશે જે તેઓ કરવા માંગે છે એમ BIJC પ્રમુખ એની ડોરેસ્કાએ જણાવ્યું હતું.

કોર્ષમાં બિઝનેસ સ્ટ્રેટજી, માનવ સંસાધન અને કામગીરી, ઉત્પાદન વિકાસ અને દાગીના ફોરેન્સિક્સ, એકાઉન્ટિંગ, માર્કેટિંગ અને વેચાણ, કાનૂની, વીમા અને સુરક્ષા, ઉત્પાદન અને નૈતિક સોર્સિંગનો સમાવેશ થાય છે. BIJC અને JA હાલમાં વિષયના નિષ્ણાતોની અરજીઓ સ્વીકારી રહ્યાં છે.

Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.

______________________________________________________

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM

વધુ સમાચાર વાંચો :

- Advertisement -
  • DEEP SEA ELECTROTECH
  • Siddharth Hair Transplant