GJEPC અને જ્વેલર્સ એસોસિએશન બેંગ્લોરની કર્ણાટકના રિટેલર્સ માટે IIJS તૃતીયા 2024માં ઓનલાઈન રજીસ્ટ્રેશન પર સ્પેશિયલ ડિસ્કાઉન્ટની ઓફર

કર્ણાટકના વધુમાં વધુ રિટેલર્સે ઈવેન્ટમાં ભાગ લે તે માટે જીજેઈપીસીએ વિઝિટર્સની રજિસ્ટ્રેશનની ફીમાં ફ્લેટ 500 રૂપિયા ડિસ્કાઉન્ટની જાહેરાત કરી

GJEPC offers special discount on online registration of IIJS Tritiya 2024 for retailers in Karnataka
ફોટો : ડો. ચેતન કુમાર મહેતા, ધ જ્વેલર્સ એસોસિએશન બેંગ્લોરના પ્રમુખ શ્રી શામલ પોટે, નેશનલ ઈવેન્ટ્સ, જીજેઈપીસીના ડાયરેક્ટર અને સુશ્રી નાહીદ સુંકે, નેશનલ ઈવેન્ટ્સ, જીજેઈપીસીના મદદનીશ નિયામક સાથે ઓફર લૉન્ચ કરી રહ્યા છે.
- Advertisement -
  • MASSIVE TECH LAB
  • SHREE-SIDDHI-VINAYAK-LASER-FEATURED
  • NAROLA MACHINES

DIAMOND CITY NEWS, SURAT

આગામી એપ્રિલ મહિનામાં બેંગ્લોર ખાતે યોજાનારા આઈઆઈજેએસ તૃતીયા 2024માં કર્ણાટકના રિટેલ જ્વેલર્સ ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવી શકે તે માટે જીજેઈપીસી અને જ્વેલર્સ એસોસિએશન ઓફ બેંગ્લોરે વિશેષ વ્યવસ્થા ગોઠવી છે.

જીજેઈપીસીએ વિઝિટર્સની રજિસ્ટ્રેશનની ફીમાં પણ ડિસ્કાઉન્ટ ઓફર કર્યું છે. જીજેઈપીસીએ ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવનાર વિઝિટર્સ માટે ફ્લેટ 500 રૂપિયા ઓફની જાહેરાત કરી છે.

ધ જ્વેલર્સ એસોસિએશન ઓફ બેંગ્લોરના પ્રમુખ ડો. ચેતન કુમાર મહેતાના માર્ગદર્શન હેઠળ જીજેઈપીસીના હેડક્વાર્ટર ખાતે નેશનલ ઈવેન્ટ્સના ડાયરેક્ટર શામલ પોટે અને મદદનીશ નિયામક નાહીદ સુંકેની હાજરીમાં આ ઓફર લૉન્ચ કરવામાં આવી હતી.

જીજેઈપીસીએઆ ઓફર કર્ણાટક રિટેલ જ્વેલર્સને IIJS તૃતીયાની બીજી આવૃત્તિમાં ભાગ લેવા માટે પ્રોત્સાહિત કરવા માટે ઓફર કરી છે. આ ઈવેન્ટ બેંગલુરુમાં 5 થી 8 એપ્રિલ 2024 દરમિયાન બેંગ્લોર ઈન્ટરનેશનલ એક્ઝિબિશન સેન્ટર (BIEC) ખાતે યોજાશે. આ ઈવેન્ટમાં 1,900 બૂથ અને 900 થી વધુ પ્રદર્શકો ભાગ લેવાનાં છે.

નોંધણી લિંક: https://registration.gjepc.org/landing.php

______________________________________________________

Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM

વધુ સમાચાર વાંચો :

- Advertisement -
  • DEEP SEA ELECTROTECH
  • Siddharth Hair Transplant