DIAMOND CITY NEWS, SURAT
ભારતીય રત્ન અને આભૂષણ નિકાસ સંવર્ધન પરિષદ (GJEPC) દ્વારા ખાડી દેશો (GCC) માં નિકાસ કરતા વેપારીઓ માટે એક મહત્વપૂર્ણ ‘કસ્ટમ્સ ગાઈડ’ (Customs Guide) બહાર પાડવામાં આવી છે.
આ માર્ગદર્શિકા ખાસ કરીને સંયુક્ત આરબ અમીરાત (UAE), સાઉદી અરેબિયા, કતાર, ઓમાન, બહેરીન અને કુવૈત જેવા દેશોમાં નિકાસ કરવા ઈચ્છતા ભારતીય જ્વેલર્સ માટે ‘રોડમેપ’ સમાન સાબિત થશે.
ગલ્ફ દેશોના જટિલ કાયદાઓ અને કસ્ટમ્સ પ્રક્રિયાઓને કારણે નિકાસમાં થતી વિલંબને રોકવા માટે આ પહેલ કરવામાં આવી છે.
GCC માર્કેટનું ભારત માટે મહત્વ :
નાણાકીય વર્ષ 2024-25 ના આંકડા મુજબ, ભારતની કુલ વૈશ્વિક જ્વેલરી નિકાસમાં ગલ્ફ દેશોનો હિસ્સો લગભગ 27% જેટલો માતબર રહ્યો છે.
આશરે $8 બિલિયન (રૂપિયા 66,000 કરોડથી વધુ) ની નિકાસ સાથે GCC ભારત માટે સૌથી મહત્વનું વ્યૂહાત્મક બજાર છે.
આ માર્કેટમાં નવા નિકાસકારો સરળતાથી પ્રવેશી શકે અને જૂના નિકાસકારો વધુ કાર્યક્ષમતાથી કામ કરી શકે તે હેતુથી આ ગાઈડ તૈયાર કરવામાં આવી છે.
ગાઈડમાં કઈ બાબતોનો સમાવેશ થાય છે?
આ વિસ્તૃત ગાઈડમાં નિકાસકારોને મૂંઝવતા નીચેના મુદ્દાઓ પર સ્પષ્ટતા કરવામાં આવી છે :
- કસ્ટમ્સ ડ્યૂટી અને VAT : મોટાભાગના GCC દેશોમાં 5% ઈમ્પોર્ટ ડ્યૂટીનું માળખું છે, પરંતુ દરેક દેશના અલગ-અલગ VAT (વેલ્યુ એડેડ ટેક્સ) નિયમોની વિગતવાર સમજણ.
- CEPA અને FTA ના ફાયદા : UAE અને ઓમાન જેવા દેશો સાથે ભારતના મુક્ત વ્યાપાર કરાર (FTA) હેઠળ ટેક્સમાં કેવી રીતે રાહત મેળવવી અને ‘ઓરિજિન ડોક્યુમેન્ટેશન’ (સામાન ભારતનો જ છે તેવા પુરાવા) કેવી રીતે રજૂ કરવા.
- હોલમાર્કિંગ અને અસેઈંગ : દરેક દેશના સોના-ચાંદીની શુદ્ધતા ચકાસવાના અલગ નિયમો અને લેબલિંગની પદ્ધતિઓ.
- કિમ્બર્લી પ્રોસેસ અને CITES : હીરાના વેપાર માટે આંતરરાષ્ટ્રીય ધોરણોનું પાલન અને પર્યાવરણીય સુરક્ષાના નિયમો.
- ટેમ્પરરી ઈમ્પોર્ટ : પ્રદર્શન (Exhibitions) માટે મોકલવામાં આવતા સામાન માટેના હંગામી આયાતના નિયમો અને પોર્ટ ક્લિયરન્સનો સમયગાળો.
નિકાસકારોને શું ફાયદો થશે?
GJEPC ના જણાવ્યા અનુસાર, આ ગાઈડ પ્રેક્ટિકલ રેફરન્સ તરીકે કામ કરશે, જેનાથી કસ્ટમ્સમાં થતો વિલંબ ઘટશે અને કાયદાકીય પાલન પાછળ થતો ખર્ચ (Compliance Cost) ઓછો થશે.
ખાસ કરીને નવા સ્ટાર્ટઅપ્સ અને MSME એકમો જેઓ ગલ્ફ માર્કેટમાં જવા માંગે છે, તેમને એજન્ટો પર નિર્ભર રહેવાને બદલે સચોટ સરકારી માહિતી મળી રહેશે. આનાથી ભારતીય જ્વેલરીની વૈશ્વિક સ્પર્ધાત્મકતામાં વધારો થશે અને એન્ટ્રી બેરિયર્સ (પ્રવેશના અવરોધો) દૂર થશે.
GCC કસ્ટમ્સ માર્ગદર્શિકા ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો.
Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM | WhatsApp | YouTube





















