DIAMOND CITY NEWS, SURAT
જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (GJEPC) અને ભારત ડાયમંડ બુર્સ (BDB) દ્વારા સંયુક્ત રીતે ‘પ્રારંભ 2026’ પહેલ અંતર્ગત એક વિશેષ આઉટરીચ પ્રોગ્રામનું આયોજન 8 મે, 2026ના રોજ મુંબઈ ખાતે કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય ઉદ્યોગ સાહસિકોને ‘આવકવેરા અધિનિયમ, 2025’ અને ‘આવકવેરા નિયમો, 2026’ ના નવા માળખાથી માહિતગાર કરવાનો હતો.
ખાસ કરીને હીરા અને ઝવેરાત ક્ષેત્ર સાથે સંકળાયેલા વ્યવસાયો માટે આંતરરાષ્ટ્રીય ટેક્સેશન (International Taxation) અને ટ્રાન્સફર પ્રાઇસિંગ (Transfer Pricing) ના બદલાયેલા નિયમો અંગે ઊંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવી હતી.
આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે વેસ્ટર્ન ઝોન, મુંબઈના ઇનકમ ટેક્સ ચીફ કમિશનર (આંતરરાષ્ટ્રીય ટેક્સેશન અને ટ્રાન્સફર પ્રાઇસિંગ) શ્રીમતી નિરુપમા કોટરુ (IRS) ઉપસ્થિત રહ્યા હતા.
જ્યારે મુંબઈના ચીફ કમિશનર ઓફ ઇનકમ ટેક્સ શ્રી મોહિત જૈન (IRS) ગેસ્ટ ઓફ ઓનર તરીકે હાજરી આપી હતી. વિભાગના અન્ય વરિષ્ઠ અધિકારીઓ જેવા કે શ્રી સંજય દેશમુખ (Principal CIT), શ્રી આલોક કુમાર અને શ્રીમતી રામપ્રિયા રાઘવન (CIT – Transfer Pricing), શ્રી નિશ્ચય સામૈયા અને શ્રી સંજીત નાયરે પણ ટેક્સ સંબંધી ટેકનિકલ પાસાઓ પર પ્રકાશ પાડ્યો હતો.
GJEPCના વાઇસ ચેરમેન શ્રી શૌનક પરીખ, પશ્ચિમ ક્ષેત્રના ચેરમેન શ્રીમતી ખુશ્બુ રાણાવત, BDBના વાઇસ પ્રેસિડેન્ટ શ્રી મેહુલ શાહ અને અન્ય મહાનુભાવોએ મહેમાનોનું સ્વાગત કર્યું હતું.
સભાને સંબોધતા શ્રીમતી કોટરુએ જણાવ્યું હતું કે, “નવો આવકવેરા કાયદો, 2025 વધુ સરળ, પારદર્શક અને ટેકનોલોજી આધારિત છે. સરકારનો ઉદ્દેશ્ય કરદાતાઓ અને વિભાગ વચ્ચે વિશ્વાસ વધારવાનો અને સ્વૈચ્છિક પાલનને પ્રોત્સાહન આપવાનો છે.”
આ આઉટરીચ પ્રોગ્રામ દ્વારા ઉદ્યોગના સભ્યોને નવી જોગવાઈઓ સમજવામાં અને ભવિષ્યમાં આવતી કાયદાકીય અડચણો દૂર કરવામાં મોટી મદદ મળશે.
Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM | WhatsApp | YouTube





















