જીઆઈએ એ 20 ટકા ડિસ્કાઉન્ટ પર જેડ રિપોર્ટ ઓફર કર્યો

GIA તા. 12 ફેબ્રુઆરી થી 31મી માર્ચ 2024 સુધી જે રિપોર્ટ હેઠળની પોતાની સેવાઓ માટે સ્પેશ્યિલ પ્રમોશનલ પ્રાઈસિંગ ઓફર કરી છે.

GIA offered Jade Report at 20 percent discount
ફોટો : બ્યુકેલેટી જેડ ઇયરિંગ્સ
- Advertisement -
  • MASSIVE TECH LAB
  • SHREE-SIDDHI-VINAYAK-LASER-FEATURED
  • NAROLA MACHINES

DIAMOND CITY NEWS, SURAT

અમેરિકાની જેમોલોજીકલ ઈન્સ્ટિટ્યુટ (GIA)એ તા. 12 ફેબ્રુઆરીથી 31 મી માર્ચ 2024 સુધી જે રિપોર્ટ હેઠળની પોતાની સેવાઓ માટે સ્પેશ્યિલ પ્રમોશનલ પ્રાઈસિંગ ઓફર કરી છે. આ સમયગાળા દરમિયાન ગ્રાહકોને નવા જીઆઈએ જેડ રિપોર્ટ સબમિશન પર 20 ટકા ડિસ્કાઉન્ટ મળશે.

આ 20 ટકા ડિસ્કાઉન્ટ રિટેલ અથવા માઉન્ટેડ સ્ટોન, 999.99 કેરેટ સુધીની જ્વેલરી અને બ્રેસલેટ પર યોગ્ય કોતરણી હોય તેવા કિસ્સામાં લાગુ પડશે. વધુમાં આ પ્રમોશનમાં જ્વેલરીની માળા સામેલ છે. રિપોર્ટ દીઠ લઘુત્તમ ત્રણ મણકા હોવા જરૂરી છે.

જીઆઈએ ઈન્ડસ્ટ્રી અને ગ્રાહકોની વિકસતી જરૂરિયાતોને પહોંચી વળવા પ્રતિબદ્ધ છે. અપડેટ કરેલા જીઆઈએ જેડ રિપોર્ટ માટે આ પ્રમોશનલ પ્રાઈસિંગ નોંધપાત્ર ખર્ચ લાભ પ્રદાન કરે છે. તે અપ્રતિમ રત્ન સંબંધી સેવાઓ પ્રદાન કરવા માટેના જીઆઈએના સમર્પણ પર ભાર મુકે છે એમ જીઆઈએના ગ્લોબલ ડિરેક્ટર ઓફ કલર્ડ સ્ટોનના શેન મેકક્લુરે જણાવ્યું હતું.

______________________________________________________

Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM

વધુ સમાચાર વાંચો :

- Advertisement -
  • DEEP SEA ELECTROTECH
  • Siddharth Hair Transplant