જીઆઈએના ડિજિટલ ડોઝિયર રિપોર્ટ્સની સિસ્ટમથી હીરાવાળા ચિંતામાં મુકાયા

ગ્રાહકો ઘરેણાં ખરીદતી વખતે પ્રિન્ટેડ સર્ટિફિકેટનો આગ્રહ રાખતા હોવાની દલીલ સાથે હાલ પૂરતી ડિજિટલ ડોઝિયરની સિસ્ટમને મોકૂફ રાખવા માંગ

GIA's system of digital dossier reports has left diamond workers worried
એક સેમ્પલ ડિજિટલ ડોઝિયર રિપોર્ટ. (GIA)
- Advertisement -
  • MASSIVE TECH LAB
  • SHREE-SIDDHI-VINAYAK-LASER-FEATURED
  • NAROLA MACHINES

DIAMOND CITY NEWS, SURAT

હીરાના પરીક્ષણ માટે જાણીતી અમેરિકાની જેમોલોજીકલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ અમેરિકા એટલે કે જીઆઈએ દ્વારા તાજેતરમાં બહાર પાડવામાં આવેલા પેપરલેસ નવા ડોઝિયર મામલે વિવાદ ઊભો થયો છે. આ ડોઝિયરથી ડાયમંડના ડીલર્સ અને મેન્યુફેક્ચરર્સ નારાજ થયા છે. તેઓ દ્વારા એવી ફરિયાદ કરવામાં આવી છે કે, આ ડોઝિયરના લીધે સુરક્ષા જોખમમાં મુકાઈ છે, તેમજ રિટેલર્સમાં તેની લોકપ્રિયતા નથી.

આ વર્ષના પ્રારંભમાં જીઆઈએ દ્વારા ડિજીટલ ઓન્લી વર્ઝનના મથાળા હેઠળ 0.15 થી 1.99 કેરેટના ડી થી ઝેડ કલરના હીરા માટે ડોઝિયર બહાર પાડવામાં આવ્યું હતું. આ પહેલીવાર હતું ત્યારે સંપૂર્ણ પેપરલેસ ડિજિટલ ડોઝિયર બહાર આવ્યું હતું. તેથી હીરાવાળા નારાજ થયા હતા. આ ડોઝિયરના લીધે હીરા ઉદ્યોગમાં ખળભળાટ મચી ગયો છે.

વાત એમ છે કે ગ્રાહકો જીઆઈએને એક પડીકામાં હીરા આપે છે અને પરત મેળવે છે. આ પડીકામાં સ્પેશ્યિલ યુનિક કોડ અને ઓનલાઈન રિપોર્ટ લિન્ક કર્યો હોય છે. વેપારીઓની ફરિયાદ છે કે આ કોડ સરળતાથી કોઈ પણ નકલ કરી શકે છે. તેને અલગ હીરા સાથે સાંકળીને ગેરરીતિ આચરી શકે છે. રિટેલર્સ પણ આ સિસ્ટમથી ટેવાઈ રહ્યાં નથી. તેઓ વર્ષોથી ભૌતિક પ્રમાણપત્રો એટલે કે પ્રિન્ટેડ સર્ટિફિકેટ સાથે હીરા અને ઘરેણાં વેચવા ટેવાયેલા છે, તેથી તેઓને આ નવી ડિજિટલ પદ્ધતિ સમજમાં આવી રહી નથી. ડિજિટલ ડોક્યુમેન્ટ્સનો ઉપયોગ કરીને માઉન્ટેડ જ્વેલરી સાથે ખૂબ જ મુશ્કેલ છે. ભારતીય હીરા ઉદ્યોગકારોના જણાવ્યા અનુસાર કોડ વાંચવો ખૂબ જ મુશ્કેલ છે, તેથી તે વ્યવહારુ જણાતો નથી.

નોંધનીય છે કે જાન્યુઆરી 2023માં જીઆઈએ દ્વારા ડિજિટલ સર્ટિફિકેશનની પદ્ધતિ શરૂ કરવામાં આવી હતી. માર્ચમાં તેની જાહેરાત થઈ હતી. ત્રણ મહિના દરમિયાન જીઆઈએ દ્વારા કેટલાંક રિટેલર્સને નવી સિસ્ટમ હેઠળ ડિજિટલ સર્ટિફિકેશન સાથેના સ્ટોન આપવામાં આવ્યા હતા. પરંતુ રિટેલર્સને સારો પ્રતિસાદ મળ્યો નથી. ગ્રાહકો તેમને સ્ટોન પરત કરી રહ્યાં છે. ગ્રાહકો પ્રિન્ટેડ સર્ટિફિકેશનનો આગ્રહ રાખી રહ્યાં છે.

ભારતની જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ અને મુંબઈમાં ભારત ડાયમંડ બુર્સના પ્રતિનિધિઓએ જીઆઈએ સમક્ષ આ મુદ્દો ઉઠાવ્યો છે. માર્ચના અંતિમ સપ્તાહમાં ઇઝરાયલ ખાતે યોજાયેલી વિશ્વ ડાયમંડ કોંગ્રેસ, વર્લ્ડ ફૅડરેશન ઓફ ડાયમંડ બુર્સની ત્રિવાર્ષિક બેઠકમાં પણ સભ્યોએ આ મામલે ચર્ચા કરી હતી. 

ડબ્લ્યુએફડીબીના પ્રવક્તાએ 2 એપ્રિલે જણાવ્યું હતું કે, ડિજિટલ સર્ટિફિકેટની સુરક્ષા તેમજ રિટેલર્સ અને ગ્રાહકોનો પ્રિન્ટેડ સર્ટિફિકેટનો આગ્રહ અંગે આ બેઠકમાં ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. ચોક્કસ સમયગાળા માટે જીઆઈએ આ ડિજિટલ સર્ટિફિકેશનની સિસ્ટમને અટકાવે તેવી વિનંતી કરવામાં આવશે. થોડા સમય માટે જીઆઈએ ડિજિટલ અને પ્રિન્ટેડ એમ સર્ટિફિકેશનની બંને પદ્ધતિ સમાંતર જાળવી રાખે તેવી વિનંતી કરાશે. કોંગ્રેસમાં ભાગ લેનાર બુર્સના પ્રમુખોએ ડબ્લ્યુએફડીબીએ તેમના ચિંતાઓ જીઆઈએ સમક્ષ રજૂ કરવા નક્કી કર્યું હતું.

આ મામલે જીઆઈએના પ્રવક્તાએ જણાવ્યું હતું કે અમે હીરા ઉદ્યોગકારો, ઉદ્યોગ સાથે સંકળાયેલી સંસ્થાઓ તેમજ ગ્રાહકોની જીઆઈએના ડિજીટલ ડાયમંડ ડોઝિયર રિપોર્ટ્સ અંગેની ચિંતાઓ અંગે સાંભળ્યું છે. તેઓને ચિંતા છે કે ડિજિટલ રિપોર્ટ્સ તેમના વેપારને ખલેલ પહોંચી શકે છે. પરંતુ વિશ્વાસ કરો અમે ગ્રાહકોની સમસ્યા અંગે ચિંતિત છીએ. અમે રચનાત્મક પ્રતિસાદની પ્રશંસા કરીએ છીએ અને ગ્રાહકોને સુરક્ષિત રાખવા અને જેમ્સ અને જ્વેલરીમાં તેમનો વિશ્વાસ સુનિશ્ચિત કરવાના અમારા મિશનના સંદર્ભમાં અમે તેમની ચિંતાઓને કેવી રીતે શ્રેષ્ઠ રીતે દૂર કરી શકીએ તે અંગે વિચારણા કરી રહ્યા છીએ. ચર્ચા કરી આ સમસ્યાનો સુખદ અંત લાવવાના પૂરતા પ્રયાસ કરવામાં આવશે.

______________________________________________________

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM

વધુ સમાચાર વાંચો :

- Advertisement -
  • DEEP SEA ELECTROTECH
  • Siddharth Hair Transplant