DIAMOND CITY NEWS, SURAT
ડિ બિયર્સ ગ્રૂપના ફોરએવરમાર્ક ડાયમંડ જ્વેલરીએ દિલ્હી ખાતે પોતાના ફ્લેગશિપ સ્ટોર સાથે ભારતના બજારમાં સત્તાવાર પ્રવેશ કર્યો છે. આ લોન્ચ સાથે ભારતને બ્રાન્ડના વૈશ્વિક રિટેલ વિસ્તરણ માટેનું મુખ્ય બજાર ગણાવવામાં આવ્યું છે.
ફોરએવરમાર્ક, જે કુદરતી હીરાની નિષ્ણાતી અને વિશિષ્ટતા માટે વિશ્વભરમાં જાણીતી છે, હવે ભારતીય મહિલાઓને ધ્યાનમાં રાખીને પોતાની નવી ઓળખ રજૂ કરી રહ્યું છે. તેનો ઉદ્દેશ્ય છે કે હીરા માત્ર ખાસ પ્રસંગો માટે નહીં પરંતુ રોજિંદા પહેરવાના ફેશન આભૂષણ તરીકે પણ લોકપ્રિય બને.
બ્રાન્ડનું નવું કેમ્પેઇન “ધીસ વન’સ ફોર મી” મહિલાઓની સ્વઅભિવ્યક્તિ, આત્મવિશ્વાસ અને જીવનના માઈલસ્ટોનને ઉજાગર કરે છે. દરેક ફોરએવરમાર્ક હીરા પર સ્પેશ્યલ ઈન્સ્ક્રિપ્શન હોય છે, જે તેના સાચા હોવાની અને નૈતિક સ્ત્રોતમાંથી મેળવાયાની ખાતરી આપે છે.
ડિ બિયર્સ ગ્રૂપના સીઇઓ સાન્ડ્રિન કોન્સેલિયરે જણાવ્યું કે ભારતની વધતી આવક અને કુદરતી હીરાઓ પ્રત્યેની લાગણીને કારણે ફોરએવરમાર્ક માટે ભારત લાંબા ગાળાની વ્યૂહરચનાનું કેન્દ્ર છે.
ફોરએવરમાર્કના સીઇઓ શ્વેતા હરીતે જાહેરાત કરી કે કંપની ૨૦૨૫માં ભારતમાં ૧૫ સ્ટોર ખોલવાની યોજના ધરાવે છે અને ૨૦૩૦ સુધીમાં ૧૦૦ સ્ટોર સુધી પહોંચવાનું લક્ષ્ય છે.
ભારતમાં આ લોન્ચ બે દિવસના વિશિષ્ટ કાર્યક્રમ સાથે ઉજવાઈ રહ્યું છે, જેમાં ફેશન, આર્ટ અને લક્ઝરીનો સમાવેશ છે. નિષ્ણાતોના કહેવા મુજબ, ભારત ૨૦૩૦ સુધીમાં ૨૦ બિલિયન ડોલરનું હીરાના આભૂષણનું બજાર બની શકે છે.
Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM | WhatsApp | YouTube





















