વીતેલા છ મહિનામાં સ્વિસ વોચનું એક્સપોર્ટ રેકોર્ડ સ્તરે વધ્યું

હોંગકોંગમાં પાછલા વર્ષની સરખામણીમાં સપ્લાય 23% વધીને 2.73 બિલિયન ડોલર થયું, જે કોઈપણ પ્રદેશની સૌથી મજબૂત વૃદ્ધિ છે.

Exports of Swiss watches rose to record levels in the past six months
- Advertisement -
  • MASSIVE TECH LAB
  • SHREE-SIDDHI-VINAYAK-LASER-FEATURED
  • NAROLA MACHINES

DIAMOND CITY NEWS, SURAT

ડાયમંડ જ્વેલરીની ડિમાન્ડમાં જ્યાં એક તરફ સુસ્તી જોવા મળી રહી છે ત્યાં બીજી તરફ પાછલા છ મહિના સ્વિસ લક્ઝરી વોચીસ માટે શાનદાર રહ્યાં છે. પાછલા છ મહિનામાં સ્વિસ વોચીસનું વેચાણ રેકોર્ડ સ્તરે વધ્યું છે. કોરોના નિયંત્રણો દૂર થયા બાદ હોંગકોંગમાં બજારો ફરી ખુલતા હોંગકોંગના બજારોમાં રિક્વરી જોવા મળી છે બીજી તરફ યુએસમાં પણ અપેક્ષા કરતા વધુ સારી માંગ નીકળતા 2023માં સ્વિસ વોચીસની નિકાસ 8 ટકા વધી છે.

ફેડરેશન ઓફ સ્વિસ વોચ ઇન્ડસ્ટ્રી અનુસાર વાર્ષિક શિપમેન્ટનો રેશિયો જોવામાં આવે તો સ્વિસ વોચીસનું શિપમેન્ટ 30.97 બિલિયન ડોલર પર પહોંચ્યું છે. 2023ની શરૂઆતમાં ચાઈના અને હોંગકોંગ વચ્ચેની સરહદો ફરીથી ખુલી હતી ત્યાર બાદથી સ્વિસ વોચીસની ડિમાન્ડમાં આશ્ચર્યજનક રીતે સકારાત્મક વધારો જોવા મળ્યો છે.

ખાસ કરીને હોંગકોંગમાં ટુરિઝમ ખુલતા સ્વિસ વોચીસની માંગ નીકળી હતી. સ્વિસ લક્ઝરી ટાઈમપીસ માટેના વિશ્વના ટોચના ત્રણ બજારોમાં હોંગકોંગનો સમાવેશ થાય છે. વળી, હોંગકોંગમાં વર્ષ 2023માં મેઈન લેન્ડ ચાઈનાના મુલાકાતીઓની સંખ્યા વધી હતી, તેથી હોંગકોંગના બજારોમાં લક્ઝરી ગુડ્સનું વેચાણ વધ્યું હતું.

હોંગકોંગમાં  પાછલા વર્ષની સરખામણીમાં સપ્લાય 23% વધીને 2.73 બિલિયન ડોલર થયું, જે કોઈપણ પ્રદેશની સૌથી મજબૂત વૃદ્ધિ છે. દરમિયાન યુ.એસ.ની નિકાસ 7% વધીને 4.82 બિલિયન ડોલર થઈ હતી અને ચીનમાં નિકાસ 7% વધીને 3.2 બિલિયન ડોલર થઈ હતી. ડિસેમ્બરમાં લક્ઝરી ટાઈમપીસની શિપમેન્ટ વાર્ષિક ધોરણે 5.5% વધીને 2.48 બિલિયન ડોલર થઈ હતી, જે વર્ષના ઉત્તરાર્ધમાં કોઈપણ મહિનાનો સૌથી વધુ વધારો છે, ફેડરેશને સમજાવ્યું હતું.

2023 સ્વિસ ઘડિયાળની નિકાસ માટે ઉચ્ચ સ્તરે સમાપ્ત થયું હતું એમ ફેડરેશને જાહેર કર્યું હતું. ફેડરેશને વધુમાં કહ્યું કે, યુએસએ હોંગકોંગ, જાપાન અને સંયુક્ત આરબ અમીરાત (યુએઈ) ના બજારોએ અપેક્ષા કરતાં વધુ સારું પ્રદર્શન કર્યું હતું.

યુએસમાં નિકાસ 12% વધીને 403.2 મિલિયન ડોલર થઈ હતી. હોંગકોંગમાં નિકાસ 15% વધીને 196.9 મિલિયન ડોલર થઈ હતી. ચીનનો પુરવઠો 1.7% વધીને 210.2 મિલિયન ડોલર અને જાપાનને વેચાણ 27% વધીને 183 મિલિયન ડોલર થયું હતું. તે વધારો યુકેમાં 12% અને સિંગાપોરમાં 7% ઘટાડા કરતાં વધી ગયો છે.

પ્રાઈસ કેટેગરીના ઉપલા અને નીચલા બંને છેડે સારું પ્રદર્શન કર્યું હતું. જેનું મૂલ્ય 232 ડોલર કરતા ઓછું હતું તે 13% સુધર્યું અને 3,475 ડોલરથી ઉપરના ટુકડાઓ 9% વધ્યા હતા. દરમિયાન 579 ડોલર આસપાસની ઘડિયાળો 11% ઘટી, જ્યારે CHF 500 થી CHF 3,000 સુધીની ઘડિયાળોમાં 9% ઘટાડો જોવા મળ્યો હતો.

Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.

______________________________________________________

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM

વધુ સમાચાર વાંચો :

- Advertisement -
  • DEEP SEA ELECTROTECH
  • Siddharth Hair Transplant