DIAMOND CITY NEWS, SURAT
ફોર્મ્યુલા વનના સ્ટાર રાઈડર અને ફેરારીના પોલ પોઝિશન કિંગ ચાર્લ્સ લેક્લર્કે તેની લોન્ગટાઈમ ગર્લફ્રેન્ડ, ફેશન ઈન્ફ્લુઅન્સર તથા મોડલ એલેક્ઝાન્ડ્રા સેન્ટ મ્લ્યુક્સને સાથે સગાઈ કરી લીધી છે. આ રોમેન્ટિક ક્ષણ ૨ નવેમ્બરે ઈન્સ્ટાગ્રામ પર જાહેર કરવામાં આવી, જેમાં બંનેએ પોતાના ફોટા શેર કર્યા હતા.
આ સગાઈનું સૌથી મોટું આકર્ષણ છે એલેક્ઝાન્ડ્રાની આંગળીમાં ચમકતી ભવ્ય ઓવલ આકારની હીરાની વીંટી. જ્વેલરી નિષ્ણાતોના મતે આ વીંટીમાં ૫થી ૬ કેરેટનો નેચરલ ઓવલ-કટ ડાયમંડ છે, જે પ્લેટિનમની પેવે બેન્ડ પર સેટ કરવામાં આવ્યો છે. લંડનના પ્રખ્યાત જ્વેલર્સ ક્વીન્સમિથ અને લોરેલ ડાયમંડ્સના અંદાજ મુજબ આ વીંટીની કિંમત આશરે ૪૦૦,૦૦૦ પાઉન્ડ (લગભગ ૪.૫ કરોડ રૂપિયા અથવા ૫.૨૫ લાખ ડોલર) છે. જો આ જ હીરો લેબ-ગ્રોન હોત તો તેની કિંમત માત્ર ૧૩,૦૦૦ પાઉન્ડ જ હોત!
ઓવલ આકારના હીરા હાલમાં સેલિબ્રિટીઓમાં ખૂબ પ્રચલિત છે કારણ કે તે કેરેટ વજનની સરખામણીએ વધુ મોટા દેખાય છે અને આંગળીને લાંબી દેખાડે છે. ક્રિશ્ચિયાનો રોનાલ્ડોએ જ્યોર્જિના રોડ્રિગ્ઝને ૨૫-૩૫ કેરેટનો ઓવલ હીરો આપ્યો હતો, જ્યારે જસ્ટિન બીબરે હેઈલી બીબરને ૬-૧૦ કેરેટનો આપ્યો હતો.
આ સગાઈએ F1 વર્લ્ડમાં ખુશીનો માહોલ ઊભો કર્યો છે. લુઈસ હેમિલ્ટન, કાર્લોસ સાઈન્ઝ સહિત અનેક રાઇડરોએ અભિનંદન પાઠવ્યા છે. ચાર્લ્સ અને એલેક્ઝાન્ડ્રાની આ પ્રેમકથા હવે લગ્ન તરફ આગળ વધી રહી છે – એક સ્પીડ અને સ્ટાઈલનું પર્ફેક્ટ કોમ્બિનેશન!
Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM | WhatsApp | YouTube





















