Botswana’s ‘Master Move’ During Diamond Slowdown - Will Passports Now Sell for ₹62 Lakh?
(સૌજન્ય : IDEX)
- Advertisement -
  • RAPID QUICK LASER SOLUTION
  • DHARMAJ TECHNOLOGIES

DIAMOND CITY NEWS, SURAT

વિશ્વના સૌથી મોટા હીરા ઉત્પાદક દેશોમાંના એક એવા બોત્સ્વાનાએ હીરાના વેચાણમાંથી થતી આવકમાં થયેલા મોટા ઘટાડાને પહોંચી વળવા માટે એક અનોખો માર્ગ અપનાવ્યો છે.

રાષ્ટ્રપતિ ડુમા બોકોના નેતૃત્વ હેઠળની સરકારે ‘સિટિઝનશિપ બાય ઇન્વેસ્ટમેન્ટ’ (CBI) પ્રોગ્રામની જાહેરાત કરી છે, જે અંતર્ગત વિદેશી નાગરિકો નિર્ધારિત રોકાણ કરીને બોત્સ્વાનાની નાગરિકતા એટલે કે ‘ગોલ્ડન પાસપોર્ટ’ મેળવી શકશે.

શા માટે આ નિર્ણય લેવાયો?

બોત્સ્વાનાની જીડીપી (GDP) નો લગભગ એક તૃતીયાંશ હિસ્સો હીરા ઉદ્યોગ પર આધારિત છે. જોકે, ૨૦૨૨ થી અત્યાર સુધીમાં હીરાની આવકમાં ૩૦% નો તોતિંગ ઘટાડો નોંધાયો છે. આ આર્થિક ખાધને પહોંચી વળવા અને દેશમાં વિદેશી મૂડી તેમજ ટેલેન્ટ લાવવા માટે આ પ્રોગ્રામ શરૂ કરવામાં આવ્યો છે.

પ્રોગ્રામની મુખ્ય વિશેષતાઓ :

  • સૌથી સસ્તી નાગરિકતા : બોત્સ્વાનાએ માત્ર $75,000 થી $90,000 (આશરે ₹62 થી ₹75 લાખ) વચ્ચે રોકાણ મર્યાદા રાખી છે. આ વિશ્વના અન્ય દેશો (જેમ કે સાઓ ટોમ અને પ્રિન્સિપે) કરતા પણ ઓછી કિંમત છે.
  • ટાર્ગેટ માર્કેટ : આ યોજના મુખ્યત્વે ભારત, અમેરિકા, દક્ષિણ આફ્રિકા, પાકિસ્તાન અને નાઇજીરિયાના હાઈ-નેટ-વર્થ ઇન્ડિવિજ્યુઅલ્સ (ધનકુબેર) ને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે.
  • વિઝા-ફ્રી એક્સેસ : બોત્સ્વાનાના પાસપોર્ટ ધારકોને વિશ્વના ૯૦ થી વધુ દેશોમાં વિઝા વગર મુસાફરી કરવાની સુવિધા મળશે.
  • કોઈ કડક શરતો નહીં : આ નાગરિકતા મેળવવા માટે દેશમાં રહેવાની (Residency) કે સ્થાનિક ભાષા આવડવાની કોઈ ફરજિયાત શરત રાખવામાં આવી નથી. પત્ની અને ૧૮ વર્ષથી નાની ઉંમરના બાળકો માટે વધારાના $10,000 ચૂકવીને નાગરિકતા મેળવી શકાશે.

ભારે પ્રતિસાદ :

સરકારના જણાવ્યા મુજબ, ૨૦૨૬ ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં અરજી પ્રક્રિયા શરૂ થવાની છે, પરંતુ અત્યાર સુધીમાં ૪૬૪ જેટલા રોકાણકારોએ આમાં રસ દાખવ્યો છે. રાષ્ટ્રપતિ ડુમા બોકોએ જણાવ્યું હતું કે, “બોત્સ્વાના આફ્રિકાના સૌથી સ્થિર લોકશાહી દેશોમાંનો એક છે અને આ પગલું વૈશ્વિક મૂડીને આકર્ષીને દેશમાં લાંબા ગાળાની આર્થિક સ્થિરતા લાવશે.”

હીરા ઉદ્યોગમાં ચાલી રહેલી મંદી અને લેબ-ગ્રોન હીરાના વધતા વ્યાપને કારણે બોત્સ્વાના જેવો દેશ જે રીતે પોતાની અર્થવ્યવસ્થાને ડાયવર્સિફાય કરી રહ્યો છે, તે વૈશ્વિક બજાર માટે એક સૂચક સંકેત છે.


Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM | WhatsApp | YouTube

- Advertisement -
  • Achromic
  • Siddharth Hair Transplant