ભાવનગરના હીરા દલાલ સાથે સુરતમાં થયેલી છેતરપિંડી હીરા ઉદ્યોગ માટે લાલબત્તી સમાન

હીરા દલાલ ધર્મેશ પવાસીયાને મહીધરપુરાની ઓફિસમાં બોલાવી તેની સાથે સોદો નક્કી કર્યા બાદ ચા ઢોળીને પડીકામાંથી હીરા કાઢી ખાંડ ભરી દીધી હતી.

Bhavnagar diamond broker fraud in Surat is red light for diamond industry
- Advertisement -
  • MASSIVE TECH LAB
  • SHREE-SIDDHI-VINAYAK-LASER-FEATURED
  • NAROLA MACHINES

DIAMOND CITY NEWS, SURAT

સુરતના હીરા બજારમાં હીરા દલાલીનું કામ કરતા હીરા દલાલને મુંબઈનો ઠગ છેતરી ગયો છે. હીરાનો સોદો નક્કી કર્યા બાદ પેકેટમાં હીરાના બદલે ખાંડ ભરીને હીરા દલાલના લાખોના અસલી હીરા તફડાવી ગયો હતો. હીરા દલાલને ખબર પડે તે પહેલાં તે પોતાના સાગરીત સાથે રફુચક્કર થઈ ગયો હતો. આ ઘટના ખરેખર તો વિશ્વાસ પર ચાલતા સુરતના હીરા બજાર માટે ચેતવણી સમાન છે.

સુરતમાં વર્ષોથી એક બીજાના વિશ્વાસે હીરાની લે-વેચ થતી આવી છે. પહેલાં ચિઠ્ઠી પર સોદા થતા હતા અને હવે વોટ્સએપના માધ્યમથી લોકો સોદા કરે છે. સોદા કરવાની પદ્ધતિ ભલે બદલાતી હોય પરંતુ સુરતના હીરા બજારની મુખ્ય ખાસિયત છે પ્રામાણિકતા.

અહીં વેપારીઓ લાખો કરોડોના હીરા વિશ્વાસ પર દલાલને સોંપે છે અને દલાલો પણ હીરાના જોખમને જીવની જેમ સાચવે છે અને બંને પક્ષના વેપારીઓને ફાયદો થાય તે રીતે વેપાર કરતા આવ્યા છે. આવી ઘટનાઓના લીધે હીરા બજારનું સંતુલન બગડતું હોય છે, તેથી જ હીરા ઉદ્યોગના અગ્રણીઓએ આ કેસમાં આરોપીને ઝડપથી પકડી તેની સામે કાર્યવાહી કરવા માગ કરી છે.

ચા ઢોળીને પડીકામાંથી હીરા કાઢીને ખાંડ ભરી દીધી

મૂળ ભાવનગરના બજુડ ગામના વતની ધર્મેશ બાબુ પવાસીયા ભાવનગરના હીરા બજારમાં હીરા દલાલીનું કામ કરે છે. તેઓ બજારમાંથી અલગ-અલગ વેપારી પાસેથી તૈયાર હીરાના ફોટા મેળવી તે ફોટા સોશિયલ મીડિયા પર મુકી તેમજ ગ્રુપના અન્ય દલાલ–વેપારીઓને બતાવી વેપાર કરતા હતા.

બે મહિના પહેલાં ધર્મેશ પવાસીયાએ રામેશ્વર જેમ્સ નામના એક વેપારી પાસેથી તૈયાર નેચરલ વ્હાઇટ રાઉન્ડ ડાયમંડ નામના હીરાઓ પોતાના ફેસબુક એકાઉન્ટમાં અપલોડ કર્યા હતા.

દરમિયાન દોઢેક મહિના પહેલા કોઇ મુબંઇના દલાલે તે હીરા અંગે ઈન્કવાયરી કરી હતી. પોતાનું નામ ભરત હોવાનું અને પોતે મુંબઈમાં હીરા દલાલી કરતા હોવાનું કહી તેણે ફોન પર એવું કહ્યું હતું કે, તમે નેચરલ વ્હાઇટ રાઉન્ડ ડાયમંડ ફેસબુકમાં ફોટા મુકેલ છે તે હીરાનો માલ મુંબઈના બીકેસીના મોટા વેપારી લક્ષ્મી જેમ્સના નંદિપ શાહને પસંદ આવ્યા છે, તમારે ધંધો કરવો હોય તો તમો મુંબઇ આવીને હીરાનો માલ બતાવી જાવ એમ કહ્યું હતું. પરંતુ સુરતના હીરા દલાલે મુંબઇ ખાતે હીરાનો માલ વેચાણ કરવાની ના પાડી હતી.

દરમિયાન તા. 10 ફેબ્રુઆરીના રોજ મુંબઈના દલાલ ભરતે ફરી ફોન કરી કહ્યું હતું કે, સુરતના મહિધરપુરા હીરા બજારમાં ધંધા માટે પોતે આવ્યા છે જો મારે નેચરલ વ્હાઇટ રાઉન્ડ ડાયમંડનો ધંધો કરવો હોય તો માલ બતાવી જાવ. તેવું જણાવતા હીરા દલાલે વેપારી પાસેથી તૈયાર હીરાનો માલ જેમાં એક 502.95 કેરેટ તથા 219.45 કેરેટ હીરાના બે પેકટ લઇને તા. 18 ફેબ્રુઆરીના રોજ હીરાબજાર ટોકિયો ચાની બાજુમાં બાલાજી કૃપા બિલ્ડીંગ ઓફિસ નં. 3માં ગયો હતો.

અહીં બે પેકેટ હીરા કુલ રૂ. 1,18,09,875માં હીરાનો સોદો નક્કી થયો હતો. માર્કેટના નિયમ મુજબ ત્રણ દિવસમાં પેમેન્ટનું ચુકવણુ કરી આપ્યા બાદ હીરાનું પેકેટ આપવાનું નક્કી થયું હતું. દરમ્યાન ભરતે થોડા હીરા નીચે પાડી દઇ હીરા દલાલનું ધ્યાન ભટકાવ્યું હતું. પરંતુ હીરા દલાલે હીરા સાચવીને પરત પેકેટમાં મુક્યા હતા.

ત્યાર બાદ ચા ઢોળાઇ ગઈ હોવાની એક્ટીંગ કરી ધ્યાન ભટકાવી બન્ને પેકેટ તફડાવી લીધા હતા. ત્યાંથી નીકળ્યા બાદ રસ્તામાં હીરાનું વજન ઓછું લાગતા હીરા દલાલને શંકા ગઈ હતી. તેથી હીરા દલાલ પાછો મુંબઈના હીરા દલાલની ઓફિસે જતા તે ત્યાં હતો નહીં. તેનો ફોન નંબર પણ બંધ હતો. તપાસ કરતા એક પેકેટમાં ખાંડ હતી તો બીજા પેકેટમાં ડુપ્લિકેટ હીરા હતા. છેતરપિંડી થઈ હોવાનો ખ્યાલ આવતા હીરા દલાલે પોલીસને ફરિયાદ કરી છે.

ભાવનગરના હીરા દલાલ સાથે ઠગાઇ કેસમાં ગૃહમંત્રીને રજૂઆત

ભાવનગરના હીરા બજારમાં હીરા દલાલીનું કામ કરતા હીરા દલાલને મુંબઈનો ઠગ સુરતમાં છેતરી ગયા બાદ દિનેશ નાવડિયા અને મનીષ કાપડિયા દ્વારા ગૃહમંત્રીને રજૂઆત કરવામાં આવી હતી.

આ કેસમાં પોલીસ ઝડપથી કાર્યવાહી કરી કસૂરવારો સામે કડક પગલાં લે તેવી માંગણી દિનેશ નાવડિયા અને મનીષ કાપડિયા દ્વારા કરાઈ હતી. ઇન્ડિયન ડાયમંડ ઈન્સ્ટીટ્યુટના ચેરમેન દિનશ નાવડિયાએ કહ્યું હતું કે, ‘આ બાબતે રાજ્યના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીને રજૂઆત કરાવમાં આવી છે, તેમણે આ કેસને ખુબ જ પોઝિટિવ રીતે લઈને તાત્કાલિક આરોપીને પકડવા માટેની સુચના પણ આપી દીધી છે.

____________________________________________________________

ઈન્ડસ્ટ્રીના લેટેસ્ટ ન્યૂઝ માટે ડાયમંડ સિટી ન્યુઝપેપરના સોશ્યિલ મીડિયા સાથે જોડાઓ

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM

વધુ સંબંધિત સમાચાર જુઓ :

- Advertisement -
  • DEEP SEA ELECTROTECH
  • Siddharth Hair Transplant