બજારના પડકારરૂપ સંજોગો વચ્ચે એંગ્લો અમેરિકન પ્લૅટિનમનું 2023માં પ્રદર્શન સ્થિર પ્રદર્શન રહ્યું

મેક્રો ઈકોનોમિક નબળાઈઓ અને પ્લેટિનમ ગ્રુપ મેટલ્સના ઘટતા ભાવને લીધે 2023નું વર્ષ કંપની માટે પડકારજનક સાબિત થયું હતું.

Anglo American Platinums performance in 2023 remained steady amid challenging market conditions
- Advertisement -
  • MASSIVE TECH LAB
  • SHREE-SIDDHI-VINAYAK-LASER-FEATURED
  • NAROLA MACHINES

DIAMOND CITY NEWS, SURAT

પાછલા વર્ષ દરમિયાન બજારની સ્થિતિ અનિશ્ચિત હતી. સતત નવા પડકારોનો સામનો બજાર કરી રહ્યું હતું, ત્યારે મુશ્કેલ સંજોગો છતાં એંગ્લો અમેરિકન પ્લૅટિનમ કંપનીએ તા. 31 ડિસેમ્બર 2023ના રોજ પુરા થયેલા બાર મહિનાના વાર્ષિક પરિણામોમાં સ્ટેબલ પર્ફોમન્સ દર્શાવ્યું છે.

કંપનીએ પર્યાવરણીય, સામાજિક, શાસન (ઈસીજી)ની પહેલોમાં પ્રગતિ દર્શાવી છે. તેમ છતાં કંપનીએ સંભવિત નોકરી ગુમાવવાના જોખમનો સામનો કરી રહી છે.

મેક્રો ઈકોનોમિક નબળાઈઓ અને પ્લેટિનમ ગ્રુપ મેટલ્સના ઘટતા ભાવને લીધે 2023 નું વર્ષ કંપની માટે પડકારજનક સાબિત થયું હતું. વ્યાજ, ટેક્સ, અવમૂલ્યન અને ઋણમુક્તિ (EBIDTA)પહેલાંની કમાણી 67 ટકા ઘટી છે.

મુખ્યત્વે પીજીએમ બાસ્કેટ પ્રાઈસમાં 35 ટકા ઘટાડો થવાના લીધે કંપનીએ ખૂબ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. કમાણી તળિયે પહોંચી છે. ખાણકામનું માર્જિન પણ ઘટ્યું છે. ઘટાડા સાથે જ કંપનીએ વર્ષ પૂરું કર્યું છે.

પ્લાન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર બંધ થવા અને જમીનની નબળી સ્થિતિને કારણે પીજીએમ ઉત્પાદનમાં 5 ટકા ઘટાડા સાથ ઓપરેશનલ અવરોધોએ કામગીરીને વધુ દબાણમાં મુકી હતી. વર્ષના બીજા અર્ધવાર્ષિક ગાળામાં સારું પ્રદર્શન છતાં ઓપરેશનલ અડચણો ચાલુ રહી હતી, જેના કારણે કંપનીના નફા પર માઠી અસર પડી હતી.

બજારના સતત પડકારોના જવાબમાં એંગ્લો અમેરિકન પ્લૅટિનમે લેબર રિલેશન એક્ટની કલમ 189A હેઠળ પુનર્ગઠન પ્રક્રિયા શરૂ કરી હતી. અંદાજે 3700 કર્મચારીઓના કાર્યબળમાં ઘટાડો કર્યો હતો. જ્યારે 620  સર્વિસ પ્રોવાઈડર કરારોની સમીક્ષા કર્યા બાદ આ નિર્ણય લેવાયો હતો, તેમ છતાં કંપની છટણીના આ પગલાંની સામાજિક-આર્થિક અસરોને સ્વીકારે છે.

એંગ્લો અમેરિકન પ્લૅટિનમે સતત બે વર્ષ વર્ક સંબંધિત જાનહાનિ વિના કામ કર્યું છે, જે તેના સૌથી લાંબો મૃત્યુ મુક્ત સમયગાળો દર્શાવે છે. પર્યાવરણીય પ્રયાસોમાં એંગ્લો અમેરિકન પ્લૅટિનમ એડવાન્સ્ડ કાર્બન રિડક્શન પ્રોજેક્ટ્સ અને ઇનિશિયેટિવ ફોર રિસ્પોન્સિબલ માઇનિંગ એશ્યોરન્સ (IRMA) રેટિંગ જેવા વખાણ મેળવ્યા છે.

વર્તમાન પ્રતિકૂળતા હોવા છતાં એંગ્લો અમેરિકન પ્લૅટિનમ પીજીએમ માટે લાંબા ગાળાની માંગ અંગે આશાવાદી રહે છે. કંપની વિકસતા ઓટોમોટિવ વલણો અને રિસાયક્લિંગ ગતિશીલતા વચ્ચે પ્લૅટિનમ, પેલેડિયમ અને રોડિયમ માર્કેટમાં તકોની વિવિધ શ્રેણીની કલ્પના કરે છે.

______________________________________________________

Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM

વધુ સમાચાર વાંચો :

- Advertisement -
  • DEEP SEA ELECTROTECH
  • Siddharth Hair Transplant