Alrosa uncovers insider diamond theft scheme linked to armenian smuggling network
ફોટો : રફ હીરા સોર્ટ કરતી એક વ્યક્તિ. (સૌજન્ય : અલરોસા)
- Advertisement -
  • RAPID QUICK LASER SOLUTION
  • DHARMAJ TECHNOLOGIES

DIAMOND CITY NEWS, SURAT

રશિયન ખાણિયા અલરોસાએ એક કર્મચારીને ઓછા મૂલ્યના હીરાને વધુ મોંઘા હીરા માટે બદલતાં પકડ્યો છે, જે તેણીએ તેના સાથીઓ સાથે મળીને આર્મેનિયન દાણચોરોને વેંચી દીધા હતા.

કંપનીએ તાજેતરમાં જણાવ્યું હતું કે, તપાસ બાદ, અલરોસાની સુરક્ષા સેવાને એક કર્મચારી દ્વારા ગુનાહિત કૃત્યોના સંકેતો મળ્યા. ખાણિયાએ રશિયન ફૅડરેશનની ફેડરલ સિક્યુરિટી સર્વિસ (FSB) સાથે મળીને, હીરા સોર્ટરને “રંગે હાથે” 1.9 મિલિયન RUB ($24,153)ની કિંમતના આશરે 250 કેરેટ રફ હીરાનો જથ્થો કાઢવાનો પ્રયાસ કરતા પકડ્યો હતો.

ગુનાહિત નેટવર્કમાં કર્મચારી વી.એ. માટ્યુશ્ચેન્કોવા, તેમના પુત્ર, એ.આઈ. માટ્યુશ્ચેન્કોવ – જેમણે મધ્યસ્થી તરીકે કામ કર્યું હતું – અને બેવડા આર્મેનિયન-રશિયન નાગરિકો એ.પી. પેટ્રોસ્યાન અને એ.એસ. સાક્યાનનો સમાવેશ થતો હતો, જેઓ સસ્તાં રિપ્લેસમેન્ટ હીરા પૂરા પાડવા તેમજ આર્મેનિયામાં ઉચ્ચ મૂલ્યના પત્થરોની દાણચોરી કરવા માટે જવાબદાર હતા, તેમ FSB એ જણાવ્યું હતું.

“વધુ તપાસ કાર્યવાહી દરમિયાન, ફોજદારી કેસની તપાસ માટે મહત્વપૂર્ણ વસ્તુઓ અને દસ્તાવેજો, લગભગ 2,00,000 કેરેટ ઔદ્યોગિક હીરા… બદલી માટે બનાવાયેલ, તેમજ પ્રખ્યાત વિશ્વ બ્રાન્ડ્સના મોંઘા દાગીના અને રોકડ, જે ગુનાઓ કરવાના પરિણામે ગેરકાયદેસર પ્રવૃત્તિમાં ભાગ લેનારાઓ દ્વારા મેળવવામાં આવ્યા હતા, તેમના રહેણાંક સરનામાં પરથી જપ્ત કરવામાં આવ્યા હતા,” ઓવો FSB એ અહેવાલ આપ્યો હતો.

અધિકારીઓએ ચાર આરોપીઓને અટકાયતમાં લીધા છે. દરમિયાન, ઓપરેશનના કથિત આયોજકો, બે આર્મેનિયન ભાઈઓ, રફ હીરાની દાણચોરી કરવા બદલ આંતરરાષ્ટ્રીય સ્તરે વોન્ટેડ છે, એમ FSB એ જણાવ્યું હતું. ચોરાયેલા હીરા કથિત રીતે આર્મેનિયામાં ADM ડાયમંડ નામની કંપનીને પહોંચાડવામાં આવ્યા હતા, જેનો લાભાર્થી H. સુકિયાસ્યાન છે, જે એક આર્મેનિયન ઉદ્યોગપતિ અને સ્થાનિક રાષ્ટ્રીય સભાના ડેપ્યુટી છે, તેમ FSB એ ઉમેર્યું.

રેપાપોર્ટ ન્યૂઝ દ્વારા પૂછવામાં આવતા ADM એ ઉલ્લેખિત લોકો સાથે કોઈપણ જોડાણ અથવા કેસમાં કોઈપણ સંડોવણી હોવાનો ઇનકાર કર્યો હતો.

કંપનીમાં અન્ય કોઈ પણ આ રિંગ સાથે જોડાયેલું નથી તેની ખાતરી કરવા માટે અલરોસા વધુ આંતરિક તપાસ કરી રહી છે.


Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM | WhatsApp | YouTube

- Advertisement -
  • Achromic
  • Siddharth Hair Transplant