રશિયન ડાયમંડ પર પ્રતિબંધ વચ્ચે અલરોસાએ રફ વેચવાની રણનીતિ બદલી

આ સ્ટ્રેટજીથી ભારત, મિડલ ઇસ્ટ અને આફ્રિકન દેશોમાં જેમ એન્ડ જ્વેલરી ઉદ્યોગમાં તેજી લાવવા માંગે છે. જ્યાં રશિયન હીરાની હેરફેર પર પ્રતિબંધ નથી.

Alrosa changed tactics to sell rough amid Russian diamond embargo
- Advertisement -
  • MASSIVE TECH LAB
  • SHREE-SIDDHI-VINAYAK-LASER-FEATURED
  • NAROLA MACHINES

DIAMOND CITY NEWS, SURAT

રશિયન ડાયમંડ પર G-7 દેશો અને યુરોપિયન યુનિયનના પ્રતિબંધોના દબાણને પગલે રશિયાની અલરોસા ખાણે હીરાના વેચાણની રણનીતિ બદલવી પડી છે. રશિયન ડાયમંડ માઈનીંગ કંપનીએ બજારમાં રફ ડાયમંડની અછત ઊભી કરી હીરા ઉદ્યોગમાં તેજી લાવવાની સ્ટ્રેટજી બનાવી છે, જેથી આ વર્ષના બીજા ક્વાર્ટરમાં ભારત, ઇઝરાયલ અને ચીનમાં રફની માંગ વધવા સાથે ઊંચા ભાવ વસૂલી શકાય.

અત્યારે જે સેલ્સ માટે પાઇપ લાઈનમાં માલ છે, એ પણ નીકળી જાય. આમ અલરોસા એ સેલ્સ સ્ટ્રેટેજીમાં બદલાવ લાવી આગામી સાઈટના બધા જ હીરા રશિયન સરકારને વેંચી દઈ ભારત, ઇઝરાયલ અને ચીનમાં રફની અછત ઊભી કરશે. કહે છે કે કંપનીની આ સ્ટ્રેટેજીસ પાછળ સુરત, મુંબઈના સાઈટ હોલ્ડરોનું મગજ કામ કરી રહ્યું છે. જે ભારત, મિડલ ઇસ્ટ અને આફ્રિકન દેશોમાં જેમ એન્ડ જવેલરી ઉદ્યોગમાં તેજી લાવવા માંગે છે. જ્યાં રશિયન હીરાની હેરફેર પર પ્રતિબંધ નથી.

મોસ્કો સ્થિત ઈન્ટરફેક્સ ન્યૂઝ એજન્સીના અહેવાલો અનુસાર, ડાયમંડ માઈનિંગ જાયન્ટ અલરોસા જી-7 દેશોના વધતાં પ્રતિબંધો વચ્ચે તેની વેચાણ વ્યૂહરચના ગોઠવી રહી છે. નોંધનીય યુ-ટર્નમાં, અલરોસા નવા પ્રતિબંધોના પ્રતિભાવમાં તેનું સમગ્ર 2024નું ઉત્પાદન રશિયન સરકારને વેચવાની યોજના ધરાવે છે, એક અહેવાલ મુજબ રશિયન સરકારી નાણા મંત્રાલય હેઠળ જેમ એન્ડ જવેલરી, સ્ટોન સહિતનું  અલરોસાનું સમગ્ર માર્ચ મહિનાનું ઉત્પાદન હસ્તગત કરી લીધું છે અને સમગ્ર વર્ષ દરમિયાન ખરીદી ચાલુ રાખવાની યોજના અમલી બનાવવાની આયોજન કર્યું છે.

અલરોસા જેણે ગયા વર્ષે કુલ 3.55 બિલિયન યુએસ ડોલરનું વેચાણ નોંધાવ્યું હતું, તે હવે G7 પ્રતિબંધોના વધુ પડતા દબાણનો સામનો કરી રહી છે. G 7 દેશો હીરા બજારનો 70% હિસ્સો ધરાવે છે. G7 પ્રતિબંધોમાં હાલમાં 1 કેરેટ અથવા તેનાથી વધુ વજનના તમામ રશિયન હીરાનો સમાવેશ થાય છે, જેમાં 1 સપ્ટેમ્બર 2024થી 0.50 કેરેટ અથવા તેનાથી વધુના ડાયમંડનાં વેચાણ પર પણ પ્રતિબંધ મુકાઈ શકે છે. અલરોસા પ્રતિબંધ પછી રફની જથ્થો બેલ્જિયમનાં એન્ટવર્પને બદલે યુનાઈટેડ આરબ એમિરેટ્સનાં દુબઈ મોકલી ઓક્શન કરી રહ્યું છે.

______________________________________________________

Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM | WhatsApp

વધુ સમાચાર વાંચો :

- Advertisement -
  • DEEP SEA ELECTROTECH
  • Siddharth Hair Transplant