સુરત ડાયમંડ બુર્સમાં 500 ઓફિસ એકસાથે શરૂ કરવાની તડામાર તૈયારી, પાર્કિંગ એલોટ કરાશે

પાર્કિંગ ફાળવવા માટેની ડ્રો પદ્ધતિ રાખવામાં આવી છે. તા. 14/05/2024 નાં રોજ બપોરે 03:15 PM કલાકે બુર્સના ઓક્શન હાઉસમાં ડ્રો થશે.

All set to start 500 offices in Surat Diamond Bourse parking allotment to be done
- Advertisement -
  • MASSIVE TECH LAB
  • SHREE-SIDDHI-VINAYAK-LASER-FEATURED
  • NAROLA MACHINES

DIAMOND CITY NEWS, SURAT

સુરત ડાયમંડ બુર્સમાં નવી કમિટીની રચના થઈ ત્યાર બાદ બુર્સને ધમધમતું કરવા તડામાર તૈયારીઓ ચાલી રહી છે. મહીધરપુરા, મીનીબજાર, કતારગામ અને મુંબઈના હીરાના વેપારીઓ સાથે મિટીંગ કર્યા બાદ હવે કમિટીએ બુર્સમાં ઓફિસો શરૂ કરવાની હિલચાલ આરંભી છે. સુરત ડાયમંડ બુર્સ કમિટી દ્વારા આગામી તા. 7 જુલાઈના રોજથી બુર્સમાં 500 ઓફિસો શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે, તે જોતાં મે મહિનાના બીજા સપ્તાહમાં આ ઓફિસ ધારકોને બુર્સમાં પાર્કિંગ એલોટ કરવાની કામગીરી કરવામાં આવશે.

મુંબઈના ભારત ડાયમંડ બુર્સમાં બેઠક યોજી સુરત ડાયમંડ બુર્સના સંચાલકોએ જૂન 2024 જેમણે SDB માં ઓફિસો ખરીદી છે તેઓને ઓફિસ શરૂ કરવા સમજાવવા તાજેતરમાં બેઠક યોજી હતી. આ બેઠકમાં સુરત ડાયમંડ બુર્સનાં વાઈસ ચૅરમૅન લાલજીભાઈ ટી. પટેલે જાહેરાત કરી હતી કે, અષાઢી બીજનાં દિવસથી SRKના ગોવિંદભાઈ ધોળકિયા અને ધર્મનંદન ડાયમંડ SDBમાં ઓફિસ ખોલશે.

મુંબઈના વેપારીઓના સહયોગથી 7 જુલાઈ 2024નાં રોજ SDBની 500 ઓફિસો એક સાથે ખુલશે. એ પૂર્વે સુરત ડાયમંડ બુર્સનાં સંચાલકો દ્વારા 13 થી 15 મે 2024 દરમિયાન જેમને ઓફિસો એલોટ થઈ ગઈ છે તેમને પાર્કિંગનું એલોટમેન્ટ ડ્રો પદ્ધતિથી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. SDB નાં વાઈસ ચૅરમૅન લાલજીભાઈ પટેલે જણાવ્યું હતું કે, સુરત ડાયમંડ બુર્સના સભ્યોના પાર્કિંગની ફાળવણી તારીખ 13 થી 15 મે 2024 ના રોજ J-001, ઓક્શન હાઉસ, સુરત ડાયમંડ બુર્સ, ખજોદ ખાતે કરવામાં આવ્યું છે.

વિશ્વ કક્ષાનું સૌથી મોટું ઓફિસ બિલ્ડિંગ એટલે કે સુરત ડાયમંડ બુર્સ તેની તમામ સુવિધાઓ સાથે સંપૂર્ણપણે કાર્યરત થઇ ચૂક્યું છે. પાર્કિંગ ફાળવવા માટેની ડ્રો પદ્ધતિ રાખવામાં આવી છે. તા. 14/05/2024 નાં રોજ બપોરે 03:15 PM કલાકે બુર્સના ઓક્શન હાઉસમાં ડ્રો થશે. ડ્રો સ્થળ પર પ્રવેશ મેમ્બરશીપ સર્ટિફિકેટની કોપી વગર સભ્યને ડ્રો સ્થળ પર પ્રવેશ આપવામાં આવશે નહીં. જે સભ્યનું વ્યાજ સહિતની હપ્તા પેટેની રકમ ભરપાઈ કરવાની બાકી હોય તો તે તારીખ 10/05/2024 સુધીમાં ભરવાની રહેશે. જો કોઈ સભ્ય પાર્કિંગના ડ્રોમાં હાજરી નહી આપે તો પણ SDB ડાયમંડ બુર્સ સભ્યોની સહમતી સમજી પાર્કિંગ ફાળવી આપવામાં આવશે.

સુરત ડાયમંડ બુર્સની સંચાલન કમિટી દ્વારા જે લોકો SDB માં પોતાની ઓફિસો રીસેલ કરવા માંગે છે તેમને સમજાવવા 31 મે 2024 સુધી ટ્રાન્સફરની પ્રક્રિયા બંધ રાખવાનો નિર્ણય લીધો છે. કેટલાક રોકાણકારોએ એકથી વધુ ઓફિસ બુક કરાવી હોવાથી કેટલાક પોતાની ઓફિસ વેચી નાખવા માંગે છે કારણ કે મુંબઈમાં ભારત ડાયમંડ બુર્સ દ્વારા પણ 1000 નવી ઓફિસ બનાવવાનું કામ BKCમાં શરૂ કરવામાં આવ્યું છે. ચાલુ મહિનાના બીજા અઠવાડિયામાં મુંબઈના BDBમાં વેપારીઓ, દલાલો સાથે બેઠક યોજાઈ હતી. અરવિંદ ધાનેરા (શાહ), અનુપ મહેતા અને કિરીટ ભણસાલીનાં સહયોગથી મુંબઈના ભારત ડાયમંડ બુર્સ ખાતે SDB નાં સંચાલકો એ યોજેલી બેઠકમાં 1000 જેટલા વેપારીઓ, દલાલો ઉપસ્થિત રહ્યાં હતાં. જેમાં 7 જુલાઈ 2024નાં રોજ SDBની 500 ઓફિસો એક સાથે ખુલશે તેવી જાહેરાત કરવામાં આવી હતી.

______________________________________________________

Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM | WhatsApp

વધુ સમાચાર વાંચો :

- Advertisement -
  • DEEP SEA ELECTROTECH
  • Siddharth Hair Transplant