અભિનેત્રી એશ્લે પાર્ક પેન્ડોરાની નવી ગ્લોબલ બ્રાન્ડ એમ્બેસેડર બની

મને યાદ છે જ્યારે બાળપણમાં મને મારા એક બર્થ ડેમાં પેન્ડોરાનું બ્રેસલેટ ભેંટમાં મળ્યું હતું. તે બ્રેસલેટને હું મિસ કરી રહી છું : એશ્લે પાર્ક

Actress Ashley Park becomes Pandora's new global brand ambassador
સૌજન્ય : પાન્ડોરા
- Advertisement -
  • MASSIVE TECH LAB
  • SHREE-SIDDHI-VINAYAK-LASER-FEATURED
  • NAROLA MACHINES

DIAMOND CITY NEWS, SURAT

પેન્ડોરાએ પેરિસમાં નેટફ્લિક્સ શો સ્ટાર એમિલીની અભિનેત્રી એશ્લે પાર્કની બ્રાન્ડ એમ્બેસેડર તરીકે પસંદગી કરી છે.

મૂળ યુએસની 32 વર્ષીય અભિનેત્રી પાર્કે કહ્યું કે, મને યાદ આવે છે જ્યારે બાળપણમાં મને મારા એક બર્થ ડેમાં પેન્ડોરાનું બ્રેસલેટ ભેંટમાં મળ્યું હતું. તે બ્રેસલેટને હું મિસ કરી રહી છું.

પાર્ક હાલમાં મમ્મા મિયા, મીન ગર્લ્સ અને ધ કિંગ એન્ડ આઈ ના નિર્માણ હેઠળ બનેલી અને રિલિઝ થયેલી ફિલ્મ જોય રાઈડમાં જોવા મળી છે.

મોડલ પ્રીશિયસ લી, જૉર્જિયા જૈગર અને સિસિ જિયાંગ તેમજ ગૌસિપ ગર્લ સ્ટાર અને પ્રો સ્કેટ બોર્ડર ઈવાન મક, અભિનેત્રી તાસ્યા વાન રી અને ડાન્સર લાર્સન થોમ્પસન પણ પેન્ડોરના એમ્બેસેડર છે હવે પાર્ક આ શ્રેણીમાં સામેલ થઈ છે.

ડેન્માર્કમાં સ્થિત પેન્ડોરા દુનિયાની સૌથી મોટી જ્વેલરી બ્રાન્ડ છે, જેના વિશ્વભરમાં 6500થી વધુ રિટેલ સ્ટોર છે.

______________________________________________________

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM

વધુ સમાચાર વાંચો :

- Advertisement -
  • DEEP SEA ELECTROTECH
  • Siddharth Hair Transplant