DIAMOND CITY NEWS, SURAT
વિશ્વના અગ્રણી ઓક્શન હાઉસ ‘ફિલિપ્સ’ (Phillips) દ્વારા આગામી સમયમાં હોંગકોંગમાં યોજાનારી ‘હોંગકોંગ જ્વેલ્સ ઓક્શન’ (The Hong Kong Jewels Auction) માં એક અત્યંત દુર્લભ અને કિંમતી એમરાલ્ડ (પન્ના) રિંગ રજૂ કરવામાં આવનાર છે.
આ હરાજીમાં 9.22 કેરેટનો શુદ્ધ કોલમ્બિયન એમરાલ્ડ મુખ્ય આકર્ષણ રહેશે, જેની અંદાજિત કિંમત HKD 6.5 મિલિયન (આશરે 8.33 લાખ ડોલર અથવા ₹7 કરોડથી વધુ) આંકવામાં આવી છે.
કેમ ખાસ છે આ એમરાલ્ડ રિંગ?
આ રિંગની સૌથી મોટી વિશેષતા તેમાં જડેલો 9.22 કેરેટનો સ્ટેપ-કટ કોલમ્બિયન એમરાલ્ડ છે. રત્નશાસ્ત્રની દ્રષ્ટિએ, કોલમ્બિયાના પન્ના વિશ્વમાં સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે.
આ એમરાલ્ડને ટ્રેપેઝ-કટ ડાયમંડ ફ્રેમમાં મઢવામાં આવ્યો છે, જે તેની સુંદરતામાં અનેકગણો વધારો કરે છે. તેની શુદ્ધતા અને ઘેરો લીલો રંગ સંગ્રાહકો (Collectors) માટે તેને અત્યંત લોભામણી બનાવે છે.
હરાજીની અન્ય મુખ્ય વિગતો
ફિલિપ્સ દ્વારા માર્ચ 2026 માં યોજાનારી આ હરાજીમાં માત્ર આ રિંગ જ નહીં, પરંતુ અન્ય અનેક કિંમતી રત્નો પણ રાખવામાં આવ્યા છે :
- એમરાલ્ડ અને ડાયમંડ નેકલેસ : એક શાનદાર નેકલેસ જેની કિંમત HKD 4.3 મિલિયનથી 6 મિલિયનની($545,000 to $770,000) વચ્ચે રહેવાની ધારણા છે.
- નેચરલ પર્લ નેકલેસ: કુદરતી મોતીઓનો એક સેટ પણ આ હરાજીની શાન વધારશે. પ્રીસેલ અંદાજ: HKD 2.4 મિલિયન થી HKD 6 મિલિયન ($300,000 થી $770,000)
- બ્રાન્ડેડ જ્વેલરી : કાર્ટિયર (Cartier), બલ્ગારી (Bulgari), અને વેન ક્લીફ એન્ડ અર્પેલ્સ (Van Cleef & Arpels) જેવી પ્રતિષ્ઠિત બ્રાન્ડ્સના વિન્ટેજ પીસ પણ બોલી માટે મૂકવામાં આવશે.
બજારનો ટ્રેન્ડ અને ફિલિપ્સનો દબદબો
છેલ્લા કેટલાક સમયથી વૈભવી રત્નો અને ખાસ કરીને કલર્ડ ડાયમંડ અને એમરાલ્ડની માંગમાં જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો છે.
ફિલિપ્સ હોંગકોંગના જ્વેલરી વિભાગના વડાઓના જણાવ્યા અનુસાર, ગ્રાહકો હવે માત્ર ઘરેણાં તરીકે નહીં પરંતુ રોકાણ (Investment) તરીકે પણ આવા દુર્લભ રત્નો ખરીદવામાં રસ દાખવી રહ્યા છે.
ગયા વર્ષે પણ ફિલિપ્સની હરાજીમાં 55% નો વાર્ષિક વૃદ્ધિ દર જોવા મળ્યો હતો, જે સાબિત કરે છે કે એશિયન માર્કેટમાં કિંમતી પથ્થરોનો ક્રેઝ યથાવત છે.
આ હરાજી હોંગકોંગના વેસ્ટ કૂલૂન કલ્ચરલ ડિસ્ટ્રિક્ટ સ્થિત ફિલિપ્સ એશિયાના હેડક્વાર્ટરમાં યોજાશે, જેમાં વિશ્વભરના અબજોપતિઓ અને જ્વેલરી પ્રેમીઓ ભાગ લે તેવી પૂરી શક્યતા છે.
Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM | WhatsApp | YouTube























