GJEPC Organises Export Awareness Seminar in Zaveri Bazaar
(સૌજન્ય : GJEPC)
- Advertisement -
  • RAPID QUICK LASER SOLUTION
  • DHARMAJ TECHNOLOGIES

DIAMOND CITY NEWS, SURAT

જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (GJEPC)એ ગઈ ૨૭ નવેમ્બરે મુંબઈના ઝવેરી બજારમાં નાના-મધ્યમ દાગીના વેપારીઓ માટે એક મહત્વનો નિકાસ જાગૃતિ સેમિનાર યોજ્યો હતો. આ સેમિનારનું ટાઇટલ હતું “GJEPC se Judein aur Export Karen (Join GJEPC and Start Exporting)”.

સેમિનારમાં પહેલી વાર વિદેશમાં દાગીના નિકાસ કરવા ઇચ્છતા ૨૫થી વધુ વેપારીઓએ ઉત્સાહથી ભાગ લીધો હતો. GJEPCના MSME વિભાગે નિકાસની પૂરી પ્રક્રિયાને અત્યન્ત સરળ અને વ્યવહારુ ભાષામાં સમજાવી. બજારની માંગ ઓળખવી, યોગ્ય પ્રોડક્ટ પસંદ કરવી, કસ્ટમ્સ KYC, હેન્ડ-કેરી શિપમેન્ટ, નિકાસના કાગળો, વિદેશી કસ્ટમ્સ નિયમો, IJEX તેમજ સરકારી પ્રોત્સાહન યોજનાઓનો લાભ કેવી રીતે લેવો – આ તમામ બાબતો પર વિગતવાર પ્રકાશ પાડવામાં આવ્યો.

યુનિવર્સલ કનેક્શનના શ્રી મિહિર શાહે પોતાના વાસ્તવિક અનુભવો શેર કરી વિદેશી ખરીદદારોની અપેક્ષાઓ સ્પષ્ટ કરી, જ્યારે GJEPCના સિનિયર ડિરેક્ટર શ્રી મિથિલેશ પાંડેયે કાનૂની બાબતો, કંપ્લાયન્સ અને સરકારી સહાયની સંપૂર્ણ માહિતી આપી.

સહભાગીઓએ પોતાની દરેક શંકાનો તરત જવાબ મેળવ્યો અને સેમિનાર બાદ દરેકે કહ્યું કે આવો પ્રોગ્રામ તેમને નિકાસ શરૂ કરવા માટે સંપૂર્ણ આત્મવિશ્વાસ આપી ગયો છે.

GJEPCએ જણાવ્યું કે આવા નિકાસ જાગૃતિ સેમિનાર હવે ગુજરાત, રાજસ્થાન અને અન્ય મોટાં જવેલરી સેન્ટરોમાં પણ નિયમિત યોજાશે, જેથી વધુને વધુ MSME વેપારીઓ વૈશ્વિક બજાર સાથે સીધા જોડાઈ શકે.


Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM | WhatsApp | YouTube

- Advertisement -
  • Achromic
  • Siddharth Hair Transplant