What size diamonds are in demand in the diamond market right now
- Advertisement -
  • RAPID QUICK LASER SOLUTION
  • DHARMAJ TECHNOLOGIES

DIAMOND CITY NEWS, SURAT

વૈશ્વિક સ્તરે નંબર વન સુરતના ડાયમંડ ઉદ્યોગનો ઝળહળાટ છેલ્લાં 3 વર્ષથી ફીકો પડી ગયો છે. રશિયા- યુક્રેન યુદ્ધ, ઇઝરાયલ યુદ્ધ અને હવે અમેરિકાનું ટૅરિફ વોર આવા અનેક કારણોસર ડાયમંડ ઉદ્યોગ મંદીના અજગર ભરડામાં સપડાઇ ગયો છે.

ડાયમંડ સિટી ન્યુઝ પેપરના ઉદ્યોગના સવાલમાં આ વખતે અમે ડાયમંડના વેપારીઓને સવાલ પૂછ્યો કે, અત્યારે ડાયમંડ માર્કેટમાં કઇ સાઇઝના હીરાની ડિમાન્ડ છે?

મોટા ભાગના ડાયમંડ વેપારીઓનું કહેવું છે કે, નેચરલ ડાયમંડમાં મોટી સાઇઝના ડાયમંડમાં તેજી છે, એટલી સારી ડિમાન્ડ છે કે અમૂક માલોની તો શોર્ટજ છે.

જોકે, કેટલાંક વેપારીઓ એમ પણ કહ્યું કે, મોટા ખેલાડીઓનો ધંધો સારો ચાલે છે, પરંતુ 80 ટકા નાના કારખાનેદારો પાસે ધંધો નથી. કેટલાંકે પતલી સાઇઝમાં ડિમાન્ડ હોવાનું અને નેચરલ ઉપરાંત લેબગ્રોન ડાયમંડમાં પણ થોડી લેવાલી હોવાનું કહ્યું .

ડાયમંડના કેટલાંક વેપારીઓનું માનવું છે કે, આ વખતની દિવાળી ગયા વખતની સરખામણીએ ઘણી સારી રહેશે. ઓવરઓલ કહીએ તો ડાયમંડ માર્કેટમાં થોડી મુવમેન્ટ તો જોવા મળી રહી છે.

What size diamonds are in demand in the diamond market right now-nilesh bodki

2 કેરેટથી ઉપરની સાઇઝમાં સારી ડિમાન્ડ છે : નિલેશ બોડકી

નેહા જેમ્સના માલિક અને સુરત ડાયમંડ બુર્સ સાથે સંકળાયેલા નિલેશ બોડકીનું કહેવું છે કે, 2 કેરેટથી ઉપરની સાઇઝના ડાયમંડમાં અત્યારે સારી ડિમાન્ડ છે.

ખાસ કરીને D, V, F, V, S જેવા કલરના હીરાની માંગ છે. રાઉન્ડ હીરા ચાલે છે, ફેન્સીમાં એટલી ડિમાન્ડ નથી. ઉપરાંત પતલી સાઇઝના હીરા ખાસ કરીને માઇનસ 2માં થોડી મુવમેન્ટ છે. 20 પોઇન્ટર થી 90 પોઇન્ટરના હીરામાં લેવાલી ખાસ ઓછી થઇ ગઇ છે.

JCK લાસ વેગાસના શો પહેલા આ ડોઝિયર ડાયમંડની ડિમાન્ડ હતી, પરંતુ, અત્યારે બંધ થઇ ગઇ છે. દિવાળી સુધીમાં આ ડાયમંડમાં લેવાલી નિકળે તેવી સંભાવના છે.

What size diamonds are in demand in the diamond market right now-haresh vaghani

વ્હાઇટ ડાયમંડમાં લેવાલી છે બ્રાઉનમાં ડિમાન્ડ ઓછી છે : હરેશ વાઘાણી

ભાવનગરના ડાયમંડના વેપારી Roomy Exportsના માલિક હરેશ વાઘાણીએ કહ્યું કે, આમ તો ડાયમંડ માર્કેટ અત્યારે સ્લો છે. 1 કેરેટથી ઉપરના ડાયમંડમાં થોડી મુવમેન્ટ છે.

લેબગ્રોન ડાયમંડમાં પણ સ્ટાર, મેલે અને માઇનસ ડાયમંડમાં લેવાલી છે. વ્હાઇટ ડાયમંડનો માલ ચલણમાં છે, પરંતુ બ્રાઉનમાં એટલી બધી પુછપરછ નથી.

What size diamonds are in demand in the diamond market right now-hitesh khunt

પતલી સાઇઝના હીરામાં ડિમાન્ડ સારી છે : હિતેશ ખૂંટ

ક્રિનલ જેમ્સના માલિક હિતેશ ખૂંટે કહ્યું કે, છેલ્લાં 3 વર્ષથી ડાયમંડ સાથે સંકળાયેલા લોકો દર વર્ષે આશા રાખીને ધંધો ચલાવી રહ્યા છે કે, આજે બજાર ઉપડશે, કાલે ઉપડશે, પરંતુ આમને આમ 3 વર્ષના વહાણ વિતી ગયા.

હજુ પણ બજાર સુધરે એવા કોઇ સંકેત દેખાતા નથી. હા એટલું ખરું કે અત્યારે પતલી સાઇઝના ડાયમંડ ખાસ કરીને 20 સેન્ટથી નીચેના ડાયમંડમાં લેવાલી છે. 20 સેન્ટ ઉપરના ડાયમંડમાં પ્રાઇસ મળતા નથી.

What size diamonds are in demand in the diamond market right now-dipak ghanghali

દિવાળી સુધીમાં ડાયમંડ માર્કેટની ગાડી જોરમાં આવી જશે : દિપક ઘાંઘળી

દિવેરા ડાયમંડ જ્વેલરીના માલિક દીપક ઘાંઘણીએ આશાવાદ દર્શાવ્યો હતો કે, આ વખતે દિવાળી પહેલા ડાયમંડ માર્કેટની ગાડી જોરમાં આવી જશે. મતલબ કે દિવાળી સુધીમાં ડાયમંડ માર્કેટ સુધરી જવાની તેમને આશા છે.

ઘાંઘાણીએ કહ્યું કે, નેચરલ ડાયમંડમાં મેલે ડાયમંડ, માઇનસ ટુમાં મુવમેન્ટ સારી છે. દિવાળી સુધરી જવાના કારણોમાં તેમણે કહ્યું કે, છેલ્લાં 3 વર્ષથી હીરાઉદ્યોગમાં મંદી છે એટલે આ વખતે મુવમેન્ટની અપેક્ષા છે.

ભારતમાં હવે તહેવારોની સિઝન શરૂ થવાની છે એટલે સ્થાનિક લેવલે માંગ નિકળશે અને નેચરલ ડાયમંડના ભાવ ઘણા સમયથી કંટ્રોલમાં આવી ગયા છે એટલે ગ્રાહકો હવે નેચરલ ડાયમંડ તરફ વળ્યા છે. આ બધા કારણો જોતા દિવાળી સુધીમાં માર્કેટ સારું ચાલશે.

What size diamonds are in demand in the diamond market right now-jignesh mistry

ખાલી પતલી સાઇઝના હીરામાં જ ડિમાન્ડ છે, પણ ભાવ પૂરતા મળતા નથી : જિગ્નેશ મિસ્ત્રી

રન્નાદે ડાયમંડના જિગ્નેશ મિસ્ત્રીએ કહ્યું કે, અત્યારે ડાયમંડ માર્કેટમાં માત્ર માઇનસ ટુ પતલી સાઇઝના હીરામાં ડિમાન્ડ છે. પરંતુ અત્યારે કોઇ પણ સાઇઝ ભલે તે પતલી સાઇઝના હોય તો પણ પૂરતા ભાવ મળતા નથી.

મોટી સાઇઝમાં પુછપરછ છે, પરંતુ 100માંથી 5 લોકો આ સાઇઝ માંગતા હોય તો એને ડિમાન્ડ ન કહેવાય. ઘણા બધા કારખાનેદારો પાસે સ્ટૉક પડી રહ્યો છે.

મિસ્ત્રીએ એક ઉદાહરણ આપતા કહ્યું કે, કોઇ કોથળો ભરીને રીંગણા વેચવા આવે અને તેમાંથી 5-6 પતલા રિંગણા વેચાઈ અને બાકીના પડી રહે એવું ડાયમંડ માર્કેટમાં અત્યારે છે. કોઇ માંગે તો પણ આખો કોથળો અડધા ભાવે.


Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM | WhatsApp | YouTube

- Advertisement -
  • Achromic
  • Siddharth Hair Transplant