Diamond company jayakar group organized a cricket league for its staff-1
- Advertisement -
  • RAPID QUICK LASER SOLUTION
  • DHARMAJ TECHNOLOGIES

DIAMOND CITY NEWS, SURAT

સુરતની જાણીતી ડાયમંડ કંપની જયકાર ગ્રુપ દ્વારા 3 અને 4 મે, એમ 2 દિવસ માટે પાલ, ગૌરવપથ રોડ પર કંપનીના કર્મચારીઓ માટે જયકાર પ્રિમિયર લીગ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અનેક ઇનામોનું વિતરણ કરવામાં આવ્યા હતું.

Diamond company jayakar group organized a cricket league for its staff-4

જયકાર ગ્રુપના માલિક શ્રી નરેશભાઇ પરીખના પુત્ર કવિત પરીખ અને એમની આખી ટીમે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કર્યું હતું. કવિતભાઇ એ કહ્યું કે, જયકાર ગ્રુપ દ્વારા પહેલી વખત બોક્સ ક્રિકેટનું આયોજન કરવામાં આવ્યું. જેની પાછળનો હેતુ એવો હતો કે, કર્મચારીઓમાં એકતા અને ટીમ ભાવના ખીલે, સ્ટાફના પરિવારજનો એકબીજાથી પરિચિત થાય.

Diamond company jayakar group organized a cricket league for its staff-4

આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં કર્મચારીઓના પરિવારજનોને પણ બોલાવાયા હતા અને તેમના માટે નાસ્તા, લંચ, ડિનર, ચા સહિતની તમામ સુવિધા રાખવામાં આવી હતી અને બાળકો માટે રાઇડ્સની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. કર્મચારીઓ અને તેમના પરિવારજનોએ મેચનો ભરપૂર આનંદ ઉઠાવ્યો હતો.

Diamond company jayakar group organized a cricket league for its staff-4

કવિતભાઇએ કહ્યું કે, આ ક્રિકેટ ટુર્નામેન્ટ અમારી કંપનીના જુદા જુદા ડિપાર્ટમેન્ટ વચ્ચે રાખવામાં આવી હતી અને ટીમના 9 સભ્યોને એ રીતે નક્કી કરવામાં આવ્યા કે બધી ટીમો વચ્ચે સંતુલન જળવાઈ શકે. કોઇ એક ટીમ મજબુત અને એક ટીમ નબળી ન બની જાય એ બાબતે પુરતી કાળજી રાખવામાં આવી હતી.

તેમણે આગળ કહ્યું કે, મેચ માટે ABCD ગ્રુપ બનાવવામાં આવ્યા હતા. એક ટીમ 5 મેચ રમે. દરેક ગ્રુપમાંથી 2 ટીમ સિલેક્ટ થાય અને તેમાંથી સુપર 8 ટીમ બને. એમાંથી જે 4 ટીમ હારે તે બહાર થઇ જાય અને 4 ટીમો વચ્ચેની સેમિ ફાઇનલ રમાઈ અને એમાંથી જીતનારી ટીમ ફાઇનલ મેચ રમી હતી.

ફાઇનલ મેચમાં “જે ટ્રેડ જાયન્ટસ” વિજેતા બની હતી અને રનર્સઅપ ટીમ “ધ લેબ લેજન્ડ” રહી હતી.

કવિતભાઇ એ કહ્યું કે,  વિજેતા ચૅમ્પિયન ટીમ તથા રનર્સઅપ ટીમને શ્રી નરેશભાઇ પરીખના હસ્તે ટ્રોફી એનાયત કરવામાં આવી હતી, ઉપરાંત મેન ઓફ ધ મેચ, મેન ઓફ ધ સિરિઝ, બેસ્ટ બેટ્સમેન, બેસ્ટ બૉલર, બેસ્ટ ફીલ્ડરના એવોર્ડ પણ આપવામાં આવ્યા હતા. આ ઉપરાંત કર્મચારી પરિવારની મહિલાઓ તથા બાળકો માટે પણ  ફ્રેન્ડલી મેચનું આયોજન પણ કરવામાં આવ્યું હતું.

ટૂંકમાં કંપનીના કર્મચારીઓ અને તેમના પરિવારજનોએ ક્રિકેટ ટુર્નામેન્ટનો ભરપૂર આનંદ ઉઠાવ્યો.


Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM | WhatsApp | YouTube

વધુ સમાચાર વાંચો :

- Advertisement -
  • Achromic
  • Siddharth Hair Transplant