Appointment of new office bearers for the Surat Diamond Association
- Advertisement -
  • RAPID QUICK LASER SOLUTION
  • DHARMAJ TECHNOLOGIES

DIAMOND CITY NEWS, SURAT 
વૈશ્વિક હીરા નગરી સુરતના ડાયમંડ ઉદ્યોગની અગ્રણી સંસ્થા ‘સુરત ડાયમંડ એસોસિએશન’ (SDA) દ્વારા વર્ષ ૨૦૨૬-૨૦૨૭ ના નાણાકીય વર્ષ માટે નવા હોદ્દેદારોની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે.

૭ સપ્ટેમ્બર ૨૦૨૬ ના રોજ વરાછા, મિની બજાર સ્થિત એસોસિએશનની કચેરી ખાતે નવી ચૂંટાયેલી કારોબારી સમિતિની પ્રથમ મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં આગામી વર્ષ માટેના નવા હોદ્દેદારોની નિમણૂક પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી.

એસોસિએશનના મેનેજર હિતેશ ગામી દ્વારા જારી કરવામાં આવેલી સત્તાવાર યાદી મુજબ, નવા વરાયેલા હોદ્દેદારોની યાદી નીચે મુજબ છે :
• પ્રમુખશ્રી : જગદીશભાઈ પી. ખુંટ
• ઉપપ્રમુખશ્રી : જયેશભાઈ એમ. પટેલ
• મંત્રીશ્રી : ધીરૂભાઈ પી. સવાણી
• સહમંત્રીશ્રી : કિર્તીકુમાર એલ. શાહ
• ખજાનચીશ્રી : શાંતિલાલ વી. ધાનાણી
સુરત ડાયમંડ એસોસિએશન હીરા ઉદ્યોગ સાથે જોડાયેલા વેપારીઓ, ઉત્પાદકો અને રત્નકલાકારોના હિતોનું રક્ષણ કરવા માટે સતત કાર્યરત રહે છે. નવી નિયુક્ત થયેલી આ ટીમ આગામી વર્ષ દરમિયાન ઉદ્યોગના પ્રશ્નો, પડકારો અને વિકાસ લક્ષી પ્રવૃત્તિઓનું નેતૃત્વ કરશે.


Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM | WhatsApp | YouTube

- Advertisement -
  • Achromic
  • Siddharth Hair Transplant