Price Stability and Cost Cuts Reduce De Beers Loss
ચિત્ર : કેનેડાના કેલગરી ખાતે ડી બીયર્સની ઓફિસમાં પ્રદર્શન માટે રફ હીરા. સૌજન્ય : બેન પેરી/આર્મરી ફિલ્મ્સ/ડી બીયર્સ)
- Advertisement -
  • RAPID QUICK LASER SOLUTION
  • DHARMAJ TECHNOLOGIES

DIAMOND CITY NEWS, SURAT

વૈશ્વિક હીરા બજારમાં લાંબા સમયથી ચાલી રહેલી મંદી વચ્ચે વિશ્વની અગ્રણી ડાયમંડ માઇનિંગ કંપની ડી બીયર્સ માટે ૨૦૨૬નું પ્રથમ છમાસિક ગાળો થોડી રાહત લઈને આવ્યો છે. કંપનીના વહીવટી ખર્ચમાં કરાયેલા નોંધપાત્ર કાપ અને રફ હીરાના ભાવમાં આવેલી સાપેક્ષ સ્થિરતાને કારણે ડી બીયર્સ તેની નાણાકીય ખોટ ૨૩% સુધી ઘટાડવામાં સફળ રહી છે.

૨૦૨૬ ના પ્રથમ છ માસના મુખ્ય નાણાકીય આંકડા

ડી બીયર્સની પેરન્ટ કંપની ‘એંગ્લો અમેરિકન પીએલસી’ (Anglo American PLC) દ્વારા જાહેર કરાયેલા અહેવાલ મુજબ કંપનીની આર્થિક સ્થિતિ નીચે મુજબ રહી છે :

  • અંડરલાઇંગ લોસ : અગાઉના વર્ષની સરખામણીએ ૨૩% ઘટીને ૧૮૮ મિલિયન ડૉલર રહી છે.
  • ઇબીઆઈટી ખોટ (EBITDA Loss): વ્યાજ, ટેક્સ અને ઘસારા પહેલાંની ખોટ ૪૦% ઘટીને ૧૧૩ મિલિયન ડૉલર નોંધાઈ છે (જે ગયા વર્ષે $૧૮૯ મિલિયન હતી).
  • કુલ આવક : રફના સરેરાશ વેચાણ ભાવમાં ૩૨% નો ઘટાડો ($૧૦૫ પ્રતિ કેરેટ) થતાં કુલ આવક ૧૯% ઘટીને ૧.૫૮ અબજ ડૉલર રહી છે.
  • મૂડી ખર્ચ : રોકડ બચાવવાના પગલાં હેઠળ કેપિટલ એક્સપેન્ડીચર ૩૩% ઘટાડીને ૧૧૫ મિલિયન ડૉલર કરી દેવામાં આવ્યો છે.

ટ્રેડિંગ બિઝનેસમાં નફો અને ભાવમાં સ્થિરતા

અગાઉના વર્ષે (૨૦૨૫ ના પ્રથમ છ માસમાં) રફ હીરાના તીવ્ર ઘટેલા ભાવને કારણે ડી બીયર્સે ભારે ટ્રેડિંગ નુકસાન સહન કરવું પડ્યું હતું. પરંતુ ૨૦૨૬ ના પ્રથમ છ માસ દરમિયાન રફ હીરાનો પ્રાઇસ ઇન્ડેક્સ સ્થિર રહ્યો હતો (પ્રથમ ક્વાર્ટરમાં ૬૮ અને બીજા ક્વાર્ટરમાં ૬૯).

કંપનીના પ્રવક્તાએ સ્પષ્ટતા કરી હતી કે, “રફ હીરાના ભાવ ઇન્ડેક્સમાં સ્થિરતા આવવાથી ટ્રેડિંગ વિભાગ ફરી નફાકારક બન્યો છે, કારણ કે અમે જે ભાવે રફ ખરીદી હતી તેનાથી નીચા ભાવે વેચવાની નોબત આવી નથી.” પરિણામે ટ્રેડિંગ વિભાગનો EBITDA ગયા વર્ષના $૨૬૦ મિલિયનના નુકસાન સામે આ વર્ષે ૩૦ મિલિયન ડૉલર નફામાં રૂપાંતરિત થયો છે.

‘વેનેશિયા માઇન’ બંધ અને ખર્ચમાં મોટો કાપ

કંપનીએ વેચાણ અને ઉત્પાદન ખર્ચ ઘટાડવા માટે આકરા પગલાં લીધા છે :

  • ઉત્પાદન ખર્ચમાં ઘટાડો : કેનેડાની ‘ગાહચો કુએ’ ખાણમાંથી મળેલા ઉચ્ચ ગુણવત્તા વાળા ઓર અને ઓપરેટિંગ ખર્ચ ઘટાડવાને કારણે કેરેટ દીઠ ઉત્પાદન ખર્ચ ૨૬% ઘટીને $૬૪ પ્રતિ કેરેટ આવ્યો છે.
  • વેનેશિયા માઇન સસ્પેન્ડ : આગામી સમયમાં કંપનીના સૂચિત વેચાણ પહેલા ખર્ચ ઘટાડવાના ભાગરૂપે દક્ષિણ આફ્રિકા સ્થિત જાણીતી ‘વેનેશિયા માઇન’ ખાતે ઉત્પાદન બે વર્ષ માટે સ્થગિત કરવાનો નિર્ણય લેવાયો છે.
  • ઓવરહેડ્સ કાપ : ૨૦૨૪ થી અત્યાર સુધીમાં કંપનીએ પોતાના વાર્ષિક ઓવરહેડ્સ ખર્ચમાં ૧૦૦ મિલિયન ડૉલરથી વધુનો કાપ મૂક્યો છે.

$૧ અબજના સોદાની દિશામાં પ્રગતિ

એંગ્લો અમેરિકનના સીઇઓ ડંકન વાનબ્લેડ (Duncan Wanblad) જણાવ્યુ હતું કે, કંપની ડી બીયર્સના ૮૫% હિસ્સાને વેચવાની પ્રક્રિયા ઝડપથી આગળ ધપાવી રહી છે. ડી બીયર્સના પૂર્વ સીએમડી ગેરેથ પેનીના ‘ગ્લોબલ ડાયમંડ કન્સોર્ટિયમ’ સાથે આશરે ૧ અબજ ડૉલરમાં વેચાણ અંગે વાટાઘાટો ચાલી રહી છે, જે ૨૦૧૧ ના $૧૨.૭૫ અબજના વેલ્યુએશન કરતાં અત્યંત ઓછું છે.


Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM | WhatsApp | YouTube

- Advertisement -
  • Achromic
  • Siddharth Hair Transplant