Israel Diamond Sector in Crisis - Diamond Exports Drop to All-Time Low
(સૌજન્ય : IDEX)
- Advertisement -
  • RAPID QUICK LASER SOLUTION
  • DHARMAJ TECHNOLOGIES

DIAMOND CITY NEWS, SURAT

વૈશ્વિક હીરા ઉદ્યોગના ઇતિહાસમાં ક્યારેય ન જોઈ હોય તેવી અસાધારણ મંદી અને સંકટનો સામનો હાલ ઇઝરાયેલનું ડાયમંડ માર્કેટ કરી રહ્યું છે.

ઇઝરાયેલના અર્થતંત્ર અને ઉદ્યોગ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા તાજેતરના આંકડા મુજબ, વર્ષ ૨૦૨૬ના પ્રથમ છમાસિક ગાળા (જાન્યુઆરી થી જૂન)માં ઇઝરાયેલની કુલ હીરાની કુલ નિકાસ ઘટીને માત્ર $૨.૪ બિલિયન પર આવી ગઈ છે. દેશના આધુનિક હીરા ઉદ્યોગના ઇતિહાસમાં નિકાસનો આ આંકડો અત્યાર સુધીની સૌથી નીચલી સપાટી એટલે કે “રેકોર્ડ લો” તરીકે દર્શાવવામાં આવ્યો છે.

મંત્રાલયના સત્તાવાર ડેટા અનુસાર, જાન્યુઆરીથી જૂન ૨૦૨૬ દરમિયાન ગ્રોસ પોલિશ્ડ ડાયમંડની નિકાસ ૨૨% ઘટીને $૧.૭૭ બિલિયન થઈ ગઈ છે.

જ્યારે બીજી તરફ, રફ ડાયમંડની નિકાસમાં ૩૪%નો મોટો ઘટાડો નોંધાયો છે, જે ઘટીને માત્ર $૨૦૦ મિલિયનથી થોડી વધુ રહી છે. ઉલ્લેખનીય છે કે કુલ $૨.૪ બિલિયનના કુલ આંકડામાં ડાયમંડ જ્વેલરીની નિકાસનો પણ સમાવેશ થાય છે.

ઇઝરાયેલના ડાયમંડ કન્ટ્રોલર નેતાલી ગુટમેને સ્થાનિક ન્યૂઝ પોર્ટલ ‘Ynet’ સાથેની વાતચીતમાં ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, “આજે ઇઝરાયેલમાં હીરાના વેપારનું કદ એક દાયકા પહેલાં જે હતું તેનાથી ઘટીને માત્ર ત્રીજા ભાગનું રહી ગયું છે. વર્ષ ૨૦૨૨થી જ નિકાસમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે અને હાલમાં આપણે ઉદ્યોગના ઈતિહાસના સૌથી નીચા સ્તરે પહોંચી ગયા છીએ.”

ઐતિહાસિક આંકડાઓ સાથે સરખામણી કરીએ તો, વર્ષ ૨૦૧૫માં જ્યારે ઇઝરાયેલનું ડાયમંડ માર્કેટ તેની ચરમસીમા પર હતું, ત્યારે માત્ર પોલિશ્ડ હીરાની વાર્ષિક નિકાસ જ આશરે $૭ બિલિયન જેટલી હતી. પરંતુ ત્યાર બાદથી નિકાસમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે.

એક સમયે વૈશ્વિક હીરા વેપારનું મુખ્ય કેન્દ્ર અને હીરાના કટિંગ તથા પોલિશિંગનું સૌથી મોટું વૈશ્વિક હબ ગણાતું ઇઝરાયેલ હવે આંતરરાષ્ટ્રીય માર્કેટમાં પાછળ ધકેલાઈ રહ્યું છે. ઇઝરાયેલી હીરા ઉદ્યોગના આ પતન માટે મુખ્યત્વે અનેક પરિબળો જવાબદાર છે :

૧. દુબઈનો ઉદય : યુએઈ (દુબઈ) જેવા નવા ટ્રેડિંગ હબ ઝડપથી ઉભરી આવતા વેપારીઓ ઇઝરાયેલથી દુબઈ તરફ વળ્યા છે.
૨. લેબ-ગ્રોન ડાયમંડ્સ : નેચરલ હીરા સામે કૃત્રિમ હીરાના વધેલા ઉત્પાદનથી પરંપરાગત હીરાના માર્કેટને મોટો ફટકો પડ્યો છે.
૩. અમેરિકી ટેરિફ : યુનાઇટેડ સ્ટેટ્સ (US) દ્વારા ઇઝરાયેલથી જતી હીરાની નિકાસ પર લાદવામાં આવેલી ૧૦% વધારાની ટેરિફ ડ્યુટીથી ઇઝરાયેલી વેપારીઓની સ્પર્ધાત્મકતા ઘટી છે.
૪. સુરક્ષા અને વૈશ્વિક મંદી : દેશમાં ચાલી રહેલી ભૌગોલિક-રાજકીય અસ્થિરતા, સુરક્ષા સંબંધિત ચિંતાઓ અને આંતરરાષ્ટ્રીય બજારમાં જોવા મળતી વ્યાપક મંદીના કારણે ઇઝરાયેલનો ડાયમંડ બિઝનેસ ધકેલાઈ રહ્યો છે.


Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM | WhatsApp | YouTube

- Advertisement -
  • Achromic
  • Siddharth Hair Transplant