Hastmilap Receives Patent for Revolutionary Prismix Cut Technique - A New Chapter in Diamond Innovation Begins from Surat
- Advertisement -
  • RAPID QUICK LASER SOLUTION
  • DHARMAJ TECHNOLOGIES

DIAMOND CITY NEWS, SURAT

સુરત, ગુજરાત | 14મી જુલાઈ, 2026 : ભારતની અગ્રણી ઈન્ટીગ્રેટેડ જ્વેલરી ઉત્પાદક, સુરત સ્થિત હસ્તમિલાપ પ્રાઇવેટ લિમિટેડ કંપનીએ તેની માલિકીની ખાસ ડાયમંડ કટીંગ માટેની ઇનોવેટિવ એવી પ્રિઝ્મિક્સ કટ ટેકનિક માટે પેટન્ટ પ્રાપ્ત કર્યુ છે. સ્ટ્રક્ચર્ડ ડાયમંડની વિઝ્યુઅલ પરફોર્મન્સને નવી રીતે ડિઝાઇન કરવા માટે ડેવલપ કરવામાં આવેલી પ્રિસ્મિક્સ કટ ટેકનીક, એ માત્ર કંપની માટે જ નહીં, પરંતુ દુનિયામાં ડાયમંડ કેપિટલ તરીકે વિખ્યાત સુરતના વારસા માટે પણ એક મહત્વપૂર્ણ માઇલસ્ટોન છે. 

પ્રિઝમિક્સ કટ ટેકનીક, એક એવા સિદ્ધાંત પર બનાવવામાં આવી છે, જે કોન્સેપ્ટની રીતે સરળ છે, છતાં અમલમાં મુશ્કેલ છે. બે બેગુએટ ડાયમંડને મિરર-ઇમેજ વિરોધમાં ચોક્કસ રીતે મુકવામાં આવે છે, જે એક કેન્દ્રીય ધરી પર એકબીજાની સામે હોય છે, જેથી સંપૂર્ણપણે એક નવું એકીકૃત સ્વરૂપ બનાવી શકાય. ક્લાસિક સ્ટેપ કટની સ્વચ્છ ભૂમિતિ અને શિસ્તબદ્ધ એલીગેંસ જાળવી રાખીને, આ ઇનોવેટિવ કન્ફિગરેશન એક સ્પષ્ટ અને આકર્ષક વિઝ્યુઅલ પ્રેઝન્ટેશન આપે છે. 

સામાન્ય પરંપરાગત બેગેટ ગોઠવણીથી અલગ, પ્રિઝ્મિક્સ કટ બંને ડાયમંડને સક્રિય ટેબલ-ફેસિંગ સરફેસ તરીકે ગણે છે. કટમાં પ્રવેશતી લાઈટ એકસાથે બે દિશાઓથી રિસીવ, રિફ્રેક્ટ અને રિફલેક્ટ થાય છે. તેના 38 પાસાં એકલા નહીં, પરંતુ તાલમેલ સાથે કામ કરે છે, અરીસાની ધરી પર લાઈટ પસાર કરે છે અને સંયુક્ત સ્વરૂપમાં ચમક વધારે છે. 

તેનું પરિણામ એક સતત, બન્ને તરફની ચમક છે, જે અનેક ખૂણાઓથી પ્રકાશને કેપ્ચર કરે છે, તેને લાંબા સમય સુધી રોકી રાખે છે અને તેને નોંધપાત્ર સ્પષ્ટતા, ઊંડાઈ અને ચમક સાથે પરત કરે છે. વધારાના મટિરિયલ પર આધાર રાખવાને બદલે, પ્રિઝ્મિક્સ કટ દર્શાવે છે કે, કેવી રીતે આયોજન સાથેની પ્રભાવશાળી ડિઝાઇન અને ચોકસાઇપૂર્વક એન્જિનિયરિંગ, હીરાનું કામ કરવાની પદ્ધતિ બદલી શકે છે. 

મનમોહક જ્વેલરી માટે રચવામાં આવેલી પ્રિઝ્મિક્સ કટ ટેકનીક, ખાસ કરીને નેકલેસ, બ્રેસલેટ, બંગડીઓ, વીંટીઓ, કાનની બુટ્ટીઓ અને અન્ય આજના જમાનાની જ્વેલરી માટે અનુકૂળ છે, જ્યાં ખાસ કરીને લિનિયર અને જ્યોમેટ્રીક ડિઝાઇન પસંદ કરવામાં આવે છે. વિઝ્યુઅલ બ્રિલિયંસ અને ડિઝાઇન વૈવિધ્યતાને જોડીને, આ ઈનોવેશન જ્વેલરી ડિઝાઇનર્સ માટે નવી ક્રિએટીવ શક્યતાઓ ખોલે છે. આની સાથે જ, ગ્રાહકોને પરંપરાગત બેગેટ-સેટ જ્વેલરીથી વિપરીત, એક ખાસ ડાયમંડનો રોમાંચક અનુભવ આપે છે. 

આ ઈનોવેશનનો ઉદ્ભવ ગ્રાહકની જરૂરિયાતને કારણે થયો, જ્યાં પરંપરાગત બેગેટ ડાયમંડ, સ્ટ્રક્ચર્ડ જ્વેલરી ડિઝાઇનમાં ઇચ્છિત વિઝ્યુઅલ ઈમ્પેક્ટ આપી શકતા ન હતા. આ મર્યાદાને લીધે જ્વેલરીમાં ફેરફાર કરવાને બદલે, વિશાલ ધોલિયાને પ્રશ્ન થયો કે, શું ડાયમંડને જ ફરીથી બનાવી શકાય છે. સતત રિસર્ચ, વારંવારની ટ્રાયલ અને કાળજીપૂર્વક નિરીક્ષણ પછી, આ પ્રયાસ પ્રિઝમિક્સ કટ ટેકનીક તરીકે વિકસિત થયો. એક એવું ઈનોવેશન, જે મૂળ વિચારસરણી દ્વારા ડિઝાઇનના પડકારોને ઉકેલવા માટે હસ્તમિલાપની પ્રતિબદ્ધતા દર્શાવે છે. 

આ સિદ્ધિ અંગે હસ્તમિલાપ પ્રાઇવેટ લિમિટેડના સંસ્થાપક અને મેનેજિંગ ડિરેક્ટર વિશાલ ધોલિયાએ જણાવ્યું હતું કે, “પ્રિઝમિક્સ કટની શરૂઆત એક સરળ પ્રશ્ન સાથે થઈ હતી, શું આપણે ડિઝાઇન સાથે સમાધાન કરવાને બદલે હીરા વિશે ફરીથી વિચાર કરી શકીએ.? આ જિજ્ઞાસા જ અમને રિસર્ચની સફર પર દોરી ગઈ અને આજે, પ્રિઝમિક્સ કટ ટેકનિક માટે પેટન્ટ મેળવવી, એ ખરેખર અમારી સમગ્ર ટીમ માટે ખુબજ ગર્વની વાત છે. આ ઈનોવેશન અમારો વિશ્વાસ દર્શાવે છે કે, કારીગરીનો વિકાસ ક્યારેય અટકવો જોઈએ નહીં. હું આ સિદ્ધિ સુરતના કારીગરોને સમર્પિત કરું છું, જેમની કુશળતા અને સમર્પણે પેઢીઓથી વૈશ્વિક હીરા ઉદ્યોગને આકાર આપ્યો છે. મને આશા છે કે, પ્રિઝ્મિક્સ કટ ભારતીય નવીનતાનું પ્રતીક બનશે અને ઉદ્યોગને શક્ય હોય તેવી સીમાઓને નિરંતર આગળ વધારવા માટે પ્રેરણા આપશે.” 

ઘણા દશકોથી, સુરતને વિશ્વના મોટાભાગના ડાયમંડ કટીંગ અને પોલીશીંગ કરવા માટેના મુખ્ય સેન્ટર તરીકે ઓળખવામાં આવે છે. પ્રિઝ્મિક્સ કટ ટેકનિક સાથે, હસ્તમિલાપ તે વારસામાં એક વધુ પરિમાણ ઉમેરવાનો પ્રયાસ કરે છે, જ્યાં કારીગરીની સાથે-સાથે ઈનોવેશન પણ થાય છે. આ પેટન્ટ કરાયેલી ટેકનિક કંપનીના વૈશ્વિક જ્વેલરી ઉદ્યોગમાં મૂળ બૌદ્ધિક સંપદાનું યોગદાન આપવાના વિઝનને મજબૂત બનાવે છે. આની સાથે જ, તે ભારતની માત્ર મેન્યુફેક્ચરિંગ એક્સેલેંસ(ઉત્પાદન શ્રેષ્ઠતા)માં જ નહીં, પરંતુ પ્રોડક્ટ ઈનોવેશનમાં પણ નેતૃત્વ કરવાની ક્ષમતા દર્શાવે છે. 

હસ્તમિલાપ પ્રાઇવેટ લિમિટેડ કંપની વિશે સંક્ષિપ્ત માહિતી :  

હસ્તમિલપ પ્રાઈવેટ લિમિટેડ, સુરત સ્થિત, સંપૂર્ણ ઈન્ટીગ્રેટેડ જ્વેલરી ઉત્પાદક છે. આ કંપની બે દાયકાથી વધુ સમયથી આકર્ષક અને સુંદર જ્વેલરી ઉત્પાદન ક્ષેત્રે કુશળતા ધરાવે છે. સંપૂર્ણ ઇન-હાઉસ પ્રોડક્શન, 250 થી વધુ પ્રોફેશનલ્સની ટીમ અને એડવાન્સ મેન્યુફેક્ચરીંગ ક્ષમતાઓ સાથે, કંપની 9K થી 22K ગોલ્ડ, નેચરલ અને લેબગ્રોન ડાયમંડ અને ગોલ્ડ વર્મીલ સિલ્વર જ્વેલરીનું ઉત્પાદન કરે છે. ઇન્ડો-ઇટાલિયન, યુરોપિયન અને ટર્કિશ સૌંદર્ય શાસ્ત્રથી પ્રેરિત, હસ્તમિલાપ સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય બજારોમાં સર્વિસ આપવા માટે ડિઝાઇન એક્સલન્સ, ચોકસાઇપૂર્વકની કારીગરી અને ઈનોવેશનને એકસાથે જોડે છે.


Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM | WhatsApp | YouTube

- Advertisement -
  • Achromic
  • Siddharth Hair Transplant