સુરત સેઝથી જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટમાં 12,765 કરોડનો ઘટાડો

વૈશ્વિક મંદીને લીધે હાઈવૅલ્યુ ગુડઝની ડિમાન્ડ ઘટી છે. તેની અસર સુરતના ડાયમંડ અને જ્વેલરી ઉદ્યોગ પર જોવા મળી રહી છે.

12765 crore drop in Gems and Jewellery exports from Surat SEZ
- Advertisement -
  • MASSIVE TECH LAB
  • SHREE-SIDDHI-VINAYAK-LASER-FEATURED
  • NAROLA MACHINES

DIAMOND CITY NEWS, SURAT

ચીન, અમેરિકા સહિત યુરોપના દેશોમાં આર્થિક મંદીની વ્યાપક અસર સુરતના ડાયમંડ, જેમ્સ એન્ડ જ્વેલરી ઉદ્યોગ પર પડી છે. નાણાકીય વર્ષ 2022-23ની સરખામણીએ 2023-24માં સુરતના ડાયમંડ અને જેમ્સ એન્ડ જ્વેલરીનો એક્સપોર્ટ 12,765 ઘટ્યો છે. સુરત સેઝમાંથી કુલ એક્સપોર્ટ 2021-22ની સરખામણીએ 2023-24માં આ એક્સપોર્ટ 6580.35 કરોડ અને 2022-23ની સરખામણીએ 2023-24માં 12802.61 કરોડ ઓછી રહી છે.

2020-21માં ડાયમંડ અને જેમ્સ એન્ડ જ્વેલરીનો એક્સપોર્ટ 16,161.65 કરોડ રહ્યો હતો. 2021-22માં એ વધીને 20,425.85 કરોડ થયો, 2022-23માં વધી 26,513.07 કરોડ થયો હતો. સતત ત્રણ વર્ષથી વધતો એક્સપોર્ટ 2023-24માં 12,765.44 કરોડ ઘટી 13,747.63 કરોડ થઈ ગયો હતો.

અગ્રણી હીરા ઉદ્યોગકાર દિનેશ નાવડિયાએ જણાવ્યું હતું કે, જેમ્સ એન્ડ જ્વેલરીનો ઘટતો એક્સપોર્ટ ચિંતાનું કારણ છે. વૈશ્વિક મંદીને લીધે હાઈવૅલ્યુ ગુડઝની ડિમાન્ડ ઘટી છે. તેની અસર સુરતના ડાયમંડ અને જ્વેલરી ઉદ્યોગ પર જોવા મળી રહી છે. જોકે નાણાકીય વર્ષના અંત પછી થોડોક સુધારો જોવા મળ્યો છે.

હીરા ઉદ્યોગમાં ઉનાળુ વૅકેશન પછી સારો વેપાર થશે એવી ઉદ્યોગને આશા છે. ડાયમંડ જેમ્સ એન્ડ જ્વેલરી ઉપરાંત લેસર ટેક્નોલૉજી, ટોબેકો, નોન કન્વેંશનલ એનર્જીનો એક્સપોર્ટ ઘટ્યો છે. ટેક્સટાઈલ ગારમેન્ટનો એક્સપોર્ટ 101.08 કરોડથી વધી 108.44 કરોડ થયો છે. સોફ્ટવેર સર્વિસ, પ્લાસ્ટિક રબર, મેડિકલ ઇક્વિપમેન્ટ ડીવાઈસ અને એન્જિનિયરિંગ મશીનરીનો એક્સપોર્ટ સાધારણ વધ્યો છે. ફાર્મા અને કેમિકલનો એક્સપોર્ટ ગત નાણાકીય વર્ષે 675.82 કરોડ હતો એ 2023-24માં વધી 796.77 કરોડ નોંધાયો છે.

2023-24માં આ રીતે સુરત સેઝનો એક્સપોર્ટ ઘટ્યો

વર્ષ2020-212021-222022-232023-24
કરોડમાં17,845.5522,035.9028,258.1615,455.55

કઈ પ્રોડક્ટનો કેટલો એક્સપોર્ટ રહ્યો

પ્રોડક્ટ2020-212021-222022-232023-24
ડાયમંડ જેમ્સ એન્ડ જ્વેલરી16161.6520,425.8526,513.0713,747.63
લેસર ટેક્નોલોજી36.1335.0342.6220.05
ટોબેકો54.8959.1241.0213.65
Miscellaneous85.5111.04151.7799.39
નોન કન્વેંશનલ એનર્જી67.56152.37289.38203.57

______________________________________________________

Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM | WhatsApp

વધુ સમાચાર વાંચો :

- Advertisement -
  • DEEP SEA ELECTROTECH
  • Siddharth Hair Transplant