તંદુરસ્ત શરીર માટે ડાઈટ કેવી હોવી જોઈએ

લોકો હવે રેડી ટુ ઇટ ફાસ્ટફુડ જેમ કે પિત્ઝા, પાસ્તા, બ્રેડ જેવા મેંદાવાળો ખોરાક વધુ લે છે. પરિણામે જાડાપણું શરીરમાં ઘર કરી જાય છે.

Diamond-City-386-What should be the diet for a healthy body-Dr Krutika Kedale-Article-1
- Advertisement -
  • MASSIVE TECH LAB
  • SHREE-SIDDHI-VINAYAK-LASER-FEATURED
  • NAROLA MACHINES

DIAMOND CITY NEWS, SURAT

21મી સદીમાં લોકોની સૌથી મોટી સમસ્યા મેદસ્વીતા છે. કમ્પ્યુટર સામે કલાકો કામ કરવું અને નવરાશનો સમય મોબાઇલ લઈને બેસી જવું કે પછી ટીવીની સ્ક્રીન સામે બેસી રહી લોકો સમય પસાર કરતા હોય છે. વળી, બેઠાડું જીવન સાથે ખોરાકની આદતો પણ બગડી છે. લોકો હવે રેડી ટુ ઇટ ફાસ્ટફુડ જેમ કે પિત્ઝા, પાસ્તા, બ્રેડ જેવો મેંદાવાળો ખોરાક વધુ લે છે. પરિણામે જાડાપણું શરીરમાં ઘર કરી જાય છે.

Diamond-City-386-What should be the diet for a healthy body-Dr Krutika Kedale-Article-2

હાલના દિવસોમાં મેદસ્વીતા એ વિશ્વના મોટા ભાગના દેશોની ખૂબ મોટી સમસ્યા છે. જાપાનને હજુ આ સમસ્યા એટલી નડી રહી નથી. કારણ કે ત્યાં લોકોની કામ કરવાની, ખોરાકની આદતો સારી છે, પરંતુ તે સિવાય ભારત હોય કે અમેરિકા, બધા જ દેશોમાં ઓબેસિટીનું પ્રમાણ વધારે છે. મેદસ્વીતાના લીધે અનેક રોગ શરીરમાં પેસારો કરે છે.

મેદસ્વીતાના લીધે જ નાની ઉંમરમાં હાર્ટ એટેક, બ્લડ પ્રેશર, ડાયાબિટીસ જેવા રોગો થાય છે. આવા રોગથી બચવા લોકો ડાઈટ અને કસરત કરવા પ્રેરાય છે અને કશું સમજ્યા વિના આડેધડ ડાઈટ ફોલો કરે છે અને વધુ પડતી કસરત કરી લે છે, જેના લીધે પણ તેઓને નુકસાન થાય છે.

આજના યુટ્યૂબના જમાનામાં વણમાગ્યું નોલેજ પીરસરનારા હજારો, લાખો છે. વીડિયો જોઈને લોકો આડેધડ ડાઈટ ફોલો કરે છે ને પરિણામે નુકસાન વેઠે છે. કારણ કે બધાના શરીરની તાસીર અલગ હોય તેથી તેઓના ડાઈટ પ્લાન પણ અલગ જ હોવાના.

આજે આપણે વાત કરીશું કે શરીરની તંદુરસ્તી જાળવી રાખવા માટે ડાઈટ કેટલી મહત્ત્વની છે અને તે કેવી હોવી જોઈએ…

ડાઈટ શું છે ?

મનુષ્ય અને પશુ-પક્ષીઓ દ્વારા જે આહાર લેવામાં આવે છે એેને ડાઈટ કહેવાય છે.

ડાઈટ શા માટે મહત્વ છે?

ડાઈટ સ્વસ્થ શરીર માટે જરૂરી છે. ડાઈટ-જે ચેપી ન હોય એવા રોગ જેમ કે હ્રદય ના દર્દી, ડાયાબિટીસ, કેન્સર જેવા રોગોની સામે શરીરનું રક્ષણ કરે છે.

Diamond-City-386-What should be the diet for a healthy body-Dr Krutika Kedale-Article-3

આવો જાણીએ વિવિધ ડાઈટના મહત્વ

સંપૂર્ણ શરીરનો વિકાસ માટે આ ડાઈટ ખૂબ જ યોગ્ય માનવામાં આવે છે.

  1. Mediterranean Diet
  2. Dash Diet
  3. Intermittent Fasting
  4. Law Carbs Diet / Keto Diet
  5. Plant based & Flexitarian Diet
  6. Mind Diet
  7. WW Diet (Formerly Weight Watchers)
  8. Volumetric Diet
  9. Mayo Clinic Diet

1. Intermittent Fasting

  • ડાઈટનું એક સ્વરૂપ Intermittent Fasting છે જેમાં આહાર લેવા માટેનો સમય નિર્ધારિત કરવામાં આવે છે.
  • Intermittent Fasting હાલના સમયમાં દુનિયાનું સૌથી લોકપ્રિય ડાઈટ અને ફિટનેસ ટ્રેન્ડમાં આવે છે.
  • Intermittent Fasting આ આહાર ક્યારે લેવો જોઈએ એ સૌથી વધારે ધ્યાન રાખવામાં આવે છે.

Method

  • Intermittent Fasting માં દિવસ ના 24 કલાકના સમય ને ખાવાનો સમય અને ભૂખ્યા રહેવાનો સમય ઉપવાસમાં અલગ કરવામાં આવે છે.
  • ઉપવાસના સમયે ખોરાક ખૂબ ઓછુ અથવા તો ન લેવો જોઈએ.
  1. 16/8 Method :  આ પ્રકારના Intermittent Fastingમાં સવારનો નાસ્તો લેવામાં આવતો નથી અને 6 કલાક જ મર્યાદિત સમયે ખોરાક/આહાર લેવામાં આવે છે. Eg. 1-6 PM ખોરાક લેવો.
  2. Eat Stop Eat : આ પદ્ધતિમાં અઠવાડિયામાં 1 અથવા 2 વાર ઉપવાસ કરવામાં આવે છે. 24 કલાક
  3. 5:2 Diet : આ પદ્ધતિમાં અઠવાડિયામાં બે વાર 500-600 કેલરીનો ખોરાક લેવામાં આવે છે અને બાકીના 5 દિવસ રોજીન્દા પ્રમાણે આહાર લેવો.

Intermittent Fastના ફાયદા

  • વજન ઘટાડવું
  • ઈન્સુલિન રસિસ્ટેન્ટ ઓછું થવું
  • કોલેલ્ટ્રોલ ઓછું થવું
  • શુગર કન્ટ્રોલમાં રહેવું
  • કેન્સરની શક્યતા ઓછી થવી
  • એન્ટિ એજીંગ

કોણે નહીં કરવી જોઈએ.

Intermittent Fasting બધા જ વ્યક્તિઓ માટે નથી.  જે વ્યક્તિનું વજન ઓછુ છે અથવા તો ખોરાકને લઈને કોઈ તકલીફ છે. તો એ વ્યક્તિએ ન કરવું જોઈએ.

આડઅસર

  • ભૂખ એ એક મુખ્ય આડઅસર છે.
  • ભૂખના લીધે મૂડ પણ બદલી શકે.

2. Keto Diet

  • Keto Dietમાં કોર્બોહાઈડ્રેટની માત્રા ઓછી અને ફેટની માત્રા વધારે લેવામાં આવે છે. કે જેના લીધે શરીરને ઘણા – ફાયદા મળે છે.
  • Keto Dietના ફાયદા ઘણા છે જેમ કે ડાયાબિટીસ, કેન્સર, અલ્ઝાઈમર, એપિલેપ્સિ (ખેંચ) જેવી બિમારી.
  • કેટોજેનિક ડાઈટમાં નોંધપાત્ર બ્લડ શુગર અને ઈન્સુલિન સ્તરમાં ઘટાડો જોવામાં આવ્યો છે.

Types

  1. Standard Ketogenic diet
  2. Cynical ketogenic diet
  3. Target ketogenic diet
  4. High Protein ketogenic diet

ફાયદા

  • કેટોજેનિક આહાર વાસ્તવમાં એપિલેપ્સી (ખેંચ)ની સારવાર માટેની સાધન તરીકે ન્યુરોલોજીકલ ડિસિઝ ઉત્તેજિત કરે છે.
  • હ્રદયની બિમારીના રિસ્ક ફેક્ટરને સુધારે છે જેમ કે શરીરમાં ચરબીનું પ્રમાણ ઓછું કરવું. HDL લેવલને વધારવું, બ્લડ શુગરને પ્રમાણસર રાખવું.
  • એપિલેપ્સિ, અલ્ઝાઈમર ડિસિઝ, કેન્સર, પારકિનસન, PCOD જેવી બિમારીઓ સામે પણ ફાયદા કારક છે.
  • ખોરાક જેનો કેટોજનિક ડાઈટમાં ત્યાગ કરવા આવે છે.
  • શુગરવાળો ખોરાક, કઠોળ અથવા ધાન્ય, ફળ, રૂટ વેજિટેબલ જેમ કે બટાકા, ગાજર, મૂળો વગેરે., ઓછી ચરબીવાળો ખોરાક, મસાલા, આલ્કોહોલ, શુગર ફ્રી ડાયેટ ફુડ્સ

ખોરાક જેનો કોટોજનિક ડાઈટમાં ઉપયોગ કરવો જોઈએ.

મીટ(મટન), ફેટી ફિશ (માછલી), એગ્સ (ઈંડા), બટર, ક્રિમ, ચીઝ, નટ્સ અને સીડ્સ (બીજ), સ્વસ્ત તેલ, એવાકાડો, ઓછી ચરબીવાળી શાકભાજીઓ, મસાલા

આડઅસર

  • કેટો ડાઈટના લાંબાગાળા સુધીનો પ્રયોગ શરીરને નુકસાન પણ આપી શકે છે.
  • લાંબા ગાળામાં કેટો ડાઈટ તરીકે ઉલ્લેખિત આ અસરોની ઓફના અવિશ્વસનીય પુરાવા છે. કે જેનો કિટો ફ્લૂ કહેવમાં આવે છે.
  • કેટો ફ્લૂમાં ડાઇરિયા (ઝાડા થવા), કબજિયાત રહેવું, વોમીટ થવી
  • શરીરમાં વિકનેસ લાગવી.
  • માનસિક શક્તિમાં પણ નબળાઈ આવવી.
  • પાચનમાં અગવડતા
  • ઊંઘ બરાબર ન આવી
  • શારીરિક બળ ઓછું થવું.

રીસ્ક

  • શરીરમાં પ્રોટિનની માત્ર ઘટવી
  • લિવરમા ચરબીનો થર (લેયર) જામવો
  • કિડનીની પથરી
  • શરીરના પોષક તત્વોનો ઘટાડો
  • ડાયાબિટીક કિટોએસિડોસિસ

3. Vegan Diet

વેગનિઝમને એવી રીતે વ્યાખ્યાયિત કરવામાં આવે છે કે જે ખોરાક, કપડાં અથવા અન્ય કોઈ હેતૂ માટે પ્રાણીઓના તમામ પ્રકારના શોષણને ક્રૂર રીતે બાકાત રાખવાનો પ્રયાસ કરે છે.

  • વૅગન ડાઈટ તમામ પ્રાણી ઉત્પાદનોને ટાળે છે જેમ કે મટન, ચિકન, ઈંડા, ડેરી પ્રોડક્ટ્સ જેમ કે દૂધ, દહીં, ચીઝ Etc.

Type

  1. Whole Food Vegan Diet
  2. Raw Food Vegan Diet
  3. 80/10/10 Diet / Raw Food Vegan Diet
  4. Starch Solution
  5. Raw Till 4 PM
  6. Thrive Diet
  7. Junk Food Diet
  • વૅગન ડાઈટ અપનાવનાર વ્યક્તિનું શરીર ક્રુશ અને એનો BMI ઓછો હોય છે.
  • વૅગન ડાઈટમાં ઓછી કૅલરી લેવામાં આવે છે જેનું કારણ વૅગન ડાઈટમાં રહેલા ફાઇબર કન્ટેન્ટનો વધારો હોય છે. કે જેથી ભૂખ જલ્દી મટી જાય છે અને પેટ જલ્દી ભરાઈ જાય છે.

ફાયદા

  • બ્લડ શુગર ઓછુ થવું
  • ઈન્સુલિન સેન્સીટિવીટી વધવી
  • 78 % ડાયાબિટીસ ન થવાના જોખમ
  • LDL કોલેસ્ટ્રોલ ઓછુ થવું.
  • કેન્સર થવાનું 15% જોખમ ઓછી થવું
  • વા ના રોગો
  • કિડનીના રોગ
  • આલ્ઝાયમ ડિસિઝ
  • ટાળવા માટેના ખોરાક
  • ચિકન, મટન, ઈંડા
  • માછલી
  • ડેરી પ્રોડક્ટ્સ (દૂધ, દહીં, ચીઝ)
  • મધમાખી ઉત્પાદનો
  • પશુઓ માટે બનતી વસ્તુઓ

ખાવા માટેનો ખોરાક

  • ટોફુ
  • કઠોળ
  • નટ્સ & નટ બટર
  • સીડ્સ (બીજ)
  • ફણગાવેલા અને આથેલા કઠોળ
  • કેલ્શિયમથી ભરપૂર વૃક્ષમાંથી અથવા તો બીજમાથી નીકળેલું દૂધ કે દહીં
  • શેવાળ
  • ધાન્ય
  • ફળ અને શાકભાજીઓ

રિસ્ક

  • વિટામિન B-12, વિટામિન D, ઓમેગા 3 ફેટીએસિડ, આયોડિન, આયરન, કેલ્શિયમ, ઝીંકનો શરીરમાં પ્રમાણ ઓછો થવો.

______________________________________________________

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM

વધુ સમાચાર વાંચો :

- Advertisement -
  • DEEP SEA ELECTROTECH
  • Siddharth Hair Transplant