અમેરિકાની બેન્કોએ ભારતના હીરાવાળાનું ટેન્શન વધાર્યું, દિવાળી બગડે તેવો ભય પેદા થયો

સુરત-મુંબઈની ડાયમંડ-જ્વેલરી કંપનીઓનું 26 મિલિયન ડોલરનું પેમેન્ટ અમેરિકાની બેન્કોએ અટકાવી દેતાં હીરા ઉદ્યોગમાં ખળભળાટ મચી ગયો

US banks raise tensions with India's diamond dealers, fear Diwali spoils
- Advertisement -
  • MASSIVE TECH LAB
  • SHREE-SIDDHI-VINAYAK-LASER-FEATURED
  • NAROLA MACHINES

DIAMOND CITY NEWS, SURAT

રશિયાએ યુક્રેન સામે યુદ્ધ છેડ્યું તેનો બદલો લેવાનું પશ્ચિમી દેશોએ શરૂ કર્યું છે. રશિયાની ચીજવસ્તુઓ સામે પ્રતિબંધ લાદવા માંડ્યો છે, તેની સૌથી વધુ અસર હીરાઉદ્યોગ પર પડી રહી છે. રશિયાની અલરોઝાની ખાણમાંથી નીકળતા રફ ડાયમંડને ઘસીને પોલિશ્ડ હીરા અને તેમાંથી જ્વેલરી બનાવનાર ભારતીય ડાયમંડ અને જ્વેલરીની કંપનીઓને અમેરિકાએ ટાર્ગેટ બનાવવાનું શરૂ કર્યું છે. અમેરિકાની બેન્કોએ સુરત- મુંબઈની ડાયમંડ જ્વેલરી કંપનીઓનાં કથિત રશિયા સાથે કનેક્શનને લઈને ભારતીય હીરાના વિક્રેતાઓનું 26 મિલિયન યુએસ ડોલરનું પેમેન્ટ બ્લોક કર્યું છે. તેના લીધે ભારતીય હીરાઉદ્યોગમાં ખળભળાટ મચી ગયો છે. તહેવારોની સિઝન શરૂ થાય તે પહેલાં અમેરિકન બેન્કોએ દબાણ ઊભું કરતા દિવાળી બગડે તેવો ભય પેદા થયો છે.

રશિયન હીરા કંપનીઓ સાથે કથિત રીતે જોડાણને કારણે યુએસ ટ્રેઝરીએ ભારતીય વ્યવસાયીઓની માલિકીની દુબઈ સ્થિત ઑફશોર ફર્મ્સનું લગભગ $26 મિલિયનનું ભંડોળ અટકાવી દીધું છે.  26 કરોડનું પેમેન્ટ બેંકોએ બ્લૉક કર્યું હોવાના મામલે કેન્દ્ર સરકારને પણ રજૂઆત કરવામાં આવી છે. એક આશંકા એવી પણ લગાવાઈ રહી છે કે લાસવેગસમાં યોજાયેલા વિશ્વના સૌથી મોટા જેમ એન્ડ જ્વેલરી શોમાં પણ રશિયન ઓરિજિન રફ ડાયમંડ કટ એન્ડ પોલિશડ, ડાયમંડ જ્વેલરી સ્વરૂપે રજૂ થયા એવી શંકાને પગલે પણ પેમેન્ટ રિલીઝ કરવામાં સમય લાગી રહ્યો છે.

રશિયન મીડિયાના એહવાલ મુજબ તાજેતરના મહિનાઓમાં ભારતીય કંપનીઓના ઓફશોર બેંક ખાતાઓમાં લાખો ડોલરનું ભંડોળ ફ્રીઝ કરવાના યુએસ ટ્રેઝરીના નિર્ણયથી ભારતીય હીરા ઉદ્યોગમાં તરલતાની સ્થિતિ પર અસર પડી રહી છે.

ભારતીય હીરાની કંપનીઓની માલિકીની દુબઈ સ્થિત ઓફશોર કંપનીઓ રશિયન મૂળના હીરાની આયાત કરવાને કારણે યુએસ ટ્રેઝરીની પ્રતિબંધ-અમલીકરણ એજન્સી ઑફિસ ઑફ ફોરેન એસેટ્સ કંટ્રોલ (OFAC) દ્વારા તપાસનો સામનો કરી રહી છે. અહેવાલમાં જણાવાયું છે કે આ કંપનીઓ દ્વારા કરવામાં આવતી ડોલરની ચૂકવણી થઈ શકી નથી, કારણકે તેમના ‘નોસ્ટ્રો એકાઉન્ટ્સ’માં ભંડોળ સ્થિર થઈ ગયું છે. ડાયમંડ વર્કર્સ એસોસિએશનનાં ઉપપ્રમુખ ભાવેશ ટાંકે જણાવ્યું હતું કે, ફંડનો અભાવ, પાશ્ચાત્ય પ્રતિબંધો કામદારોને અસર કરી રહ્યા છે. સ્થાનિક ઉદ્યોગ પશ્ચિમી પ્રતિબંધોને કારણે ભંડોળની અછતથી ઝઝૂમી રહ્યો છે, જેની સીધી અસર કામદારોના કલ્યાણ પર પડી છે. ઉદ્યોગમાં કામદારોને તેમના કામના કલાકો ઘટાડવા માટે કહેવામાં આવી રહ્યું છે અને સ્થિતિ સુધરવાને બદલે વધુ ખરાબ થઈ રહી છે. સ્પુટનિકે આપેલા અહેવાલ મુજબ, રશિયન હીરાની નિકાસ પર G7ના નિયંત્રણોને કારણે ગુજરાતમાં હીરા ઉદ્યોગ મંદીની ઝપેટમાં છે.

ઉલ્લેખનીય છે કે,  વૈશ્વિક સ્તરે લગભગ 90 ટકા કાચા હીરાની પ્રક્રિયા સુરતમાં થાય છે. લગભગ 30 ટકા હીરા રશિયાથી આયાત કરવામાં આવે છે. પરંપરાગત રીતે, આ હીરા પ્રોસેસ થયા પછી યુએસ, યુરોપિયન યુનિયનના દેશો અને અન્ય બજારોમાં નિકાસ કરવામાં આવે છે. યુએસ અને યુકેએ ગયા વર્ષથી રશિયન મૂળના હીરાની આયાત પર પ્રતિબંધ લાદ્યો છે. મેં મહિનામાં હિરોશિમામાં G7 નેતાઓની સમિટમાં, ભારતે આ પ્રતિબંધોનો મુદ્દો ઉઠાવ્યો હતો.

યુએસ ટ્રેઝરીના OFAC દ્વારા ભારત સાથે જોડાયેલા બેંક ખાતાઓમાં ફંડ ફ્રીઝ કર્યા હોવાના અહેવાલ વચ્ચે ભારતીય ડાયમંડ હાઉસની યુનાઈટેડ આરબ અમીરાત (UAE)ની પેટાકંપનીઓ પર પણ અસર જોવા મળી છે. જે રશિયન માઇન્સ પાસેથી રફની ખરીદી કરે છે. યુએસ સત્તાવાળાઓ દ્વારા સપ્લાયરોના નોસ્ટ્રો એકાઉન્ટ્સનું સંચાલન કરતી બેંકોને ફંડ ફ્રીઝ કરવા સૂચના આપવામાં આવી હતી, ત્યાંની બેંકો દ્વારા રેમિટન્સ કર્યું હતું. તેમને લગભગ છ મહિનાથી ચૂકવણી મળી નથી. UAE સરકાર અને દુબઈ મલ્ટી કોમોડિટી સેન્ટરે આ મામલો OFAC સાથે ઉઠાવ્યો છે.

______________________________________________________

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM

વધુ સમાચાર વાંચો :

- Advertisement -
  • DEEP SEA ELECTROTECH
  • Siddharth Hair Transplant