ટિફની અર્શમ સ્ટુડિયોના સહયોગથી પોકેમોન કલેક્શન લૉન્ચ કરશે

આ કલેક્શનમાં પેન્ડન્ટથી લઈને નેકલેસ સુધીની નવ જવેલરી ડિઝાઈન પ્રસ્તુત કરાઈ છે, જે છ આઈકોનિક પોકેમોનને હાઈલાઈટ કરે છે.

- Advertisement -
  • MASSIVE TECH LAB
  • SHREE-SIDDHI-VINAYAK-LASER-FEATURED
  • NAROLA MACHINES

DIAMOND CITY NEWS, SURAT

વિશ્વની જાણીતી જ્વેલરી કંપની બાળકોના મનપસંદ કાર્ટૂન કેરેક્ટર પોકેમોન આધારિત જ્વેલરી લોન્ચ કરવા જઈ રહી છે. ટિફ્ની કંપની આ નવા કલેક્શન માટે અર્શમ સ્ટુડિયોના ડેનિયલ અર્શમ સાથે ભાગીદારી કરી છે. ડેનિયલની મદદથી ટિફ્ની પોકેમોન કૅપ્સ્યુલ કલેક્શન બનાવી રહી છે.

અર્શમના ફ્યુચર રેલીક્સ કલેક્શનની ડિઝાઈનની કલ્પના ભવિષ્યમાંથી પુરાતત્વીય શોધ દર્શાવે છે, જે રોજિંદા વસ્તુઓની પુન:કલ્પના કરે છે. આ કલેક્શન જાપાનમાં અર્શમના એક્ઝિબિશન, અ રિપલ ઈન ટાઈમથી પ્રેરિત છે. જેમાં સમય પસાર કરવા માટે વિવિથ પોકેમોન આર્ટ વર્ક દર્શાવવામાં આવ્યા છે.

આ કલેક્શનમાં પેન્ડન્ટથી લઈને નેકલેસ સુધીની નવ જવેલરી ડિઝાઈન પ્રસ્તુત કરાઈ છે, જે છ આઈકોનિક પોકેમોનને હાઈલાઈટ કરે છે, જે અપ્રતિમ સર્જનાત્મકતા અને ડિઝાઈન દર્શાવે છે, જ્યારે હાઉસના સમકાલની આર્ટ અને આઈકોનિક પોપ કલ્ચર સાથે લાંબા સમયથી જોડાયેલા જોડાણને વધુ મજબૂત બનાવે છે.

ટિફની સાથેના મારા નવા પ્રોજેક્ટ સાથે અમે પોકેમોનને ફરીથી વ્યાખ્યાયિત કર્યું છે, મારા 2022 એ માટે તે પોઝિટિવ સાઈન છે. એમ ટોકિયોમાં રિપલ ઈન ટાઈમ પ્રોજેક્ટના પ્રદર્શન દરમિયાન ડેનિયલ અર્શમે કહ્યું હતું. અર્શમે વધુમાં કહ્યું કે પોકેમોન અને ટિફની સાથે દરેક વિશે સાંસ્કૃતિક સ્થિરતાની ભાવના જોડાયેલી છે જે એક નવી કથા રચવા માટે ઉત્તમ પ્લેટફોર્મ છે.

ટિફની અને અર્શમ સ્ટુડિયો પોકેમોન કેપ્સ્યુલ કલેક્શનમાં છ લોકપ્રિય પોકેમોન, પીકાચુ, ચાર્મન્ડર, સ્કિવર્ટલ, જિગ્લીપફ, ક્યુબોન અથવા મેવમાંથી એકને હાઈલાઈટ કરતા ડાયમંડ એક્સેન્ટ્સ સાથેનું ઓક્સિડાઈઝ્ડ સ્ટર્લિંગ સિલ્વર પેન્ડેન્ટ દર્શાવવામાં આવશે.

પીકાચુના આઈકોનિક પીળા રંગ પર રમતા નેકલેસના બે અલગ અલગ કદના પુનરાવર્તિત , એક નાનું અને બીજું મોટું પેન્ડેન્ટ હીરા સાથે 18 કેરેટ ગોલ્ડમાં ઉપલ્બ્ધ છે. ઓક્સિડાઈઝ્ડ સ્ટર્લિંગ સિલ્વર ડિઝાઈનને ટિફની એન્ડ અર્શમ સ્ટુડિયો તેમજ પોકેમોન બ્લ્યુ બોક્સમાં પેક કરવામાં આવે છે, જ્યારે Tiffany Blue® Poké Ball સોનાના પીકાચુ પેન્ડન્ટ ધરાવે છે.

આ વર્ષે ડિસેમ્બરમાં  ન્યુયોર્ક સિટીમાં લેન્ડમાર્ક, ટોકિયોમાં ઓમેટેસેન્ડો સ્ટોર તથા ઉત્તર અમેરિકા અને જાપાનમાં Tiffany.com  પર પોકેમોન કેપ્સ્યુલ કલેક્શન ઉપલબ્ધ રહેશે.

Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.

______________________________________________________

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM

વધુ સમાચાર વાંચો :

- Advertisement -
  • DEEP SEA ELECTROTECH
  • Siddharth Hair Transplant