તનિષ્કની મિયા બ્રાન્ડે સ્ટારબર્સ્ટ કલેક્શને દિવાળીની ચમક વધારી

આ કલેક્શનમાં 200થી વધુ ડિઝાઈનર જ્વેલરીની વિશાળ શ્રેણી છે, જેમાં નાના સ્ટડથી લઈને સ્ટેટમેન્ટ ડેન્ગલર્સના આધુનિક પીસનો સમાવેશ થાય છે.

Tanishq's Mia brand adds sparkle to Diwali with Starburst Collection-1
1. અભિનેત્રી રકુલ પ્રીત સિંહ, ટાઈટન કંપનીના જ્વેલરી ડિવિઝનના સીઈઓ અજોય ચાવલા અને તનિષ્ક મિયાના બિઝનેસ હેડ શ્યામલા રામને તનિષ્કના સ્ટારબર્સ્ટ કલેક્શનને લૉન્ચ કર્યું હતું.
- Advertisement -
  • MASSIVE TECH LAB
  • SHREE-SIDDHI-VINAYAK-LASER-FEATURED
  • NAROLA MACHINES

DIAMOND CITY NEWS, SURAT

જાણીતી ભારતીય જ્વેલરી કંપની તનિષ્કની મિયા બ્રાન્ડે દિવાળીના શરૂઆતમાં સ્ટારબર્સ્ટ કલેક્શન લૉન્ચ કરીને તહેવારોની ઉજવણીની શરૂઆત કરી દીધી છે. બ્રહ્માંડથી પ્રેરિત આ કલેક્શનમાં સૂર્ય, ચંદ્ર, તારા અને ગ્રહોના સારને દર્શાવતી ડિઝાઈન રજૂ કરવામાં આવી છે, જે નવરાત્રિ, દુર્ગાપુજા અને દિવાળીના ઉત્સવની ઉજવણીની લાગણીને વ્યક્ત કરે છે. એક ભવ્ય કાર્યક્રમમાં આ કલેક્શન લૉન્ચ કરવામાં આવ્યું હતું, જેમાં અભિનેત્રી રકુલ પ્રીત સિંહ મુખ્ય આકર્ષણ રહી હતી.

આ કલેક્શનમાં Rs. 2,999ની લઘુતમ કિંમતથી જ્વેલરીનું વેચાણ શરૂ થાય છે. સ્ટારબર્સ્ટ કલેક્શનમાં 14 કેરેટ સોનાથી તૈયાર કરવામાં આવેલી ટાઈમલેસ ચંદ્ર આકારના ઝુમખાને એક આધુનિક રૂપ આપી લૉન્ચ કરાયું છે, જે એક પ્રતિષ્ઠિત ક્લાસિક લુકને નવા રંગરૂપ સાથે જોવા મળે છે. રીગલ બ્લ્યુ સેફાયર આર્મ કફથી લઈને યુનિક સ્ટેટમેન્ટ ઈયરિંગ્સ સુધી દરેક પીસ બોલ્ડ ઈમ્પ્રેશન છોડે છે. સ્ટારબર્સ્ટમાં આધુનિક હાથ, ફૂલ અને નખની વીંટી, ચંદ્ર અને તારાના સેટિંગમાં જડેલા ડાયમંડ તેમજ સૂર્ય-ચંદ્ર દ્વૈતને રજૂ કરતા જ્વેલરી પીસ પણ છે.

સ્ટારબર્સ્ટ કલેક્શન વિશે માહિતી આપતા તનિષ્ક મિયાના બિઝનેસ હેડ શ્યામલ રામને કહ્યું કે આપણામાંથી દરેક વ્યક્તિ બ્રહ્માંડની જેમ અમર્યાદિત ક્ષમતાઓ ધરાવે છે. મિયાનું સ્ટારબર્સ્ટ કલેક્શન એ તમારી અંદરની આ કોસ્મિક સુંદરતાને ટ્રીબ્યુટ છે, જે તમને યાદ અપાવે છે કે તમે શાબ્દિક રીતે સ્ટારબર્સ્ટ એટલે કે બ્રહ્માંડથી બનેલા છો.

આ કલેક્શનમાં 200થી વધુ ડિઝાઈનર જ્વેલરીની વિશાળ શ્રેણી છે, જેમાં નાના સ્ટડથી લઈને સ્ટેટમેન્ટ ડેન્ગલર્સના આધુનિક પીસનો સમાવેશ થાય છે. જે ટાઈમલેસ ચાંદ બાલીઓ માટે ફ્યુઝન વેરનો સમાવેશ થાય છે. સ્ટારબર્સ્ટ કલેક્શનમાં દરેક માટે કંઈક છે.

આ ડિઝાઈનની સ્ટોરીએ નવરત્ન, નક્ષત્રો જેવા પરંપરાગત વિચારોને ભિન્ન અને છતાં અત્યંત સંબંધિત શૈલીઓમાં પુન:કલ્પના કરવા સક્ષમ બનાવે છે. તે તેમના ઉપયોગની વૈવિધ્યતામાં વધારો કરે છે. આ કલેક્શનમાં પેન્ડન્ટ્સ, ઈયરિંગ્સ, ફિંગર રિંગ્સ, બ્રેસલેટ, નેકલેસ, સેટ મેચિંગ અથવા કોમ્બિનેશનમાં દરેક વ્યક્તિ માટે કંઈક છે, પછી ભલે તમે તેમાં મેચ કરવા માંગતા હોવ કે બીજાથી અલગ દેખાવા માંગતા હોવ તમારા માટે આ કલેક્શનમાં કંઈકને કંઈક છે. આ કલેક્શનની જ્વેલરીની પ્રાઈસ રૂ. 3000 થી રૂ. 70,000 સુધી છે. તે પ્રિયજનો માટે એક ઉત્તમ કિંમતી અને યાદગાર ભેટ બનાવે છે. અમારા લિમિટેડ એડિશન નેકપીસને ચેક કરો જે બ્રહ્માંડ માટે એક સ્તુતિ ગાન સમાન છે.

Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.

______________________________________________________

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM

વધુ સમાચાર વાંચો :

- Advertisement -
  • DEEP SEA ELECTROTECH
  • Siddharth Hair Transplant