યુએસના મિડલ ક્લાસ ગ્રાહકોનાં ટાઈટ બજેટની અસર ડાયમંડ જ્વેલરી માર્કેટ પર પડી

વૈશ્વિક સ્તરે અર્થતંત્રના હેંગઓવરની અસર મધ્યમવર્ગના ગ્રાહકો પર પડી છે. મિડ માર્કેટના આ ગ્રાહકો હીરા અને જ્વેલરી ખરીદવાનું ટાળી રહ્યાં છે.

The tight budgets of US middle class consumers have impacted the diamond jewellery market-1
ન્યુ જર્સીના એક મોલમાં કે જ્વેલર્સ સ્ટોર. (સ્ત્રોત: પોલ ઝિમ્નીસ્કી)
- Advertisement -
  • MASSIVE TECH LAB
  • SHREE-SIDDHI-VINAYAK-LASER-FEATURED
  • NAROLA MACHINES

DIAMOND CITY NEWS, SURAT

વર્ષ 2023 પ્રારંભથી જ હીરા અને ઝવેરાત ઉદ્યોગ માટે મુશ્કેલ રહ્યું છે. હીરાઝવેરાત ઉદ્યોગ 2023 માં અનેક પડકારોનો સામનો કરી રહ્યો છે. વૈશ્વિક સ્તરે ઉભું થયેલું આર્થિક દબાણની માઠી અસર મધ્યમવર્ગીય ગ્રાહકો પર પડી છે, જેના લીધે મિડ માર્કેટમાં ઘરાકી ઘટી છે. યુ.એસ. સ્થિત ડાયમંડ ઈન્ડસ્ટ્રીના એક્સપર્ટ પૌલ ઝિમ્નિસ્કીના અવલોકન અનુસાર વધતો જતો ફુગાવો, પ્રતિબંધિત કેન્દ્રીય બેંકની નીતિઓ અને તીવ્ર સ્પર્ધાના પરિણામે મધ્યમવર્ગીય પરિવારોના બજેટ ટાઈટ થયા છે. તેથી ગ્રાહકોની પેટર્નમાં બદલાવ આવ્યો છે, જેની ખૂબ જ માઠી અસર મિડ માર્કેટ પર પડી છે, પરિણામે રિટેલર્સના વેચાણમાં ઘટાડો નોંધાયો છે.

વૈશ્વિક સ્તરે અર્થતંત્રના હેંગઓવરની અસર મધ્યમવર્ગના ગ્રાહકો પર પડી છે. મિડ માર્કેટના આ ગ્રાહકો હીરા અને જ્વેલરી ખરીદવાનું ટાળી રહ્યાં છે. દરમિયાન છેલ્લાં 12 મહિનામાં પ્રતિબંધિત કેન્દ્રીય બેંકની નીતિઓ સાથે સામાન્ય રીતે ફુગાવો વધતા મધ્યમવર્ગીય પરિવારોનું બજેટ વધુ ટાઈટ થયું છે અને ખાસ કરીને તે ગ્રાહકોમાં જેઓ ખોરાક, વીજળી અને હાઉસિંગ ખર્ચ માટે વધુ ચિતિંત હોય છે તેમનામાં ડાયમંડ જ્વેલરીની ખરીદી પ્રત્યેનો ઝોક ઘટ્યો છે. તેથી મિડ માર્કેટમાં નરમ સેન્ટિમેન્ટ જોવા મળી રહ્યાં છે.

આ વાતને વિસ્તારથી સમજીએ તો યુ.એસ.માં મિડલ ક્લાસ ફેમિલી સરેરાશ આવકના 2/3 થી 2x રેન્જમાં કમાણી તરીકે વ્યાખ્યાયિત થયેલી છે. સરકારી ડેટા અનુસાર આશરે આ મિડલકલાસ ફેમિલી 50% વસ્તીનું પ્રતિનિધિત્વ કરે છે. યુએસ બાદ ચીન હીરા ઉદ્યોગનું બીજું સૌથી મોટું બજાર છે. અહીં મધ્યમ વર્ગની વસતી આશરે 30% હોવાનો અંદાજ છે. આ એક આંકડો જે તાજેતરના દાયકાઓમાં ઝડપથી વિકસ્યો છે.

સિગ્નેટ જ્વેલર્સ, Kay અને Zales, કે જેને વિશ્વના સૌથી મોટા “મિડ-માર્કેટ” ડાયમંડ રિટેલર તરીકે ગણી શકાય. આ કંપનીઓએ તાજેતરમાં જાન્યુઆરી 2024માં પૂરા થતા નાણાકીય વર્ષ માટે વેચાણ ટાર્ગેટમાં 7% ઘટાડો કર્યો હતો. કંપનીઓ હવે અંદાજે 7.2 બિલિયન ડોલરના વેચાણનો અંદાજ લગાવી રહી છે, જે વાર્ષિક દર જોતા 8% ઘટાડો સૂચવે છે.

જૂનમાં યુએસ માર્કેટ ખુલ્યું ત્યારે સિગ્નેટે નોંધ્યું હતું કે બજારમાં ઘરાકી નહીં હોય ખૂબી જ મોટા મોટા ડિસ્કાઉન્ટોની ઓફર સાથે તીવ્ર સ્પર્ધાનું વાતાવરણ ઊભું થયું છે. તેના લીધે “મેક્રો-ઇકોનોમિક પ્રેશર” વધ્યું છે. સિગ્નેટના મેનેજમેન્ટે ખાસ નોંધ્યું છે કે જેમ જેમ વર્ષ આગળ વધતું ગયું તેમ કંપનીનું સરેરાશ ટ્રાન્ઝેક્શન મૂલ્ય ઘટ્યું છે. ગ્રાહકોએ ખાસ કરીને દુલ્હાઓની ખરીદી સાથે “ટ્રેડ ડાઉન” થયું છે. એટલે કે માર્કેટમાં બ્રાઈડ સેગમેન્ટમાં હજુ પણ ખરીદી છે પરંતુ હવે તેઓ સસ્તી જ્વેલરી શોધી રહ્યાં છે.

ઉદ્યોગમાં આ નવો ટ્રેન્ડ વૈશ્વિક જ્વેલરી બજારના રોગચાળા પછીના મોટા પ્રદર્શન સાથે સંબંધિત છે જે નોંધપાત્ર રીતે ડાઉન અને ગ્રોથ વચ્ચે વિભાજિત થઈ ગયું છે. જે બિન-સંયોગીક રીતે વૈશ્વિક સંપત્તિના સતત વધતાં જતા તફાવત સાથે સુસંગત છે.

રોગચાળો અને આર્થિક ઉત્તેજના અસ્કયામતોના ભાવને રેકોર્ડ સ્તરે લઈ ગયા જેણે અપ્રમાણસર રીતે ધનિકોને ફાયદો કર્યો હતો, પરંતુ મિડલ ક્લાસને આવો કોઈ ફાયદો થયો નથી.

વિશ્વની સૌથી મોટી લક્ઝરી બ્રાન્ડ્સ LVMH, Richemont, ટિફની અને કાર્ટિયરે 2023માં આઉટસાઈઝ ડબલ ડિજીટના વેચાણ બેનિફિટનું ઉત્પાદન કરવાનું ચાલુ રાખ્યું છે, જે 2021 અને 2022ના રેકોર્ડ વર્ષોમાં ટોચ પર રહ્યું હતું.

બીજી બાજુ પાન્ડોરા જે ગ્રાહકો માટે સસ્તી જ્વેલરી બનાવે છે. ઐતિહાસિક રીતે કંપનીનું સરેરાશ વેચાણ 100 ડોલર વધ્યો હોવાનો અંદાજ છે. 2023માં “ફ્લેટિશ”ના વેચાણને તે ગાઈડ કરે છે. આ વર્ષની શરૂઆતમાં મેનેજમેન્ટે તેના ગ્રાહકોની ખર્ચ કરવાની ક્ષમતાને અસર કરશે તેવા પરિબળો તરીકે “ઊંચો ફુગાવો અને વધતાં “મોર્ગેજ દરો”ની નોંધ લીધી હતી.

ચાર્લ્સ એન્ડ કોલવર્ડ તેના મોઇસાનાઈટ અને તાજેતરમાં લૉન્ચ કરાયેલી લેબગ્રોન હીરાની લાઇન માટે જાણીતી છે. 2023ના પહેલાં ક્વાર્ટરમાં આ કંપનીનું વેચાણ 32% ઘટ્યું હતું. કંપનીએ “પડકારરૂપ મેક્રો ઇકોનોમિક બેકડ્રોપ” ને તેના માટે જવાબદાર ગણાવ્યું છે. લેબગ્રોન ડાયમંડના માર્કેટમાં બદલતી ગતિશીલતા સાથે એટલે કે વધુ ડાઉનવર્ડ પ્રાઇસિંગ પ્રેશર સ્થિતિ વધુ દબાણવાળી બની છે.

તાજેતરના વર્ષોમાં ઉત્પાદન વધુ મુખ્યપ્રવાહ બની ગયું હોવાથી પ્રમાણમાં ઓછી કિંમતના મુદ્દાને ધ્યાનમાં રાખીને લેબગ્રોન ડાયમંડ માર્કેટમાં લો થી મિડલ ઇન્કમ ધરાવતા ગ્રાહકોને ટાર્ગેટ કરવામાં આવ્યા છે. સિગ્નેટ જ્વેલર્સના CEOએ જણાવ્યું હતું કે, લેબગ્રોન ડાયમંડની જ્વેલરી બજેટ ફ્રેન્ડલી ગ્રાહકોમાં લોકપ્રિય બની છે.

નીચા અને મધ્યમ-ગુણવત્તાવાળા કુદરતી હીરાના હોલસેલ પ્રાઈસ જે સામાન્ય રીતે મધ્ય-બજાર જ્વેલર્સ દ્વારા વેચવામાં આવે છે. લેબગ્રોન ડાયમંડ માર્કેટના ગ્રોથ સાથે મિડલ કલાસના ગ્રાહકો વચ્ચે છેલ્લા વર્ષમાં નોંધપાત્ર ફટકો પડ્યો છે. આ બંને કેટેગરી સમાન ભાવ પોઇન્ટ પર સ્પર્ધા કરી રહી છે.

દાખલા તરીકે, પૌલ ઝિમ્નીસ્કીન ડેટા અનુસાર 0.5-2.0-કેરેટ SI-ક્લિયારીટીનો ઇન્ડેક્સ કલર લેસ ડાયમંડના માર્કટેમાં વાર્ષિક દરે 2023માં 20% નીચું માર્કેટ રહ્યું છે, જે વ્યાપક પોલિશ્ડ માર્કેટ ઇન્ડેક્સની તુલનામાં 10% કરતા ઓછો છે.


Paul Zimnisky, CFA is a leading independent diamond industry analyst and consultant based in the New York metro area. For regular in-depth analysis of the diamond industry please consider subscribing to his State of the Diamond Market, a leading monthly industry report; an index of previous editions can be found here. Also, listen to the Paul Zimnisky Diamond Analytics Podcast on iTunes or Spotify. Paul is a graduate of the University of Maryland’s Robert H. Smith School of Business with a B.S. in finance and he is a CFA charterholder. He can be reached at [email protected] and followed on Twitter @paulzimnisky.

Paul will be giving a keynote address at the Kimberly International Diamond Symposium in South Africa on August 24, 2023.

Disclosure: At the time of writing Paul Zimnisky held a long equity position in Lucara Diamond Corp, Brilliant Earth Group, Star Diamond Corp, Newmont Corp and Barrick Gold Corp. Paul is an independent board member of Lipari Diamond Mines, a privately-held Canadian company with an operating kimberlite mine in Brazil and a development-stage asset in Angola. Please read full disclosure at www.paulzimnisky.com.

______________________________________________________

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM

વધુ સમાચાર વાંચો :

- Advertisement -
  • DEEP SEA ELECTROTECH
  • Siddharth Hair Transplant