ડી બીઅર્સના CFOએ કહ્યું, લેબગ્રોન ડાયમંડની રિટેલ પ્રાઇસ હોલસેલ પ્રાઇસ કરતા વધુ ધીમી ગતિએ ઘટી રહી છે

લેબગ્રોન ડાયમંડની રિટેલ પ્રાઇસ હોલસેલ પ્રાઇસ કરતા વધુ ધીમી ગતિએ ઘટી રહી છે અને ઘણી વખત બિનટકાઉ ઊંચી હોય છે.

The retail price of lab grown diamonds is falling at a slower pace than the wholesale price
એક લાઇટબોક્સ પેન્ડન્ટ જેમાં 2-કેરેટ લેબગ્રોન હીરા છે. (લાઇટબોક્સ)
- Advertisement -
  • MASSIVE TECH LAB
  • SHREE-SIDDHI-VINAYAK-LASER-FEATURED
  • NAROLA MACHINES

DIAMOND CITY NEWS, SURAT

ડી બીઅર્સના ચીફ ફાઇનાન્શિયલ ઓફિસર (CFO) Sarah Kuijlaarsએ રેપાપોર્ટને આપેલા એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, લેબગ્રોન ડાયમંડની રિટેલ પ્રાઇસ હોલસેલ પ્રાઇસ કરતા વધુ ધીમી ગતિએ ઘટી રહી છે અને ઘણી વખત બિનટકાઉ ઊંચી હોય છે.

CFO Sarah Kuijlaars ની ટીપ્પણી ડી બીઅર્સની સિન્થેટીક્સ બ્રાન્ડ, લાઇટબોક્સે “સુલભ” કિંમતો ઓફર કરવાના ઉદ્દેશ્ય સાથે એન્ગેજમેન્ટ રિંગ્સનું પરીક્ષણ શરૂ કર્યા પછી આવી છે. (દરેકને નથી લાગતું કે ઘરેણાં એટલા સસ્તાં છે.)

Sarah Kuijlaarsએ એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, લેબગ્રોન ડાયમંડના ભાવ ખરેખર નીચે આવી રહ્યા છે. અડધા થાય, ફરી અડધા થાય અને ફરી અડધા થાય એ જોવું ખુબ સરસ હશે. એ તંદુરસ્ત વાત છે, પરંતુ રિટેલમાં એ થોડું કપરું હશે. પણ સવાલ એ છે કે આપણે કેવી રીતે ખાતરી કરીએ છીએ કે ગ્રાહકો સ્ટોરમાં માહિતગાર પસંદગીઓ કરી રહ્યા છે?

તેમણે લાઇટબૉક્સના ખુલાસાનો પુનરોચ્ચાર કર્યો કે બ્રાઇડલ સેક્ટરમાં તેનો પ્રવેશ એ રિટેલર્સને ગેરમાર્ગે દોરતી માહિતી સાથે મેન મેઇડ સ્ટોન તરફ ગ્રાહકોને ધકેલવાનો પ્રતિભાવ હતો.

તેમણે જણાવ્યું હતું કે, ઘણા કિસ્સાઓમાં, ખરીદનાર નેચરલ ચીજવસ્તુઓ ખરીદવાનો ઇરાદો ધરાવે છે, પરંતુ તેઓને સ્ટોરમાં લેબગ્રોન ડાયમંડ ખરીદવા માટે સમજાવવામાં આવે છે. તેઓએ કદાચ લેબગ્રોન ડાયમંડ અને નેચરલ ડાયમંડ વચ્ચેના વિવિધ ભાવ માળખા વિશે વિચાર્યું નથી હોતું અને દેખીતી રીતે ગ્રાહકને સ્ટોરમાં લેબગ્રોનમાં રૂપાંતરિત કરે છે તો રિટેલરને દેખીતી રીતે ખૂબ હેલ્ધી માર્જિન મળે છે.

CFOએ ઉમેર્યું હતું કે, એને, નાના પાયે પાયલોટ પ્રોજેક્ટ તરીકે અમેરિકાના બે અથવા ત્રણ શહેરોમાં શરૂ કરવું એ પણ ગ્રાહકની પસંદગીઓને સમજવાનો એક માર્ગ છે. તેનાથી ખરેખર ગ્રાહકોના બિહેવિયરની જાણકારી મળશે અને તેને જરૂરિયાત મુજબ બૅલેન્સ કરી શકાશે. અમે જાણીએ છીએ કે એવા રિટેલર્સ છે જે ગ્રાહકોને ટકાઉ ભાવે માલ વેચતા નથી.

Sarah Kuijlaarsએ કહ્યું કે, લાઇટબૉક્સનો હેતુ એ સુનિશ્ચિત કરવાનું છે કે જે ગ્રાહકો લેબગ્રોન ડાયમંડ ખરીદવા માંગે છે તેઓ ખર્ચ માળખું અને ટકાઉપણાવા પુરાવાને સમજે.

CFOએ કહ્યું કે, ડી બીઅર્સ ગ્રૂપના બોર્ડે બોત્સ્વાના સરકાર અને પેરેન્ટ કંપની એંગ્લો અમેરિકનના પ્રતિનિધિઓની હાજરીમાં લાઇટ બોક્સના લોન્ચિંગ પહેલાં વ્યૂહરચના અંગે ચર્ચા કરી હતી. તેઓ તે નિર્ણયમાં સ્પષ્ટપણે સામેલ હતા. આ મુદ્દે બોર્ડની અંદર કોઈ મતભેદ ન હતો, પરંતુ “ચર્ચા અને સમર્થન” હતું.

Sarah Kuijlaars એંગ્લો અમેરિકનના અર્ધવાર્ષિક પરિણામોની જાહેરાત પછી તરત જ બોલી રહ્યા હતા. તે અહેવાલ મુજબ, ડી બીઅર્સની આવક 2023 ના પ્રથમ છ મહિનામાં 21 ટકા ઘટીને 2.83 બિલિયન ડોલર થવાની ધારણા છે કારણ કે ગ્રાહક માંગમાં ઘટાડો થયો છે અને સાઈટ હોલ્ડર્સ નીચા મૂલ્યના માલ તરફ વળ્યા છે.

પરિણામોના નિવેદનમાં અપર મિડસ્ટ્રીમ ઈન્વેન્ટરી, આર્થિક પડકારો અને ચીનમાં ધીમા વેચાણ પરની અસરને પ્રકાશિત કરવામાં આવી છે. જો કે, લેબગ્રોન ડાયમંડની વધતી જતી સ્પર્ધાનો ઉલ્લેખ નોંધપાત્ર રીતે ગેરહાજર હતો.

Sarah Kuijlaars ઇન્ટરવ્યૂમાં કહ્યું કે, અમે જાણતા હતા કે લેબગ્રોન ડાયમંડ અમેરિકામાં પ્રવેશ કરશે અને મને લાગે છે કે તે સખત મેક્રો બેકગ્રાઉન્ડ સામે તે સમજી શકાય તેવું છે કે ગ્રાહકો વિવિધ પસંદગીઓ કરી રહ્યા છે.

પરંતુ અમે હજુ પણ મજબૂતપણે બજારના તફાવતને સમર્થન આપીએ છીએ. [તેઓ] વિવિધ ઉત્પાદનો [અને] વિવિધ બજારો છે. અને મને લાગે છે કે રસપ્રદ બાબત એ છે કે લેબગ્રોન ડાયમંડના એલીમેન્ટ છે, જે વાસ્તવમાં એકંદર જ્વેલરી માર્કેટના વિકાસને ટેકો આપે છે, જે દરેક માટે તંદુરસ્ત છે.

CFOએ ઉમેર્યું કે, લાઇટબૉક્સ વર્ષનો પ્રથમ અર્ધવાર્ષિક સમયગાળો મજબુત હતો. ડિ બીઅર્સ તેની બ્રાન્ડની નાણાકીય માહિતી જાહેર કરતું નથી, પરંતુ ડી બીઅર્સ ગ્રુપની કુલ આવક અને અંદાજિત વેચાણ પ્રદાન કરે છે. આના આધારે, રફ હીરા સિવાયના અન્ય તમામમાંથી કંપનીની આવક 2023 ના પ્રથમ છ મહિનામાં લગભગ 12 ટકા વાર્ષિક ધોરણે વધીને લગભગ 330 મિલિયન ડોલર થવાનો અંદાજ છે. આમાં લાઇટબોક્સ, ઔદ્યોગિક-હીરા વ્યવસાય એલિમેન્ટ સિક્સ અને ડી બીઅર્સ જ્વેલર્સનો સમાવેશ થાય છે.

______________________________________________________

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM

વધુ સમાચાર વાંચો :

- Advertisement -
  • DEEP SEA ELECTROTECH
  • Siddharth Hair Transplant