મોદી સરકાર ઇચ્છે છે કે ભારત લેબગ્રોન ડાયમંડ ક્ષેત્રે વિશ્વમાં નંબર 1નું સ્થાન હાંસલ કરે

ડાયમંડ મેન્યુફેક્ચરિંગનાં હબ સુરત એક વર્ષમાં લગભગ 30 લાખ લેબ-ગ્રોન હીરાનું ઉત્પાદન કરે છે, જે વૈશ્વિક ઉત્પાદનમાં 15% હિસ્સો ધરાવે છે.

The Modi government wants India to achieve the world's No. 1 position in the Lab Grown diamond sector
- Advertisement -
  • MASSIVE TECH LAB
  • SHREE-SIDDHI-VINAYAK-LASER-FEATURED
  • NAROLA MACHINES

DIAMOND CITY NEWS, MUMBAI

છેલ્લાં ચાર-પાંચ વર્ષમાં કૃત્રિમ હીરાના બજારે વિશ્વમાં અલગ સ્થાન બનાવ્યું છે. પાંચ-સાત વર્ષ પહેલાં કૃત્રિમ હીરા પ્રત્યે જે છોછ હતો તે હવે રહ્યો નથી. હવે લેબોરેટરીમાં ઉત્પાદન પામતા કૃત્રિમ હીરાના ઉત્પાદકો વટથી બજારમાં કહે છે કે અમે કૃત્રિમ હીરા બનાવીએ છીએ. કૃત્રિમ હીરાનું માર્કેટિંગ પણ જોરશોરથી થાય છે, તેનું જ પરિણામ છે કે પાછલા ચાર-પાંચ વર્ષમાં લેબગ્રોન ડાયમંડનું બજાર કૂદકે ને ભૂસકે વધ્યું છે.

ભારત અને ખાસ કરીને સુરત લેબગ્રોન ડાયમંડના ઉત્પાદન માટે ખૂબ જ મહત્ત્વનું છે. આ ઇન્ડસ્ટ્રીમાં તકો હોવાનું પહેલેથી જ પારખી ગયેલા સુરતના હીરા ઉદ્યોગકારોએ ખૂબ મોટા પાયે લેબગ્રોન ડાયમંડનું ઉત્પાદન ઘણા સમય પહેલાથી જ કરી દીધું હતું, તેનું જ પરિણામ છે કે આજે વિશ્વભરમાં ઉત્પાદન પામતા કુલ લેબગ્રોન ડાયમંડમાંથી 15 ટકા લેબગ્રોન ડાયમંડનું ઉત્પાદન સુરતમાં થાય છે.

ભારતનાં વાણિજ્ય મંત્રી પિયુષ ગોયલે લેબગ્રોન ડાયમંડને ઇન્ડિયાની રાઇઝિંગ ઇન્ડસ્ટ્રીમાં સ્થાન આપ્યું છે. ભારતના હીરા ઉદ્યોગમાં બે વર્ષના ગાળામાં નાટ્યાત્મક પરિવર્તન જોવા મળ્યું છે. કાચા હીરા કુદરતી હીરાની ખાણોમાં કાઢવાનું મોંઘુ થતાં નેચરલ પોલિશડ ડાયમંડની કિંમતો વધી છે. ત્યારે કુદરતી હીરાનું સ્થાન હવે ખાસ મશીનરીમાં બનતા સિન્થેટીક હીરા એ લીધું છે.

10 વર્ષ પહેલા ભાગ્યે જ કોઈએ લેબગ્રોન ડાયમંડનું નામ સાંભળ્યું હશે. સુધારેલી ટેક્નોલોજીને કારણે તેમાં વિસ્ફોટક વૃદ્ધિ જોવા મળી છે. ભારતે લાંબા સમયથી હીરા ઉદ્યોગમાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે. એવો અંદાજ છે કે વિશ્વના 10માંથી 9 હીરા સુરતમાં પોલિશ્ડ થાય છે. હવે કેન્દ્રની મોદી સરકાર ઇચ્છે છે કે ભારત લેબ-ગ્રોન હીરાના વ્યવસાયમાં મુખ્ય ખેલાડી બને.

વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયના જણાવ્યા અનુસાર ડાયમંડ મેન્યુફેક્ચરિંગનાં હબ સુરત એક વર્ષમાં લગભગ 30 લાખ લેબ-ગ્રોન હીરાનું ઉત્પાદન કરે છે, જે વૈશ્વિક ઉત્પાદનમાં 15% હિસ્સો ધરાવે છે. જાન્યુઆરીમાં આ ક્ષેત્રને વધુ વેગ આપવા માટે ભારત સરકારે આયાતી લેબગ્રોન રફ (સીડ્સ) પરનો 5% ટેક્સ નાબૂદ કર્યો હતો. સરકારે ઉદ્યોગકારોને હીરાના બીજ ઉત્પાદનને વિકસાવવામાં મદદ કરવા માટે ભંડોળની જાહેરાત પણ કરી છે.

એવી અપેક્ષા રાખવામાં આવે છે કે જેમ જેમ વૈશ્વિક સમૃદ્ધિ વધશે તેમ લેબમાં ઉત્પાદન પામતા હીરાની માંગમાં વધારો થશે. LGDs સાથે મધ્યમ વર્ગ માટે એક નવું ગ્રાહક બજાર ખુલી રહ્યું છે. જેમની પાસે પૈસા છે અને જેઓને LGD પરવડી શકે છે. હાલમાં ભારતમાં બનેલા મોટા ભાગના  LGD યુએસમાં નિકાસ કરવામાં આવે છે. પ્રદર્શનો અને કાર્યક્રમોને પ્રોત્સાહન આપીને ભારતીય બજારને LGD માટે તૈયાર કરવામાં આવી રહ્યું છે અને તે ત્રણથી ચાર વર્ષમાં મોટા પાયે શરૂ થવાની અપેક્ષા છે.

ઉદ્યોગનાં નિષ્ણાતો કુદરતી હીરાનું આકર્ષણ યથાવત રહેશે પરંતુ LGDs અન્વેષણ કરવા માટે નવા રસ્તાઓ પ્રદાન કરશે. કારણ કે તેઓ જ્વેલરી ડિઝાઇનર્સને વધુ સુગમતા પ્રદાન કરે છે. લેબ હીરા ઉદ્યોગ લાખો લોકોને રોજગાર પ્રદાન કરશે અને એક અવિરત ઉદ્યોગમાં પરિવર્તીત થશે.

નોંધનીય છે કે લેબમાં ઉત્પાદન પામતા લેબગ્રોન ડાયમંડ (LGD) કુદરતી હીરાને ખૂબ મળતા આવે છે. કુદરતી અને લેબોરેટરીમાં ઉત્પાદન પામેલા  હીરા વચ્ચેનો તફાવત કોઈ નરી આંખે પારખી શકતા નથી. કુદરતી હીરાની રચના ભૂગર્ભમાં ભારે ઉષ્ણતા અને દબાણને કારણે થાય છે અને ભૂગર્ભમાં થતી તે પ્રક્રિયા જમીન પર કરવાના પ્રયાસ વિજ્ઞાનીઓ 1950ના દાયકાથી કરી રહ્યા હતા.

તેના પરિણામે બે ટૅક્નિક વિકસી શકી છે. હાઈ પ્રેશર હાઈ ટેમ્પરેચર (એચપીએચટી) સિસ્ટમમાં હીરાનાં બીજ શુદ્ધ ગ્રૅફાઇટ (એક પ્રકારનો કાર્બન)થી ઘેરાયેલાં હોય છે અને તેના પર એક ચેમ્બરમાં આશરે 1,500 સેન્ટીગ્રેડ તાપમાન પર પ્રતિ ચોરસ ઇંચ 15 લાખ પાઉન્ડ વજન સુધીનું પ્રેશર આપવામાં આવે છે. બીજી ટૅક્નિક કેમિકલ વેપર ડિપોઝિશન (સીવીડી) નામે ઓળખાય છે. તેમાં ડાયમંડ સીડ્ઝને કાર્બન સમૃદ્ધ ગેસ ભરેલી સીલબંધ ચેમ્બરમાં મૂકવામાં આવે છે અને આશરે 800 સેન્ટીગ્રેડ ગરમી આપવામાં આવે છે. તેમાં ગેસ સીડને ચોંટી જાય છે અને અણુઓ દ્વારા હીરાનું નિર્માણ થાય છે.

હાઈ-પ્રેશર હાઈ ટેમ્પરેચર (HPHT) સિસ્ટમ એ છે જ્યાં હીરાના બીજ શુદ્ધ ગ્રૅફાઇટ (એક પ્રકારનો કાર્બન) થી ઘેરાયેલા હોય છે અને લગભગ 1,500C તાપમાને ખુલ્લા હોય છે અને ચેમ્બરમાં આશરે 1.5 મિલિયન પાઉન્ડ પ્રતિ ચોરસ ઇંચ સુધી દબાણ કરવામાં આવે છે.

લેબગ્રોન ડાયમંડ બનાવવા માટે કેમિકલ વેપર ડિપોઝિશન (CVD) કહેવામાં આવે છે અને તેમાં બીજને કાર્બન-સમૃદ્ધ ગેસથી ભરેલી સીલબંધ ચેમ્બરમાં મૂકવાનો અને તેને લગભગ 800C સુધી ગરમ કરવાનો સમાવેશ થાય છે. ગેસ સ્ત્રોતને વળગી રહે છે, અણુ દ્વારા હીરા પરમાણુ બનાવે છે.

વર્ષ 2000ના દાયકાથી એલજીડીનો ઉત્પાદન ખર્ચ દર ચાર વર્ષે સતત ઘટી રહ્યો છે. હાલ એક કેરેટનો એલજીડી, કુદરતી રીતે બનેલા એટલા જ વજનના હીરાની સરખામણીએ ત્રીસેક ટકા સસ્તો છે. ઉત્પાદન ખર્ચમાં ઘટાડો થતાં ઘણા ઉદ્યોગસાહસિકો એલજીડી ભણી આકર્ષાયા છે.

વાણિજય સચિવ વિપુલ બંસલ કહે છે કે, “એલજીડીએ નવું કન્ઝ્યુમર માર્કેટ બનાવ્યું છે. ભારતીય મધ્યમ વર્ગના જે લોકો પાસે પૈસા છે અને તેમને એલજીડી ખરીદવાનું પરવડશે.” ભારતમાં આ માટેનું માર્કેટ બનવામાં થોડો સમય લાગશે. હાલ તો ભારતમાં બનતા મોટાભાગના એલજીડીની અમેરિકામાં નિકાસ કરવામાં આવે છે.

લેબ-ગ્રોન ડાયમંડ એન્ડ જ્વેલરી પ્રમોશન કાઉન્સિલના અઘ્યક્ષ શશિકાંત દલીચંદ શાહે કહ્યું હતું કે, “ભારતીય માર્કેટ હજુ તૈયાર નથી. તેથી અમારી કાઉન્સિલ પ્રદર્શનો અને કાર્યક્રમો વડે પ્રોત્સાહન આપી રહી છે. ભારતીય માર્કેટ ત્રણથી ચાર વર્ષમાં તૈયાર થઈ જશે.” વેચાણ પછી એલજીડીનું મૂલ્ય રહેતું નથી, જ્યારે કુદરતી હીરાનું મૂલ્ય ખરીદી બાદ પણ 50 ટકા જળવાઈ રહે છે.એ શક્ય છે, પણ એલજીડી, જ્વેલરી ડિઝાઇનર્સને વધારે સુગમતા આપે છે.

દરમિયાન એક સમાચાર એવા સાંપડ્યા છે કે વિશ્વની સૌથી મોટી ઝવેરાત કંપની, ડેન્માર્કની પેન્ડોરા, પણ હવે લેબગ્રોન ડાયમંડ ક્ષેત્રે ઝંપલાવી રહી છે. પેન્ડોરાને લીધે લેબ ડાયમંડ માર્કેટ વિસ્તરશે. ઘણા લોકોને આ ક્ષેત્રમાં કામ મળી રહેશે. જે સૂચવે છે કે લેબગ્રોન ઈન્ડસ્ટ્રીનું ભવિષ્ય ઉજ્જવળ છે.

______________________________________________________

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM

વધુ સમાચાર વાંચો :

- Advertisement -
  • DEEP SEA ELECTROTECH
  • Siddharth Hair Transplant