ફેડરલે 12 મિલિયન ડોલરની જ્વેલરી જપ્ત કરી

હોંગકોંગથી ઓન્ટારિયો જતા શિપમેન્ટમાંથી ફેડના અધિકારીઓને 806 નેકલેસ, 290 જોડી ઈયરિંગ્સ, 588 બ્રેસલેટ અને 63 વીંટી મળી હતી.

The feds seized $12 million worth of jewellery
ફોટો ક્રેડિટ : યુ.એસ. કસ્ટમ્સ અને બોર્ડર પેટ્રોલ
- Advertisement -
  • MASSIVE TECH LAB
  • SHREE-SIDDHI-VINAYAK-LASER-FEATURED
  • NAROLA MACHINES

DIAMOND CITY NEWS, SURAT

થોડા સમય અગાઉ ફેડરેલ એજન્સીના અધિકારીઓએ યુએસના લુઈસવિલે, કેવાયમાંથી એક શિપમેન્ટ રોકી તેમાંથી મોટી માત્રામાં જ્વેલરી જપ્ત કરી છે. આ જ્વેલરી નકલી હોવાની આશંકા છે.

મોટા ડિઝાઈનરોના ટ્રેડમાર્ક લોગોનો દુરુપયોગ કરાયો હોવાની શંકા સાથે એજન્સીએ રિંગ્સ, બ્રેસલેટ અને ઈયરિંગ્સના 1747 પીસ ધરાવતું શિપમેન્ટ જપ્ત કર્યું છે. આ શિપમેન્ટમાંથી 12 મિલિયન ડોલરની જ્વેલરી મળી આવી છે.

આ જ્વેલરી અસલી હોય તો યુએસ કસ્ટમ એન્ડ બોર્ડર પ્રોટેક્શનના અધિકૃત અખબારી યાદી અનુસાર તેની રિટેલ કિંમત 12 મિલિયન ડોલરથી વધુ હોવાનો અંદાજ મુકી શકાય.

આ શિપમેન્ટ હોંગકોંગથી લુઈસવિલે કેવાયમાં આવ્યું હતું. તે ઓન્ટારિયોમાં રેસિડેન્સીયલ એરિયા તરફ જતું હતું, ત્યારે ફેડરેલના અધિકારીઓએ તેને પકડ્યું હતું.

આ શિપમેન્ટમાં અધિકારીઓને 806 નેકલેસ, 290 જોડી ઈયરિંગ્સ, 588 બ્રેસલેટ અને 63 વીંટી મળી હતી. આ આઈટમો પર વેનક્લીફ, ઓર્પેલ્સ, લુઈસ વીટન, ગુચી, કાર્ટિયર જેવી મોટી કંપનીઓના બ્રાન્ડના લોગો હતા.

અધિકારીઓએ જ્યારે શિપમેન્ટ ચેક કર્યું ત્યારે તેમાં આ તમામ જ્વેલરી આઈટમ્સ ખૂબ જ નબળી રીતે પેકિંગ કરાઈ હતી. તેને બાંધી રાખવામાં આવી હતી. અધિકારીઓને ખરાબ પેકિંગ પરથી તે નકલી હોવાની શંકા ઉપજી હતી. મોટા ડિઝાઈનર બ્રાન્ડના ટ્રેડમાર્કનો દુરુપયોગ કરાયો હોવાની આશંકા ઉપજી હતી, તેથી અધિકારીઓએ આખું શિપમેન્ટ કબ્જે લીધું હતું.

સીબીપી49 અન્ય ફેડરેલ એજન્સી વતી તમામ યુએસ  વેપાર કાયદા અને નિયમો લાગુ કરવા માટે જવાબદાર છે. CBP અધિકારીઓ અસુરક્ષિત નકલી અને પાઇરેટેડ માલસામાનને અમેરિકન જનતાને નુકસાન ન પહોંચાડવાના રાષ્ટ્રના પ્રયાસોમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે, એમ શિકાગો ફિલ્ડ ઑફિસના ફિલ્ડ ઑપરેશન્સના ડિરેક્ટર લાફોન્ડા ડી. સટન-બર્કે જણાવ્યું હતું.

તેમણે વધુમાં કહ્યું કે, અમેરિકન ગ્રાહકો યુએસ અર્થતંત્ર અને યુએસ નોકરીઓનું રક્ષણ કરવા માટે સીબીપી અધિકારીઓ દરરોજ કેવી રીતે કાર્ય કરે છે તેનું આ બીજું નાટકીય ઉદાહરણ છે.

Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.

______________________________________________________

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM

વધુ સમાચાર વાંચો :

- Advertisement -
  • DEEP SEA ELECTROTECH
  • Siddharth Hair Transplant