ટર્મિનેટર ફિલ્મના એક્ટરને 38000 ડોલરનો કસ્ટમે દંડ ફટકાર્યો

Arnold Schwarzenegger ક્લાઈમેટ ઈનિશિએટિવ ઈવેન્ટ માટે જતા હતા ત્યારે મ્યુનિક એરપોર્ટ પર રોકવામાં આવ્યા હતા.

Terminator actor fined $38,000 by customs
- Advertisement -
  • MASSIVE TECH LAB
  • SHREE-SIDDHI-VINAYAK-LASER-FEATURED
  • NAROLA MACHINES

DIAMOND CITY NEWS, SURAT

કેલિફોર્નિયાના પૂર્વ ગવર્નર અને ટર્મિનેટર ફિલ્મના ઍક્ટર Arnold Schwarzenegger એરપોર્ટ પર Audemars Piguet વોચ જાહેર કરવામાં નિષ્ફળ જતા કસ્ટમ વિભાગે 38000 ડોલરનો દંડ રોકડામાં ભરવા માટે આદેશ કરવામાં આવ્યો છે.

Arnold Schwarzenegger ક્લાઈમેટ ઈનિશિએટિવ ઈવેન્ટ માટે જતા હતા ત્યારે મ્યુનિક એરપોર્ટ પર રોકવામાં આવ્યા હતા. જ્યાં ખાસ બનાવેલી ઘડિયાળ ચેરિટી હરાજીમાં 295,000માં વેચવાની હતી.

76 વર્ષના Schwarzeneggerએ કહ્યું કે, મને વોચ ડેકલેરેશન માટે ફોર્મ ભરવાનું કહેવામાં આવ્યુ ન હતું. જે મારા લગેજને બદલે મારા કાંડા પર હતી.

કસ્ટમ અધિકારીઓએ દંડની રકમ રોકડમાં ચૂકવવાનો આગ્રહ રાખ્યો હતો,પરંતુ તે ATMની મર્યાદાથી વધુ અને બેંકિંગ સમયની બહાર હોવાથી આખરે Arnold Schwarzenegger ક્રેડિટ કાર્ડથી દંડની રકમ ચૂકવી હતી અને કસ્ટમ અધિકારીઓએ સ્વીકારી હતી.

ક્લાઇમેટ ઇનિશિયેટિવ ફંડ રેઇઝિંગ ડિનરના આયોજકોએ જણાવ્યું હતું કે ઘડિયાળનું વેચાણ યોજના મુજબ આગળ વધ્યું છે અને તે આવક ક્લાયમેનટ ચેન્જનાઉકેલોમાં સંશોધનને ટેકો આપશે. આ ઇવેન્ટે કુલ 1.4 મિલિયન ડોલર એકત્ર કર્યા હતા.

Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.

______________________________________________________

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM

વધુ સમાચાર વાંચો :

- Advertisement -
  • DEEP SEA ELECTROTECH
  • Siddharth Hair Transplant