ડી બિયર્સે લેબગ્રોન ડાયમંડના ભાવ ઘટાડતાં સુરતનાં લેબગ્રોન ઉત્પાદકો ભીંસમાં મુકાયા

ડી બિયર્સે લેબગ્રોન ડાયમંડનાં ભાવ તોડતા સુરત અને મુંબઈના મેન્યુફેકચર્સને પણ ભાવો તોડવાની ફરજ પડે તેવી સંજોગોનું નિર્માણ થયું

Surats Lab grown Diamond Producers faces problem as De Beers Cuts Lab grown Diamond Prices
- Advertisement -
  • MASSIVE TECH LAB
  • SHREE-SIDDHI-VINAYAK-LASER-FEATURED
  • NAROLA MACHINES

DIAMOND CITY NEWS, SURAT

વિશ્વની સૌથી મોટી રફ ડાયમંડ માઈનીંગ કંપની ડી બિયર્સના એક નિર્ણયએ સુરતની લેબગ્રોન ઈન્ડસ્ટ્રીમાં ખળભળાટ મચાવી દીધો છે. ડી બિયર્સે લેબગ્રોન ડાયમંડની કિંમતમાં 37.5 ટકાનો માતબર ઘટાડો જાહેર કર્યો છે. ડી બિયર્સના આ નિર્ણયે સુરતની લેબગ્રોન ઈન્ડસ્ટ્રીની મુશ્કેલીમાં વધારો કર્યો છે.

લેબગ્રોન ડાયમંડના ઉત્પાદકો ભીંસમાં મુકાયા છે. ડી બિયર્સના આ નિર્ણયના લીધે સુરતના લેબગ્રોન ડાયમંડ પ્રોડ્યુસર્સની સ્થિતિ વધુ કફોડી બને તેવી સંભાવનાઓ ઊભી થઈ છે. ડી બિયર્સે લેબગ્રોન ડાયમંડનાં ભાવ તોડતા સુરત અને મુંબઈના મેન્યુફેકચર્સને પણ ભાવો તોડવાની ફરજ પડે તેવી સંજોગોનું નિર્માણ થયું છે.

સુરતમાં લેબગ્રોન ડાયમંડનું ઉત્પાદન કરનાર 100 થી વધુ મેન્યુફેક્ચરિંગ યુનિટ ધારકોએ માર્કેટમાં ડાયમંડની ડિમાન્ડ અને સપ્લાય વચ્ચે યોગ્ય બૅલેન્સ બને અને ફેક્ટરીઓમાં સ્ટોકનો ભરાવો ન થાય એ માટે સ્વૈચ્છાએ તા. 30-5-2024 થી 15 દિવસ માટે વૅકેશન જાહેર કર્યું હતું.

અગ્રણી લેબગ્રોન ડાયમંડ મેન્યુફેક્ચર્સનાં જણાવ્યા મુજબ બજારની વર્તમાન સ્થિતિને અનુકૂળ થવા માટે આ વૅકેશન રાખવું જરૂરી હતું. જોકે, ડી બિયર્સે ખેલ બગાડી નાંખ્યો છે. કારખાના ખૂલે એ પહેલા જ ડી બિયર્સે સુરતના લેબગ્રોન ડાયમંડ મેન્યુફેક્ચર્સને મોટી નુકસાનીના ખાડામાં ઉતારી દીધા છે.

ડી બિયર્સે ભાવમાં ઘટાડો કરતાં સુરતની લેબ ફેક્ટરીમાં ઉત્પાદિત ડાયમંડ ઈન્ડસ્ટ્રીની કટોકટી વધુ ઘેરી બની છે. ભારતની આશરે રૂપિયા 3 લાખ કરોડની જેમ્સ અને જ્વેલરીની નિકાસમાં સુરતનો મોટો ફાળો છે અને તેના હીરા ઉદ્યોગમાં લગભગ 8,00,000 લોકોને રોજગારી આપે છે. 2022ના રશિયા-યુક્રેન યુદ્ધ બાદ સુરતનો હીરા ઉદ્યોગ મુશ્કેલીનો સામનો કરી રહ્યો છે.

ડી બિયર્સ ગ્રુપ એ IJ કલર લેબગ્રોન હીરાના ભાવમાં 37.5% ઘટાડો કર્યો છે અને કેરેટ દીઠ $500ના ભાવે ઓફર કરી છે.

ડી બિયર્સ ગ્રૂપની સંપૂર્ણ માલિકીની લેબમાં તૈયાર કરવામાં આવેલી ડાયમંડ જ્વેલરી બ્રાન્ડ, લાઇટબૉક્સ જ્વેલરીએ 10 મેના રોજ બ્રાન્ડની લેબગ્રોન સ્ટાન્ડર્ડ રેન્જ માટે કેરેટ દીઠ $800 ડોલરનો ભાવ ઘટાડો 500 ડોલર કરી દેવામાં આવ્યો છે.

ડાયમંડ જ્વેલરી સેક્ટરમાં કંપની પાસે હવે ત્રણ લીનિયર પ્રાઇસ પોઇન્ટ હશે – I-J કલર સ્ટોન્સ માટે કેરેટ દીઠ $500, G-H કલર સ્ટોન્સ માટે $600 પ્રતિ કેરેટ અને D-E-F કલરનાં ઉચ્ચતમ ગુણવત્તાવાળા સ્ટોન માટે $900 પ્રતિ કેરેટ, $1,500 પ્રતિ કેરેટથી ઘટાડીને નવો ભાવ જાહેર કરવામાં આવ્યો છે.

આ પગલું સુરતમાં હાલના ઓવરસપ્લાય કટોકટીને વધારી શકે છે, જ્યાં ધીમા કુદરતી હીરાના વેપારને કારણે હીરાના વેપારીઓએ લેબમાં તૈયાર કરેલા હીરા તરફ વળ્યા હતા.

છેલ્લા પાંચ વર્ષમાં કુદરતી હીરાના કટિંગ અને પોલિશિંગમાં રહેલા લગભગ અડધા એકમોએ તેમના વ્યવસાયને આંશિક રીતે લેબમાં તૈયાર થતાં હીરા તરફ વળ્યા છે. જેને લીધે પહેલે થી જ મંદી આવી છે અને કિંમતો પહેલાથી જ નીચી ગઈ છે. હાલ ઉદ્યોગમાં વૅકેશન છે, તેથી વાસ્તવિક અસર બે મહિના પછી ખબર પડશે.

લેબગ્રોન ડાયમંડ મેન્યુફેકચર્સ એસોસિએશનના પ્રમુખ બાબુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, ભારતની આશરે રૂપિયા 3 લાખ કરોડની જેમ્સ અને જ્વેલરીની નિકાસમાં સુરતનું મુખ્ય યોગદાન છે અને તેના હીરા ઉદ્યોગમાં લગભગ 8,00,000 લોકોને રોજગારી આપે છે.

ભારતના હીરાની નિકાસમાં ગુજરાતનો ફાળો 80% છે, રાજ્યના 90% હીરા સુરતમાં કાપવામાં આવે છે અને પોલિશ્ડ થાય છે. શહેરમાં 5,000 થી વધુ ડાયમંડ કટિંગ અને પોલિશિંગ યુનિટ છે. લેબમાં તૈયાર કરવામાં આવેલા હીરાના વૈશ્વિક ઉત્પાદનમાં ભારતનો ફાળો લગભગ 15% છે, જેમાં સુરતનું મોટું યોગદાન છે.

છેલ્લા બે વર્ષમાં હીરાના ભાવમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. ઉપરાંત વિવિધ કારણોસર માંગમાં એકંદરે ઘટાડો જોવા મળી રહ્યો છે, એમ સુરતની અગ્રણી લેબગ્રોન ડાયમંડ કંપનીના ટોચના એક્ઝિક્યુટિવે જણાવ્યું હતું.

ભારત USA, હોંગકોંગ, યુએઇ, ઇઝરાયલ અને બેલ્જિયમમાં લેબગ્રોન ડાયમંડની નિકાસ કરે છે, જેમાં યુએસએ ભારતની લગભગ 70% નિકાસનો હિસ્સો ધરાવે છે. સુરતમાં મોટાભાગની નેચરલ ડાયમંડ કટિંગ અને પોલિશિંગ કંપનીઓ લેબમાં બનતા હીરાનું સમાંતર ઉત્પાદન કરવાનું શરૂ કરી રહી છે ત્યારે ડી બિયર્સના પગલાને કારણે દબાણ વધી રહ્યું છે.

જોકે, સુરતમાં લેબગ્રોન ડાયમંડનું બલ્કમાં ઉત્પાદન કરનાર કંપનીઓએ જણાવ્યું હતું કે, ડિ બિયર્સનાં લેબગ્રોન ડાયમંડનાં ભાવો સુરત કરતા પહેલાથી 40 થી 50 ટકા વધુ હતા. હજી પણ સુરતમાં લેબગ્રોનનો ભાવ ઓછો છે. પણ ડિ બિયર્સનાં 37% ટકા ભાવ ઘટાડાથી નફાનું માર્જીન ઘટશે. એટલે કે, મોટું નુકસાન નહીં થાય, નાના મેન્યુફેક્ચર્સને જરૂર નુકસાન થશે. કારણ કે, એમની રફની ખરીદી અને ઉત્પાદન મોંઘું રહ્યું છે.

______________________________________________________

Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM | WhatsApp

વધુ સમાચાર વાંચો :

- Advertisement -
  • DEEP SEA ELECTROTECH
  • Siddharth Hair Transplant