સ્ટાર્ટઅપની સફળતા આઇડિયા કે બ્રાન્ડ?

કોઈક નવો વિચાર હોય જે આજ સુધી કોઇએ કર્યો ન હોય અથવા તેને નવી રીતે મૂકવામાં આવે જે લોકો માટે અપનાવવો આસાન હોય

SAMIR-JOSHI-SPECIAL-STORY-368-Startup Success Idea or Brand
- Advertisement -
  • MASSIVE TECH LAB
  • SHREE-SIDDHI-VINAYAK-LASER-FEATURED
  • NAROLA MACHINES

સ્ટાર્ટઅપ આ શબ્દ આજે આપણા માટે નવો નથી. પહેલા પણ લોકો ધંધો શરૂ કરતા અને કહેતા કે નવો ધંધો શરૂ કર્યો છે. જોવા જઇએ તો બંનેમાં થોડો ફરક છે.

પહેલા લોકો પાસે ગણીને ધંધાની દિશાઓ હતી જેવી કે ટ્રેડિંગ, મેન્યૂફેક્ચરિંગ, રીટેલ શોપ, એજન્સી વગેરે. પરંતુ સ્ટાર્ટઅપ એટલે એક એવું બિઝનેસ મોડેલ જે બધી જ રીતે સ્કેલેબલ હોય.

જેનો હેતુ ધંધાને મોટા પાયે વિકસીત કરવાનો હોય જેમાં સોલો સ્થાપકની પરે બીજા લોકોનો સહકાર પણ જરૂરી હોય છે. અને સૌથી મહત્વનું તે આઇડિયા બેઝ્ડ હોય.

કોઈક નવો વિચાર હોય જે આજ સુધી કોઇએ કર્યો ન હોય અથવા તેને નવી રીતે મૂકવામાં આવે જે લોકો માટે અપનાવવો આસાન હોય. ઉદા. તરીકે : ફ્લિપકાર્ટ, ઓલા, ઉબર, કંટ્રી ડિલાઇટ, એર બીએનબી વગેરે.

આમ સ્ટાર્ટઅપ જે વિચારે છે કે બ્રાન્ડ બનાવવામાં પૈસા લાગે છે, તેઓએ વિચારવું જોઈએ કે ઉપરના આ મુદ્દાઓને અમલમાં મૂકવા કેટલા જરૂરી છે અને મજાની વાત એ છે કે તેના માટે કોઈ ખર્ચો થતો નથી.

આ મુદ્દાઓ બ્રાન્ડ બનાવવાનું પહેલું પગલું છે. આ મુદ્દાઓ સ્ટાર્ટઅપને ધંધા માટે અને બ્રાન્ડના ગ્રોથ માટેની ક્લેરીટી આપશે, જે તમને ભવિષ્ય માટે ફોકસ પ્રદાન કરશે.

બીજું : ઘણા સ્ટાર્ટઅપ આઇડિયાની સાથે ટેક્નોલોજી બેઝ્ડ હોય છે. આજે આવા સ્ટાર્ટઅપ વધી રહ્યાં છે તેના કારણોમાં યુવાનોને પોતાનું કંઈક કરવાની ભૂખ, “મેક ઇન ઈન્ડિયા”, “આત્મનિર્ભર ભારત” જેવા ગવર્નમેન્ટ ઇનિશિયેટિવ અને સ્ટાર્ટઅપ રજિસ્ટ્રેશનની અંતર્ગતના જંગી ફાયદાઓ.

સ્ટાર્ટઅપને આજે ગ્લોબલ મૂવમેન્ટ કે ગ્લોબલ ફેનોમેના તરીકે પણ ગણી શકાય. સ્ટાર્ટઅપ ઉત્સાહમાં શરૂ થઈ જાય છે.

આઇડિયા આવ્યો એટલે શરૂ કરી દો, એમાં જો ટેક્નોલોજી સાથે હોય તો આપણું સ્ટાર્ટઅપ યૂનિકોર્ન (કંપનીનું વેલ્યુએશન USD 1 બિલિયન હોય તે) બની જવાનું એવી ગેરસમજ ઘણા લોકોને ઊંધે માર્ગે દોરે છે.

SAMIR-JOSHI-SPECIAL-STORY-368-Startup Success Idea or Brand-2

સૌથી મહત્વનું છે સ્ટાર્ટઅપ માટે તે સમજવું કે મારો જે આઇડિયા છે તેની ખરેખર માર્કેટમાં કે કન્ઝ્યુમરને જરૂર છે? આનો જવાબ શોધવાની કે વિચારવાની ઘણા સ્ટાર્ટઅપ કોશિશ નથી કરતા અને પરિણામ રૂપે તે અસફળતાનો સામનો કરે છે.

તમે જો બારીકાઈથી અભ્યાસ કરશો તો તમને જણાશે કે જે સ્ટાર્ટઅપે માર્કેટ અને કન્ઝ્યુમરની જરૂરીયાતને ધ્યાનમાં રાખી આઇડિયા બિલ્ડ કર્યો હશે તે અચૂક સફળ થયુ છે.

બીજી ગેરસમજ સ્ટાર્ટઅપની કે અમારી પાસે આઇડિયા છે, ટેક્નોલોજી છે, પ્રોડક્ટ છે તો સેલ થશે જ અને તેથી અમારે બ્રાન્ડ બનાવવાની આવશ્યકતા નથી.

સ્ટાર્ટઅપે શરૂઆતમાં જ સમજવાની જરૂર છે કે જ્યારે કંપનીનું વેલ્યુએશન થશે ત્યારે બ્રાન્ડનું વેલ્યુએશન મહત્વનો ભાગ ભજવશે. સ્ટાર્ટઅપની દલીલ હોય છે કે અમારી પાસે ફંડિંગ ઓછુ છે, તો અમે ધંધામાં પૈસા લગાડીએ કે બ્રાન્ડિંગ માટે!

બ્રાન્ડિંગ અને એડવર્ટાઈઝિંગમાં ફરક છે તે સૌ પ્રથમ જાણી લો. શરૂઆતમાં તમને એડવર્ટાઈઝિંગ પાછળ ખર્ચો કરવાનું કોઈ નથી કહી રહ્યું. તેનો અર્થ તે પણ નથી કે હું પ્રમોશન પાછળ ખર્ચો ના કરું.

જેટલી ત્રેવડ હોય તેટલી પણ ધીરે-ધીરે માર્કેટીંગ અને બ્રાન્ડ પાછળ ઇનવેસ્ટ કરવાનું શરૂ કરો અને બ્રાન્ડ બનાવવાની પ્રોસેસ સેટ કરો.

તમે જેના થકી ઓળખાવાના છો અર્થાત્ તમારી સ્ટાર્ટઅપનું નામ અને લોગો પ્રોફેશનલી ડિઝાઇન કરો. તમારો આઇડિયા જે છે તેની ક્લેરીટી અને તે માર્કેટમાં ટેસ્ટ થયેલી છે તેની સાબિતી તમે નાના પાયે રિસર્ચ કરી મેળવી શકો.

ત્યારબાદ તમારા ટાર્ગેટ ઓડિયન્સની ક્લેરીટી મેળવો; કોના માટે તમે તમારી પ્રોડક્ટ કે સર્વિસ બનાવ્યા છે તેની માહિતી તમને ફોકસ્ડ બનાવશે અને તમારો સમય અને પૈસા બચાવશે.

તમારી પ્રોડક્ટ અને સર્વિસ કેવી રીતે તમારા પ્રતિસ્પર્ધીથી અલગ છે તેની સમજણ તમારા કન્ઝ્યુમરને તમારા તરફ આકર્ષશે. આનાથી આગળ અને સૌથી મહત્વનું તમારી બ્રાન્ડનું વિઝન, મિશન, પર્પઝ અને વેલ્યૂઝને ડિફાઇન કરો.

આ વાતો તમારી કંપનીને એક કલ્ચર પૂરું પાડશે જે સફળ બ્રાન્ડ માટે ઘણું ઉપયોગી પાસું છે.

આમ સ્ટાર્ટઅપ જે વિચારે છે કે બ્રાન્ડ બનાવવામાં પૈસા લાગે છે, તેઓએ વિચારવું જોઈએ કે ઉપરના આ મુદ્દાઓને અમલમાં મૂકવા કેટલા જરૂરી છે અને મજાની વાત એ છે કે તેના માટે કોઈ ખર્ચો થતો નથી.

આ મુદ્દાઓ બ્રાન્ડ બનાવવાનું પહેલું પગલું છે. આ મુદ્દાઓ સ્ટાર્ટઅપને ધંધા માટે અને બ્રાન્ડના ગ્રોથ માટેની ક્લેરીટી આપશે, જે તમને ભવિષ્ય માટે ફોકસ પ્રદાન કરશે.

આપણે જેમ જાણીએ છીએ કે ડિઝિટલ મીડિયમ ટ્રેડીશનલ મીડીયા કરતાં સસ્તું છે, તો સોશિયલ મીડિયા દ્વારા તમારી બ્રાન્ડને પ્રમોટ કરવાનું વિચારી શકાય. તમારી વેબસાઇટને ઉપર જણાવેલી ક્લેરીટી સાથે ડેવલપ કરો.

આજની તારીખે તે અત્યંત અગત્યનું માધ્યમ છે. કોઈપણ વ્યક્તિ હશે; તમારો કસ્ટમર, સપ્લાયર કે ઇન્વેસ્ટર તે સૌપ્રથમ તમારી વેબસાઇટ સર્ચ કરશે, તેના દ્વારા તમારી માહિતી મેળવશે અને તમને મૂલવશે.

આથી ઉપર જણાવેલા મુદ્દાઓને ધ્યાનમાં રાખી તમારી વેબસાઇટ ડેવલપ કરો, જે લોકોને ક્લેરીટી અને બિગ પિક્ચર આપે તમારી બ્રાન્ડ વિષે, તમારા સ્ટાર્ટઅપ વિષે.

સ્ટાર્ટઅપ માટે બ્રાન્ડ બનાવાવના ઘણાં ફાયદા છે જેવા કે તમારી બ્રાન્ડ કે પ્રોડક્ટ આસાનીથી કોપી થઈ શકે છે પણ બ્રાન્ડ પોઝિશનિંગ જે તમને ડિફરન્શિયેશન અર્થાત્ અલગતા આપે છે.

તે કોપી ના થઈ શકે, જે તમારી બ્રાન્ડની ઓળખ હશે. જે તમારા બિઝનેસ અને બ્રાન્ડને ક્લેરીટી આપશે. તમારા સ્ટાર્ટઅપને ઓર્ગેનાઈઝ્ડ બનાવશે.

આજે સ્ટાર્ટઅપ બ્રાન્ડ સાથે લોકોને કામ કરવું છે અને જો સ્ટાર્ટઅપ બ્રાન્ડ બિલ્ડ કરશે તો સારી ટેલેંટને અટ્રેક્ટ કરશે. જો બ્રાન્ડ એસ્ટાબ્લિશ્ડ નહીં હોય તો ટેલેંટ તેને કન્સિડર નહીં કરે.

અને સૌથી મહત્વનું બ્રાન્ડ હશે તો સ્ટાર્ટઅપ પોતાની બ્રાન્ડ દ્વારા ઇન્વેસ્ટરને અટ્રેક્ટ કરશે પોતાની કંપનીમાં ઇન્વેસ્ટ કરવા. આજે ઇન્વેસ્ટર ફક્ત આઇડિયા જાણી ઇન્વેસ્ટ નહીં કરે તે તમારી પાસે બ્રાન્ડ અને માર્કેટીંગ પ્લાન માંગશે.

તે જાણે છે કે વેલ્યુએશન બ્રાન્ડનું થશે, ફક્ત આઇડિયા કે ટેક્નોલોજીનું નહીં. તમે ઈન્વેસ્ટમેન્ટના કોઈપણ તબક્કે હોવ સીડ કેપિટલ, વેન્ચર, સિરીઝ એ, બી કે સી જેટલી જલ્દી બ્રાન્ડ બનાવવાની શરૂઆત કરશો તેટલું તે સ્ટાર્ટઅપ માટે ફાયદામંદ થશે.

સ્ટાર્ટઅપ જ્યારે મોટા પાયે વિકસવાનું વિચારતું હોય ત્યારે જરૂરી છે કે તે યૂનિક આઇડિયા લાવે પણ સાથે જો બ્રાન્ડ બિલ્ડ નહીં કરે તો સફળતાના સોપાન સર કરવા મુશ્કેલ થશે અને સ્ટાર્ટઅપનો જે હેતુ છે વેલ્યુએશન તે સર નહીં થાય.

આથી તમારા સ્ટાર્ટઅપ નામના સિક્કાની બંને બાજુ, આઇડિયા અને બ્રાન્ડ બિલ્ડિંગને બેલેન્સ કરો જેથી તમારું સ્ટાર્ટઅપ હંમેશા અપ, અપ અને અપ જ જાય…

બીજી ગેરસમજ સ્ટાર્ટઅપની કે અમારી પાસે આઇડિયા છે, ટેક્નોલોજી છે, પ્રોડક્ટ છે તો સેલ થશે જ અને તેથી અમારે બ્રાન્ડ બનાવવાની આવશ્યકતા નથી. સ્ટાર્ટઅપે શરૂઆતમાં જ સમજવાની જરૂર છે કે જ્યારે કંપનીનું વેલ્યુએશન થશે ત્યારે બ્રાન્ડનું વેલ્યુએશન મહત્વનો ભાગ ભજવશે.

સ્ટાર્ટઅપની દલીલ હોય છે કે અમારી પાસે ફંડિંગ ઓછુ છે, તો અમે ધંધામાં પૈસા લગાડીએ કે બ્રાન્ડિંગ માટે! બ્રાન્ડિંગ અને એડવર્ટાઈઝિંગમાં ફરક છે તે સૌ પ્રથમ જાણી લો. શરૂઆતમાં તમને એડવર્ટાઈઝિંગ પાછળ ખર્ચો કરવાનું કોઈ નથી કહી રહ્યું. તેનો અર્થ તે પણ નથી કે હું પ્રમોશન પાછળ ખર્ચો ના કરું.

જેટલી ત્રેવડ હોય તેટલી પણ ધીરે-ધીરે માર્કેટીંગ અને બ્રાન્ડ પાછળ ઇનવેસ્ટ કરવાનું શરૂ કરો અને બ્રાન્ડ બનાવવાની પ્રોસેસ સેટ કરો.

- Advertisement -
  • DEEP SEA ELECTROTECH
  • Siddharth Hair Transplant