વડાપ્રધાન મોદી 29મીએ GIFT-IFSCમાં ભારતના પ્રથમ ઈન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જના મુખ્ય ભવનનો શિલાન્યાસ કરશે

IFSCAમાં 2 આંતરરાષ્ટ્રીય સ્ટોક એક્સચેન્જો સામૂહિક રીતે આશરે 11 બિલિયન યુએસ ડોલરનું સરેરાશ દૈનિક ટર્નઓવર સંભાળે છે.

Prime Minister Modi will lay the foundation stone of India's first international bullion exchange at GIFT
- Advertisement -
  • MASSIVE TECH LAB
  • SHREE-SIDDHI-VINAYAK-LASER-FEATURED
  • NAROLA MACHINES

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 29 જુલાઈ, 2022ના રોજ ગાંધીનગર ખાતે આવેલી ગુજરાત ઈન્ટરનેશનલ ફાઈનાન્સ ટેક-સિટી (GIFT City)માં દેશના પ્રથમ ઈન્ટરનેશનલ ફાઈનાન્સિયલ સર્વિસિસ સેન્ટર (આઈએફએસસી)ની મુલાકાત લેશે.

આ દરમિયાન વડાપ્રધાન મોદી ‘‘ઈન્ટરનેશનલ ફાઈનાન્સિયલ સર્વિસીસ સેન્ટર ઓથોરિટી’’ના મુખ્ય ભવનનો શિલાન્યાસ કરાશે. વડાપ્રધાન GIFT-IFSCમાં ભારતના પ્રથમ ઈન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જ તેમજ ઈન્ડિયા ઈન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જ (IIBX)નો પણ શુભારંભ કરશે.

વડાપ્રધાનની આ મુલાકાત દરમિયાન અન્ય કેટલીક મહત્વની જાહેરાતો પણ કરવામાં આવશે.

આ ઉપરાંત વડાપ્રધાનના હસ્તે NSE IFSC-SGX કનેક્ટ લોન્ચ કરવામાં આવશે. આ કનેક્ટ હેઠળ સિંગાપોર એક્સચેન્જ લિમિટેડ (SGX)ના સભ્યો દ્વારા મૂકવામાં આવેલા NIFTY ડેરિવેટિવ્ઝ પરના તમામ ઓર્ડર્સ ‘NSE-IFSC ઓર્ડર મેચિંગ અને ટ્રેડિંગ પ્લેટફોર્મ’ પર રૂટ કરવામાં આવશે તેમજ મેચ કરવામાં આવશે.

આ સિવાય કનેક્ટ GIFT-IFSC પર ડેરિવેટિવ માર્કેટ્સમાં તરલતા (liquidity) વધારશે. જેથી વધુ આંતરરાષ્ટ્રીય સહભાગીઓ જોડાશે અને તેની GIFT-IFSCમાં નાણાકીય ઈકોસિસ્ટમ પર હકારાત્મક અસર જોવા મળશે. ભારત સહિત સમગ્ર વિશ્વમાંથી બ્રોકર-ડીલર્સ આ કનેક્ટ દ્વારા ડેરિવેટિવ્ઝના વેપાર માટે મોટી સંખ્યામાં ભાગ લેશે તેવી અપેક્ષા છે.

આ પ્રસંગે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ, રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય નાણા અને કોર્પોરેટ બાબતોના મંત્રી નિર્મલા સીતારામન, ગુજરાતના નાણા અને ઊર્જા મંત્રી કનુ દેસાઈ, કેન્દ્રીય નાણા રાજ્ય મંત્રી ડૉ. ભગવત કિશનરાવ કરાડ તેમજ કેન્દ્રીય નાણા રાજ્ય મંત્રી પંકજ ચૌધરી પણ ઉપસ્થિત રહેશે.

ઉલ્લેખનીય છે કે ગિફ્ટ સિટી ખાતે આવેલી ઈન્ટરનેશનલ ફાઈનાન્સિયલ સર્વિસીસ સેન્ટર ઓથોરિટી (IFSCA) જે ભારતમાં આંતરરાષ્ટ્રીય નાણાકીય સેવા કેન્દ્રો (IFSCs)માં નાણાકીય ઉત્પાદનો, નાણાકીય સેવાઓ અને નાણાકીય સંસ્થાઓના વિકાસ-નિયમન માટે એકીકૃત નિયમનકાર છે.

IFSCAના મુખ્યાલયની ઈમારતની આઈકોનિક સ્ટ્રક્ચર તરીકે પરિકલ્પના કરવામાં આવી છે, જે અગ્રણી આંતરરાષ્ટ્રીય નાણાકીય કેન્દ્ર તરીકે GIFT-IFSCની વધતી જતી વિશેષતા અને કદને પ્રતિબિંબિત કરે છે.

વડાપ્રધાનના હસ્તે લોન્ચ કરવામાં આવનાર ભારતના પ્રથમ ઈન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જ, ઈન્ડિયા ઈન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જ (IIBX) દેશમાં સોનાના વિત્તિયકરણને વેગ આપવા ઉપરાંત ગુણવત્તાની ખાતરી સાથે કાર્યક્ષમ ભાવની સુવિધા આપશે.

જેનાથી ભારતને વૈશ્વિક બુલિયન માર્કેટમાં તેનું યોગ્ય સ્થાન મેળવવા અને વૈશ્વિક મૂલ્ય શૃંખલાને પ્રામાણિકતા અને ગુણવત્તા સાથે સેવા આપવા માટે વધુ બળ મળશે. આ સાથે જ આ એક્સચેન્જ એક મુખ્ય ઉપભોક્તા તરીકે વિશ્વ બુલિયનના ભાવને પ્રભાવિત કરવામાં ભારતની મહત્વપૂર્ણ ભૂમિકા અદા કરવાની કેન્દ્ર સરકારની પ્રતિબદ્ધતાને પ્રસ્થાપિત કરે છે.

300થી વધુ એકમોએ ગિફ્ટ સિટીમાં કામગીરી શરૂ કરી

ભારત સરકાર દ્વારા 27 એપ્રિલ, 2020ના રોજ એક વૈધાનિક એકીકૃત નિયમનકારી સત્તા તરીકે ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સર્વિસ સેન્ટર્સ ઓથોરિટીની સ્થાપના કરવામાં આવી હતી અને

“ભારતમાં ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સર્વિસિસ સેન્ટર્સમાં નાણાકીય સેવાઓના બજારને વિકસાવવા અને તેનું નિયમન કરવા અને તેની સાથે જોડાયેલી અથવા આકસ્મિક બાબતો માટે” તેને ચાર સ્થાનિક નાણાકીય ક્ષેત્ર RBI, SEBI, TRDAI અને PFRDA નિયમનકારોની સત્તાઓ આપવામાં આવી હતી. 

તેના અસ્તિત્વના ટૂંકા ગાળામાં, IFSCAઅ એ GIFT-IFSCA ને વૈશ્વિક નાણાકીય લેન્ડસ્કેપ પર સફળતાપૂર્વક સ્થાન આપવા માટે વિવિધ પહેલ કરી છે.

તેના સિદ્ધાંત-આધારિત નિયમનકારી માળખા સાથે, અત્યંત સલાહકારી અભિગમ સાથે સ્થાપિત અને વૈશ્વિક શ્રેષ્ઠ પ્રથાઓ સાથે બેન્ચમાર્ક, પરંપરાગત નાણાકીય વ્યવસાયો, જેમ કે બેન્કિંગ, મૂડી બજાર, વીમો, વગેરે સાથે, IFSCAઅ એ IFSCAમાં વ્યવસાયિક પ્રવૃત્તિઓની લાઇન, જેમ કે ફિનટેક, એરક્રાફ્ટ લીઝિંગ, ગ્લોબલ ઇન-હાઉસ સેન્ટર્સ, ટ્રેડ ફાઇનાન્સિંગ વગેરે વિકલ્પો સક્ષમ કરીને પોતાના માટે એક વિશિષ્ટ સ્થાન પણ બનાવ્યું છે.

જૂન 2022 સુધીમાં, કુલ 310થી વધુ એકમોએ IFSCA નિયમનકારી ક્ષેત્ર હેઠળ તેમની કામગીરી શરૂ કરી છે, IFSCAઅ એ સત્તા સંભાળી ત્યારથી તેમાં 140%ની નોંધપાત્ર વૃદ્ધિ થઈ છે.

વધુમાં, IFSCAઅ ના નિયમનકારી કાર્યક્ષેત્ર હેઠળની 22 બેંકોએ આશરે 32  બિલિયન યુએસ ડોલરનો એકીકૃત એસેટ બેઝ બનાવ્યો છે. જ્યારે તે આશરે 207 બિલિયન યુએસ ડોલર સંચિત બેંકિંગ વ્યવહારોની સુવિધા આપે છે.

IFSCAમાં 2 આંતરરાષ્ટ્રીય સ્ટોક એક્સચેન્જો સામૂહિક રીતે આશરે 11 બિલિયન યુએસ ડોલરનું સરેરાશ દૈનિક ટર્નઓવર સંભાળે છે.

આ તમામ મેટ્રિક્સ IFSCA દ્વારા થતી કામગીરીમાં વૈશ્વિકરસને પ્રતિબિંબિત કરે છે, જેને ગ્લોબલ ફાઇનાન્શિયલ સેન્ટર્સ ઇન્ડેક્સ, લંડનમાં તેમના તાજેતરના અહેવાલમાં પણ સ્વીકારવામાં આવ્યું છે, જેમાં GIFT IFSCA ને વૈશ્વિક સ્તરે ટોચના 15 કેન્દ્રો પર રેટિંગ આપવામાં આવ્યું છે, જે આગામી 2 થી 3 વર્ષમાં વધુ વેગવાન બનવાની શક્યતા છે.


Follow us :
Facebook | Twitter | Pinterest | LinkedIn | Instagram

Join our Telegram Channel to get Latest News

લેટેસ્ટ ન્યુઝ મેળવવા માટે અમારી ટેલિગ્રામ ચેનલમાં જોડાઓ
https://t.me/diamondcitynewssurat

વધુ સંબંધિત સમાચાર જુઓ :

- Advertisement -
  • DEEP SEA ELECTROTECH
  • Siddharth Hair Transplant