‘પાવરફૂલ’ બનવાની ક્ષમતા કેળવીએ ઓછી મહેનતે સફળતા મેળવીએ…

‘પાવરફૂલ’ વ્યક્તિની એ વિશેષતા હોય છે કે તે કોઈપણ વ્યક્તિનો વિશ્વાસ આસાનીથી જીતી લે છે અને વિશ્વાસ જીતવો એ પણ એક પ્રકારનો ‘પાવર’ જ છે.

Dr Sharad Gandhi
- Advertisement -
  • MASSIVE TECH LAB
  • SHREE-SIDDHI-VINAYAK-LASER-FEATURED
  • NAROLA MACHINES

પાવર એક એવો શબ્દ છે જેનો અર્થ હંમેશા આપણે અલગ-અલગ રીતે સમજીએ છીએ. પાવર એટલે માત્ર કોઈ પદ, પ્રતિષ્ઠા કે સિંહાસનની વાત નથી. પાવર એ એક એવું હથિયાર છે કે જેના માધ્યમથી તમે ગમે તેની પાસેથી ગમે તેવું કામ કરાવી શકો છો, કઢાવી શકો છો. શારીરિક શક્તિની વાત હોય, માનસિક તાકાતની વાત હોય કે કોઈપણ વ્યક્તિને પ્રભાવિત કરવાની ઉર્જા હોય, આ તમામ બાબતો ‘પાવર’નો જ હિસ્સો છે. આપણે જ્યારે ઓળખાણોના માધ્યમથી, સંબંધોના માધ્યમથી, સમજાવટથી, ડર બતાવીને કે લાગણીના માધ્યમથી જ્યારે સામેવાળી વ્યક્તિને પોતાની ઇચ્છાને આધીન કરી દઈએ છીએ ત્યારે આપણે ‘પાવરફૂલ’ વ્યક્તિની કેટેગરીમાં આવી જઈએ છીએ.
‘પાવરફૂલ’ થવા માટે ઉપરોક્ત પ્રકારની શક્તિઓ કે વિશેષતાઓ કે આગવી પ્રતિભાની જરૂર પડે એ હકીકત છે પરંતુ આ બધી જ શક્તિઓને પ્રાપ્ત કરવા માટે આપણે આપણાં જીવન વ્યવહારમાં અમુક સમજ પણ કેળવવી પડે. જો આપણે અમુક બાબતોના અજ્ઞાનને કારણે પાછા પડીએ તો આપણે પાવરફૂલ હોવાં છતાંયે પરાસ્ત થવાનો વારો આવી શકે. ‘રોબર્ટ ગ્રીન’ નામના એક પ્રખ્યાત લેખકની બેસ્ટ સેલર પુસ્તકમાં ‘પાવરફૂલ’ વ્યક્તિઓએ પોતાના પાવરને ટકાવી રાખવા માટે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ તે બાબતે 48 પ્રકારના સૂચનો કર્યા છે. અહીંયા આપણે અમુક મહત્વની બાબતો પર ચર્ચા કરીશું.

1) પોતાની ગેરહાજરીનો અહેસાસ કરાવતા શીખો :

ઘણા લોકો ખૂબ જ મહેનતુ હોય છે. ખૂબ સારા પરિણામો લાવતા હોય છે, પરંતુ તેની જાણકારી લોકોને હોતી નથી. આપણી શક્તિનો પરિચય અન્યને થવો એ ખૂબ જ જરૂરી છે. તેથી જ આપણી ગેરહાજરીનો અહેસાસ અન્યને થવો જરૂરી છે. આ અહેસાસ જેટલા વધુ વ્યક્તિઓને થાય તેટલા જ તમે વધુ ‘પાવરફૂલ’ સાબિત થશો. કારણ કે ગેરહાજરીને કારણે દેખાતી ઉણપ ‘વેલ્યૂ’માં વધારો કરશે.

2) ભીડમાં અલગ દેખાવા માટે પ્રયત્નો કરવા :

‘પાવરફૂલ’ વ્યક્તિ સામાન્ય વ્યક્તિઓ વચ્ચે થોડું અલગ સ્થાન બનાવે છે. તેથી આપણે બધાથી થોડા અલગ છીએ, વિશિષ્ટ છીએ તે બાબતનો અહેસાસ અન્યોને થવો જોઈએ. પોતાની વિશેષતાઓની જાણકારી જ્યારે બીજાને મળે છે ત્યારે તેઓની સામે આપણે પાવરફૂલ વ્યક્તિ સાબિત થઈએ છીએ.

3) પોતાના ઈરાદાઓ બધાની સામે જાહેર ના કરો :

‘પાવરફૂલ’ વ્યક્તિ પરિણામમાં માને છે, વાતો કરવામાં નહીં. આવી વ્યક્તિ પોતાના ઈરાદાઓ, યોજનાઓ, ધ્યેયોની માહિતી કોઈને આપતા નથી, પરંતુ કામ કરીને દેખાડતા જાય છે. જેટલી જાહેરાત વધુ કરીએ તેટલી જ ‘પાવર’માં ઉણપ આવવા લાગે. આમ પણ કઈ વાત કોને કહેવી અને કોને ના કહેવી તેની સમજ કેળવનાર વ્યક્તિ જ ‘પાવરફૂલ’ બની શકે છે. ઘણી વાતોને સમાજ સુધી પહોંચાડવી જરૂરી હોય છે તો કેટલીક વાતો માત્ર સર્કલમાં જ કહેવાની હોય છે. કોઈ વાત માત્ર ફેમિલી સુધી મર્યાદિત રાખવાની હોય છે અને કેટલીક માહિતી તો માત્ર અને માત્ર આપણા સુધી જ સીમિત રાખવાની હોય છે. ‘પાવરફૂલ’ વ્યક્તિને આ બાબતનું સંપૂર્ણ જ્ઞાન હોય છે અને તેથી જ તે સુઝબૂઝ અને કુનેહથી નિર્ણયો લઈ શકે છે.

4) જેટલી જરૂરીયાત છે એટલી જ વાત કરો :

ઘણા લોકોને બડબડ કરવાની ટેવ હોય છે. કામની વાતો તો ઠીક, પણ જે વાતોની કઈ જરૂર જ નથી તેવી વાતો પણ જ્યાં ને ત્યાં કર્યા કરતાં હોય છે. એક જ વિષય પર પાંચ વાક્યોની જરૂર છે ત્યાં પણ તેને લંબાવીને પંદર કરી દે છે. આવા લોકો પોતાના ‘પાવરફૂલ’ વ્યક્તિત્વમાં ઉણપ લાવે છે. અને ક્યારેક મોટી નુકશાનીનો ભોગ પણ બને છે. 1825માં રૂસની ગાદી પર નિકોલસ ફસ્ટ આવ્યા. તેમણે જનતા માટે આકરા નિયમો લાગુ પાડ્યાં ત્યારે જનતામાં વિદ્રોહ થયો. આ વિદ્રોહમાં એક ‘પાવરફૂલ’ વ્યક્તિએ નેતૃત્વ સંભાળ્યું હતું. સૈનિકોએ આ વ્યક્તિને પકડીને જેલમાં નાખી દીધો. નિકોલસે તેમને તાત્કાલિક ફાંસીની સજા ફરમાવી પરંતુ થયું એવું કે, જ્યારે આ વિદ્રોહી નેતાને ફાંસીને માછડે ચડાવ્યો તો ફાંસી આપવાનું દોરડું તૂટી ગયું અને આ નેતા નીચે જમીન પર પડ્યો અને બચી ગયો. સૌને આશ્ચર્ય થયું અને ઈશ્વરની કૃપા સમજીને તેની ફાંસીની સજા રદ કરી નાખી. આ સમાચાર સાંભળતા જ તે વધુ પડતો ઉત્સાહમાં આવી ગયો અને સૌની સામે બોલી ઉઠ્યો, “જોયું, આપણા દેશની કેવી કમનસીબી છે કે એક મજબૂત દોરડું પણ નથી બનાવી શકતા!’ આ વાત નિકોલસને જ્યારે ખબર પડી એટલે તે ધુવાંફૂવાં થઈ ગયો અને તેણે બીજા જ દિવસે ફરીથી ફાંસી આપવાનો નિર્ણય કર્યો. આ વખતે દોરડું વધારે મજબૂત હતું અને આ ક્રાંતિકારી નેતા ફાંસીને કારણે મૃત્યુ પામ્યા. આ એક વાક્ય ના બોલ્યો હોત તો જિંદગીની ભેટ મળી ગઈ હોત! એટલે જ ક્યારે, ક્યાં અને કેવું બોલવું એનું કુનેહ કેળવવાથી જ ‘પાવરફૂલ’ બની શકાય છે.
આમ પણ વધુ વાતો કરનાર વ્યક્તિ કામની વાતો તો કરે જ, પણ સાથોસાથ પોતાના સિક્રેટ, પોતાની યોજનાઓ, પોતાની તકલીફો બધુ જ વાતોના માધ્યમથી જાણતા-અજાણતા રજૂ કરી દે છે. જેને કારણે ઘણીવાર, આ ભૂલને ભોગવવાનો વારો આવે છે.

Ajj No Awaj-363-1

પાવરફૂલ’ થવા માટે ઉપરોક્ત પ્રકારની શક્તિઓ કે વિશેષતાઓ કે આગવી પ્રતિભાની જરૂર પડે એ હકીકત છે પરંતુ આ બધી જ શક્તિઓને પ્રાપ્ત કરવા માટે આપણે આપણાં જીવન વ્યવહારમાં અમુક સમજ પણ કેળવવી પડે. જો આપણે અમુક બાબતોના અજ્ઞાનને કારણે પાછા પડીએ તો આપણે પાવરફૂલ હોવાં છતાંયે પરાસ્ત થવાનો વારો આવી શકે.

5) દલીલોથી નહીં, સારા પરિણામોથી જીત મેળવો :

પાવરફૂલ વ્યક્તિ હંમેશા પરિણામલક્ષી હોય છે. તેમને વાતોમાં, સપનાઓમાં બહુ વિશ્વાસ હોતો નથી. તે કાર્ય સિદ્ધિમાં જ માનતો હોય છે. કોઈપણ બાબતની ચર્ચાઓમાં દલીલો કરીને જીત મેળવવી એ ‘પાવરફૂલ’ વ્યક્તિનું કામ નથી. પરંતુ પ્રેક્ટિકલ બનીને સાબિતી આપવી એ તેમને વધુ પસંદ હોય છે. કારણ કે દલીલો સામે વાળી વ્યક્તિથી દૂરી બનાવે છે જ્યારે સાબિતી તેની નજીક લઈ જાય છે.

6) સામેની વ્યક્તિની માનસિકતા અનુસાર રજૂઆત કરો :

કોઈપણ પ્રકારની વાત કે વ્યવહાર બધાની સાથે એક સરખી શૈલીથી જ અને સમાન રીતે જ કરનાર વ્યક્તિ પોતાના પાવરમાં ગાબડું પાડે છે. સામેવાળી વ્યક્તિની માનસિક્તાનો અભ્યાસ કરીને તેને શું કહેવું, શું ના કહેવું,તેમની સાથે કેવો વ્યવહાર કરવો એ બધી બાબતની સુઝબૂઝ સાથે જ જ્યારે કોઈ સાથે મેળાપ થાય છે ત્યારે તેના હ્રદયને જીતી શકાય છે. એક ‘પાવરફૂલ’ વ્યક્તિ જ અન્યના હ્રદયને જીતી શકે છે કારણ કે તેમની પાસે એ યોગ્યતા અને વિશેષતા છે.

7) ઇરાદાપૂર્વક મૂર્ખ બનવાની કુશળતા :

સૌથી વધુ બુદ્ધિમાન વ્યક્તિ એ છે કે જ્યારે એને એવું લાગે કે મારે સામેવાળા વ્યક્તિની સામે મૂર્ખ સાબિત થવું છે અને તે પોતાની વાત કે વર્તન દ્વારા મૂર્ખ સાબિત થઈને પણ પોતાનું કામ કઢાવી લે છે. કારણ કે આપના સમાજમાં એવા ઉંચા કોલર કરીને બેઠેલા માણસો પણ છે જેને પોતાનાથી હોશિયાર માણસ ગમતા જ નથી. અને જો તેને ખબર પડે કે સામેનો વ્યક્તિ મારા કરતાં પણ હોશિયાર છે તો તે તેમને અવૉઇડ કરે છે. તેથી એવા સમયે સામેવાળાને શ્રેષ્ઠ સાબિત કરીને પોતાને કઈ ખબર પડતી નથી તેવો ઢોંગ કરીને પણ કામ કઢાવી લેવાની કુનેહ જેનામાં હોય છે તે ‘પાવરફૂલ’ વ્યક્તિ હોય છે. કારણ કે તેમાં તે પોતાની કુશળતાનો પરિચય આપે છે.

Ajj No Awaj-363-2

‘પાવરફૂલ’ વ્યક્તિની એ વિશેષતા હોય છે કે તે કોઈપણ વ્યક્તિનો વિશ્વાસ આસાનીથી જીતી લે છે અને વિશ્વાસ જીતવો એ પણ એક પ્રકારનો ‘પાવર’ જ છે. આ ઉપરાંત ‘પાવરફૂલ’ વ્યક્તિ પોતાની પ્રતિષ્ઠાને હંમેશા સાચવી રાખે છે. પ્રતિષ્ઠા એક એવી મૂડી છે જેના દ્વારા કેટલાય અઘરા કામો પણ આસાનીથી કરી શકાય છે. પ્રતિષ્ઠા પાવરમાં વધારો કરે છે અને પોતાનો આત્મશક્તિને પણ વધારે છે.

8) વિશ્વાસ જીતવાની કળા તેમજ પ્રતિષ્ઠાની સાચવણી :

‘પાવરફૂલ’ વ્યક્તિની એ વિશેષતા હોય છે કે તે કોઈપણ વ્યક્તિનો વિશ્વાસ આસાનીથી જીતી લે છે અને વિશ્વાસ જીતવો એ પણ એક પ્રકારનો ‘પાવર’ જ છે. આ ઉપરાંત ‘પાવરફૂલ’ વ્યક્તિ પોતાની પ્રતિષ્ઠાને હંમેશા સાચવી રાખે છે. પ્રતિષ્ઠા એક એવી મૂડી છે જેના દ્વારા કેટલાય અઘરા કામો પણ આસાનીથી કરી શકાય છે. પ્રતિષ્ઠા પાવરમાં વધારો કરે છે અને પોતાનો આત્મશક્તિને પણ વધારે છે. આપણે જોઈએ છીએ કે પ્રતિષ્ઠિત વ્યક્તિ સાથે કામ કરવામાં થોડો વધારે ભોગ આપવો પડે તો પણ તેને જ પસંદ કરી છીએ. કોઈ લોકલ દુકાન પર ૫૦૦ રૂપિયાનો શર્ટ પણ આપણને મોંઘો લાગશે પરંતુ કોઈ બ્રાન્ડનો શર્ટ ૨૦૦૦ રૂપિયામાં લેવા પણ આપણે તૈયાર થઈ જઈએ છીએ. એવી જ રીતે જો આપણે માર્કેટમાં આપણું નામ બનાવ્યું હશે તો એ નામ આપણામાં ‘પાવર’નું સ્વરૂપ ધારણ કરે છે અને આ પાવરથી આપણે આપણાં કામ આસાનીથી કરી શકીએ છીએ.

9) મદદની જરૂર પડે ત્યારે બંને પક્ષે ફાયદાની વાત કરો :

જે વ્યક્તિ પાવરફૂલ છે તે અન્ય પાસેથી મદદની અપેક્ષા રાખતો નથી. પરંતુ તે પોતાની જરૂરિયાત સામે સામેવાળાના ફાયદાની જ વાત કરશે. કોઇની સામે કરગરીને મદદ માંગવાથી ‘પાવર’માં ઉણપ સર્જાય છે. પરંતુ જો તે બંને પક્ષે સહકારની વાત કરીને પોતાની જરૂરીયાત પૂરી કરે છે ત્યારે તે સમજણ અને વ્યવહાર તેમના પાવરમાં વધારો કરે છે.
આપણે પાવરફૂલ બનવાના પ્રયત્નો કરીએ અને જો આપણે પાવરફૂલ હોઈએ તો આ પાવરમાં ઉણપ ના આવે તે માટે આવી કેટલીક નાની-નાની પરંતુ ઉપયોગી બાબતોને સમજીએ. તો વધુને વધુ પાવરફૂલ બનતા જઈશું. ઘણીવાર કોઈમાં કઈ લેવાનું ના હોય અને તે કુદકા મારતા હોય છે ત્યારે આપણે કહેતા હોઈએ છીએ કે, “ભાઈ, ખોટો પાવર કરમાં… અમને ખબર જ છે તું કોણ છે.” આવા ખોટી રીતે પોતાની જાતને ‘પાવરફૂલ’ સાબિત કરવા માટે ઉલળતા લોકોનો તો તોટો જ નથી. આવા પાવર કરનાર લોકોનો ફ્યુઝ ક્યારે ઊડી જાય તેની ખબર જ પડતી નથી. પવારનો નશો ઉતારી ગયા પછી એ વ્યક્તિ લાચાર બની જતો હોય છે.

આપણે વધારે ખોટો પાવર ના કરીને ‘પાવરફૂલ’ વ્યક્તિ બનવા માટે હંમેશા પ્રયત્નો કરીએ. સજાગ રહીએ અને પોતાના વર્ચસ્વનો વિસ્તાર કરીએ!

- Advertisement -
  • DEEP SEA ELECTROTECH
  • Siddharth Hair Transplant