લેબગ્રોન ડાયમંડ કંપની નાસ્ડેકની સમયમર્યાદા ચૂકી ગઈ

નાસ્ડેકના નોટિફિકેશનની તેના લિસ્ટિંગ પર કોઈ તાત્કાલિક અસર નથી અને તે ફાઇલ કરવા માટે હવે 19 માર્ચની અંતિમ તારીખ છે.

Labgrown Diamond company misses Nasdaq deadline
ફોટો સૌજન્ય : એડમાસ વન
- Advertisement -
  • MASSIVE TECH LAB
  • SHREE-SIDDHI-VINAYAK-LASER-FEATURED
  • NAROLA MACHINES

DIAMOND CITY NEWS, SURAT

લેબગ્રોન ડાયમંડના વેપાર સાથે સંકળાયેલી એડમાસ વન કોર્પ પર ડિલિસ્ટ થવાનું જોખમ ઊભું થયું છે. આ કંપની નાસ્ડેકમાં નાણાકીય માહિતીઓ સબમિટ કરવામાં નિષ્ફળ રહી છે. સમયસર માહિતી સબમિટ નહીં કરાવવાના કારણ કંપની નાસ્ડેકમાંથી ડિલિસ્ટ થાય તેવા સંજોગો ઊભા થયા છે.

દરમિયાન કંપનીએ એક નિવેદનમાં જાહેર કર્યું છે કે નાણાકીય વિગતો જમા કરાવવાની સમયમર્યાદા ચૂકી ગઈ હોવા છતાં કંપની ખંતપૂર્વક પોતાની જવાબદારી નિભાવી રહી છે. તે પોતાના કાર્યો કરી રહી છે. ટૂંક સમયમાં કંપની પોતાનો વાર્ષિક અહેવાલ 2023 ફોર્મ 10-K ફાઇલ કરે તેવી અપેક્ષા છે.

એડમાસ વન તેની માલિકીની સીવીડી પદ્ધતિનો ઉપયોગ કરીને ગ્રીનવિલે, સાઉથ કેરોલિના, યુએસએમાં જેમ અને ઈન્ડસ્ટ્રીયલ ઍપ્લિકેશન માટે સિંગલ-ક્રિસ્ટલ હીરાનું ઉત્પાદન કરે છે, જેના માટે તે 36 પેટન્ટ ધરાવે છે. કંપની પોતાને “ધ ઓરિજિનલ લેબ-ગ્રોન ડાયમંડ કંપની” તરીકે વર્ણવે છે. કંપનીએ ડિસેમ્બર 2022માં તેના IPO પર 11 મિલિયન ડોલર કરતાં વધુની આવક કરી હતી. જોકે, તે 30 મિલિયન ડોલરની અપેક્ષા કરતાં નોંધપાત્ર રીતે ઓછી હતી.

કંપની 2018 માં સીઈઓ જ્હોન “જે” જી ગાર્ડિના દ્વારા શરૂ કરવામાં આવી હતી. રાસાયણિક રિએક્ટરની મદદથી ડાયમંડનું ઉત્પાદન કરતી Scio Diamond Technology Corporation પાસે પોતાની માલિકીની દક્ષિણ કેરોલિનામાં મિલકતો છે. તેની પાસે 3 મિલિયન ડોલર કરતાં વધુનું અસુરક્ષિત દેવું છે.

એડામ્સ વનએ એક પ્રેસ રિલિઝમાં જણાવ્યું હતું કે નાસ્ડેકના નોટિફિકેશનની તેના લિસ્ટિંગ પર કોઈ તાત્કાલિક અસર નથી અને તે ફાઇલ કરવા માટે હવે 19 માર્ચની અંતિમ તારીખ છે. કંપની ખંતપૂર્વક કામ કરી રહી છે અને ટૂંક સમયમાં તેનો વાર્ષિક અહેવાલ 2023 ફોર્મ 10-K ફાઇલ કરવાની અપેક્ષા રાખે છે, જે કંપનીને અનુપાલન ફરીથી મેળવવા માટે ઔપચારિક યોજના સબમિટ કરવાની જરૂરિયાતને દૂર કરશે, એમ વધુમાં તેમણે જણાવ્યું હતું.

Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.

______________________________________________________

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM

વધુ સમાચાર વાંચો :

- Advertisement -
  • DEEP SEA ELECTROTECH
  • Siddharth Hair Transplant