લેબગ્રોન હીરા દાવાઓ જેટલાં ટકાઉ ન હોય શકે : નેચરલ ડાયમંડ કાઉન્સિલ

એનડીસી દ્વારા થોડા દિવસો અગાઉ ડાયમંડ ફેક્ટ્સ : એડ્રેસિંગ મિથ્સ એન્ડ મિસકન્સેપ્શન ઓફ ધ ડાયંડ ઈન્ડસ્ટ્રી શીર્ષક હેઠળ રિપોર્ટ જાહેર કરાયો છે.

Lab Grown diamonds may not be as durable as claims-Natural Diamond Council
(ડાબે) કુદરતી રફ હીરા (લીઓ બીબરનો ફોટો). (જમણે) સીવીડી સીડ ક્રિસ્ટલ લેબગ્રોન હીરા.
- Advertisement -
  • MASSIVE TECH LAB
  • SHREE-SIDDHI-VINAYAK-LASER-FEATURED
  • NAROLA MACHINES

DIAMOND CITY NEWS, SURAT

નેચરલ ડાયમંડ કાઉન્સિલ દ્વારા તાજેતરમાં બહાર પાડવામાં આવેલા એક અહેવાલમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે લેબોરેટરીમાં ઉત્પાદન પામેલા પ્રત્યેક હીરા ટકાઉ નથી. નેચરલ ડાયમંડ કાઉન્સિલ દ્વારા એક એનર્જી ઈન્ટેન્સીવ પ્રોસેસનો પ્રયોગ કર્યા બાદ આ દાવો કરાયો છે.

નેચરલ ડાયમંડ કાઉન્સિલ એટલે કે એનડીસી દ્વારા થોડા દિવસો અગાઉ ડાયમંડ ફેક્ટ્સ : એડ્રેસિંગ મિથ્સ એન્ડ મિસકન્સેપ્શન ઓફ ધ ડાયંડ ઈન્ડસ્ટ્રી શીર્ષક હેઠળ રિપોર્ટ જાહેર કરાયો છે. તેનો અર્થ એવો કે હીર ઉદ્યોગ અંગે પ્રવર્તમાન ગેરસમજો અને માન્યતાઓ. આ રિપોરટ્ નેચરલ ડાયમંડ અને સિનથેટીક ડાયમંડ અંગે હીરા ઉદ્યોગ અને માર્કેટમાં ચાલી આવતી સાચી-ખોટી માહિતીઓ પર પ્રકાશ ફેંકે છે. તેની પર સવાલ ઉઠાવે છે.

ધરતીના પેટાળમાં અબજો વર્ષો સુધી ગરમી સહન કર્યા બાદ કુદરતી હીરા બને છે જ્યારે લેબોરેટરીમાં ઉત્પાદન પામેલા હીરાનું ઝડપથી મોટા પાયે ઉત્પાદન કરી શકાય છે. તેથી તેને કુદરતી હીરાની સરખામણીમાં વધુ સસ્ટેનેબલ એટલે કે ટકાઉ તરીકે વિકલ્પ તરીકે ઓળખવામાં આવે છે. કૃત્રિમ હીરાના ઉત્પાદન માટે લેબોરેટરીમાં ૧૩૦૦ થી ૧૬૦૦ ડિગ્રી સેલ્સિયસના ઊંચા દબાણ અને ઊંચા તાપમાન ઉત્પન્ન કરવામાં આવે છે. આટલા ઊંચા તાપમાનની જરૂર પડે છે. આ તાપમાન સૂર્યની સપાટીના તાપમાનના ૨૦ ટકા જેટલું છે અને કુદરતી હીરની પ્રક્રિયાના અનુકરણ કરવા માટે તે આવશ્યક છે.

નેચરલ ડાયમંડ કાઉન્સિલના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, ઉચ્ચ તાપમાનની સાથે લેબોરેટરીમાં ઉત્પાદિત કરાયેલા હીરા બનાવવા માટે પણ મોટી માત્રામાં એનર્જી એટલે કે વીજળીની જરૂર પડે છે. કાઉન્સિલનો સરવે એ પણ દર્શાવે છે કે લેબોરેટરીમાં ઉત્પાદન પામતા હીરાની સરેરાશ કિંમતમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. જે ૨૦૧૬થી ૭૪ ટકા જેટલા ઘટ્યા છે. બીજી તરફ છેલ્લાં ૩૫ વર્ષમાં કુદરતી હીરાના ભાવમાં વાર્ષિક ૩ ટકાનો વધારો જોવા મળ્યો છે.

નેચરલ ડાયમંડ કાઉન્સિલના સીઈઓ ડેવિડ કેલી જણાવે છે કે, “આપણે એવા યુગમાં જીવી રહ્યાં છે જ્યાં ગ્રાહકો વધુ જાગૃત થયા છે. પહેલાંની સરખામણીએ હવે ગ્રાહકો વધુ જિજ્ઞાસુ અને પ્રબુદ્ધ બન્યા છે. તેઓ જે ચીજની ખરીદી કરી રહ્યાં છે તે ચીજ વિશે તથા તે ચીજની ઉત્પાદન પ્રક્રિયા તે ચીજનું ઉત્પાદન કરતી કંપનીઓ વિશે તે ઉદ્યોગની પ્રથાઓ વિશે વધુ જાણવા માંગે છે.”

નેચરલ ડાયમંડ કાઉન્સિલમાં અમે પારદર્શક રીતે ગ્રાહકો સુધી માહિતી પહોંચાડી ગ્રાહકોને યોગ્ય નિર્ણય લેવામાં મદદરૂપ બની રહ્યાં છે.

______________________________________________________

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM

વધુ સમાચાર વાંચો :

- Advertisement -
  • DEEP SEA ELECTROTECH
  • Siddharth Hair Transplant