વર્ષ 2024માં 1.10 કરોડ લગ્ન ભારતીય જ્વેલર્સને ફળશે!

ભારત પ્રગતિના પંથે હોવાના અહેવાલ સાંપડી રહ્યાં છે, તેનું જ કારણ છે કે કોરોના બાદ મોંઘવારી વધવા છતાં ભારતમાં ખર્ચનું પ્રમાણ પણ વધ્યું છે.

In the year 2024 110 crore weddings would fruitful for Indian jewellers
- Advertisement -
  • MASSIVE TECH LAB
  • SHREE-SIDDHI-VINAYAK-LASER-FEATURED
  • NAROLA MACHINES

DIAMOND CITY NEWS, SURAT

વિશ્વબજારમાં ગોલ્ડમેન સાચના મત અનુસાર અમેરિકામાં ફેડ દ્વારા એફઓએમસીની મીટીંગમાં વ્યાજનો દર ક્યારે અને કેટલો ઘટાડશે તેની જાહેરાત થતા સોનું પોતાની દિશા નક્કી કરશે પરંતુ જો સોનું 2063 ડોલર પ્રતિ ઔંસના ભાવ તોડે તો સોનામાં મોટી તેજી આવે અને જો 1955 ડોલર પ્રતિ ઔંસને તોડે તો સોનામાં મંદીને અવકાશ છે એવી ધારણા વૈશ્વિક કક્ષાએ નિષ્ણાતો દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે ત્યારે લંડનની રોયલ મીન્ટના સ્ટેટેજીસ્ટ સ્ટુઅર્ટ ઓરેલી જણાવે છે કે ફુગાવો વધતાં સોનાની લગડી તથા સિક્કાની માંગ વધી અને લોકો પોતાની નાણાની સલામતીની દિશામાં દોડ્યા છે, તેના લીધે સોનાની માંગમાં 26 ટકાનો ઉછાળો આવ્યો છે અને સોનાની ખરીદી વધી છે.

આ સ્થિતિ બેન્ક ઓફ ઈંગ્લેન્ડને  વ્યાજનો દર ઘટાડવા મજબૂર કરે તથા વ્યાજના દર સોના માટે વધુ ફેવરેબલ રહે તેમ છે. અમેરિકાના લેબર માર્કેટના સારા આંકડા બહાર આવતા અમેરિકામાં સોનાનો ભાવ 2150 ડોલર પ્રતિ ઔંસનો ભાવ દાખવે એવી પણ શક્યતા છે. છેલ્લા 12 મહિનામાં સોનાએ 28 ટકાનું વળતર આપ્યું છે.

લંડનની સેન્ટ્રલ બેન્કે 2022ના ત્રીજા ક્વાર્ટરમાં 399 ટન સોનાની ખરીદી 20 બિલિયન ડોલરની રેકોર્ડ તોડયો હતો. વિશ્વબજારમાં ગયા વર્ષે જુલાઈથી સપ્ટેમ્બર માસ સુધીમાં 1181 ટન સોનાની ખરીદી થઈ છે.

તુર્કિયે, ઉઝબેકીસ્તાન, કતાર તથા ભારતની સેન્ટ્રલ બેન્કે પુષ્કળ સોનાની ખરીદી કરી છે તેમાં તૂર્કીયેએ 46.8 ટન સોનાની ખરીદી કરીને 300 ટકા વધારા નોંધાવ્યો છે ત્યારે રશિયા અને ચીન પોતાની સોનાની ખરીદીના આંક જાહેરાત નથી કરતા પણ ભારત અને દક્ષિણ એશિયામાં સોનાની માંગ વધી છે.

મિડલ ઈસ્ટની લડાઈ તથા યુક્રેન અને રશિયા વચ્ચેનું યુધ્ધ લંબાતા, વૈશ્વિક આર્થિક સ્થિતિ ડામાડોળ બની છે અને મોંઘવારી વધતાં લોકો પરેશાનથી બચવા સોનાની ખરીદી કરવા લાગશે. પરિણામે ભાવો ઊંચકાશે.

વૈશ્વિક ચાંદી બજારમાં ચાંદી ફરી એકવાર 25 ડોલર પ્રતિ ઔંસનો ભાવ દાખવી શકે પરંતુ હાલ તુરત ચાંદી 2250 સેન્ટ પ્રતિ ઔંસથી 2390 સેન્ટ પ્રતિ ઔંસ વચ્ચે અથડાશે. વિશ્વબજારમાં રીસાઈક્લીંગ ચાંદીની આવકમાં થોડોક વધારો નોંધાયો હોવાથી ચાંદીના પૂરવઠામાં અછત નહીં દેખાય.

નવા નવા ક્ષેત્રમાં ચાંદીની માંગમાં વધારો થતા તથા સોલાર પેનેલ અને ઓટોમોબાઈલ ક્ષેત્રે બેટરીનો ઉપયોગ થતા ચાંદીની માંગ વધશે પરિણામે ચાંદીના ભાવો પર અસર પડે અને ચાંદી ઉછળી શકે.

ચાંદીની ખાણમાં ચાંદીના ઉત્પાદનમાં 2 ટકાનો વધારો નોંધાયો છે અને ખાણવાળા ચાંદીનો સ્ટોક કરી હેજીંગ દ્વારા ચાંદીના સ્ટોકને નોર્મલ રાખવા પ્રયત્ન કરે છે અને ભાવો સ્થિર કરશે અને ચાંદીમાં મંદીને આવવા નહીં દે.

ચીન તથા ભારતની ચાંદીની માંગમાં  વધારો નોંધાતા ચાંદીના ભાવો પર તેજીનો પ્રભાવ પડે તથા પૂરવઠાના સ્ટોકમાં વોલ્ટમાં રહેલી ચાંદીનો ઉપાડ વધશે છતાં જે.પી. મોરગનનો વોલ્ટમાં પડેલા ચાંદીના સ્ટૉક પર કશી વિપરીત અસર નહીં પડે.

લોકો હાજર ચાંદી પોતાના કબજામાં રાખવામાં માની રહ્યા હોવાથી વોલ્ટમાં ચાંદીના ઉપાડમાં વધારો નોંધાયો છે. એકંદરે ચાંદી તેજી મંદીના આંચકા પચાવી નવી દિશા દાખવી શકે છે.

સ્થાનિક સોના બજારમાં વૈશ્વિક મજબૂતાઈને કારણે સોનાના ભાવોમાં મજબૂતી રહી છે અને વાયદો 62,300 પ્રતિ દસ ગ્રામનો ભાવ ક્વોટ થાય છે ત્યારે વગર બિલમાં સોનાનો ભાવ 63,300 પ્રતિ દસ ગ્રામ ક્વોટ થતા સોનાના ભાવમાં 200 રૂપિયા પ્રતિ દસ ગ્રામનો વધારો નોંધાયો છે.

નોંધવું રહ્યું કે 2021-22ના વર્ષમાં સોનાના દાગીનાના શોરૂમ ઘટી રહ્યા હતા તેમાં સુધાર થતાં દાગીનાની શોપિંગ વધી રહી છે અને 28 ટકા જેવો વધારો જોવા મળ્યા છે તથા શોરૂમવાળાઓ પુષ્કળ મોટી મોટી જાહેરાતો કરીને વધુ ઘરાકોને આકર્ષવા પ્રયત્ન કરી રહ્યા છે.

ભારતમાં દાગીના જ્વેલરી બજારમાં સોનાનો વપરાશ વધી રહ્યો છે અને તેનો વિકાસ 50 ટકા જેટલો વધ્યો છે અને અગાઉની આગાહીમાં જે  સાધારણ ઘટાડાનું વલણ રહેશે તેની વિરુદ્ધ 2023-24માં તે આગાહી ખોટી ઠરી છે અને જ્વેલરીનું વેચાણ વધ્યું છે.

આ વર્ષે સોનાની માંગમાં વધારો થશે તથા હોળાષ્ટક નજીક આવવા છતાં માંગમાં થોડી નરમાઈ રહે પરંતુ સોનાના ભાવમાં મંદી નહીં રહે અને વૈશ્વિક બજાર સ્થાનિક બજારને દિશા આપશે.

દેશમાં દાણચોરીનું પુષ્કળ સોનું આવી રહ્યું છે અને આ વર્ષે કદાચ 270થી 275 ટન સોનું દાણચોરીથી આવી શકે. આયાતકારો દરેક ભાવે સોનું મંગાવે છે અને આ વર્ષે 700 ટનથી વધુ સોનાની આયાત થશે તેવો અંદાજો મૂકાયો છે.

સોનાના ભાવો મજબૂત રહેતા જુના સોનાના દાગીનાની આવકમાં 20 ટકા જેટલો વધારો જોવા મળે છે. મોંઘવારી લોકોને નડે છે પરંતુ આ વર્ષે લગભગ 1 કરોડ 10 લાખ લગ્ન થશે તેવી ગણતરી મૂકતાં સોનાના શોરૂમવાળાઓનું દાગીનાનું વેચાણ વધશે. એકંદરે સોનાના ભાવો 62,000 અને 64,000 પ્રતિ દસ ગ્રામ વચ્ચે અથડાશે.

સ્થાનિક બજારમાં ચાંદીના ભાવો વૈશ્વિક નરમાઈને કારણે નરમ રહે છે. ચાંદીના ભાવો વગર બીલમાં 72,650 અને વાયદાનો ભાવ 71,150 પ્રતિ કિલો બોલતાં ઘરાકી સારી છે અને રોકાણકારો દરેક નીચા ભાવે ચાંદી ખરીદી રહ્યા છે અને લાંબા ગાળે તેજી આવતા નફો બુક કરશે.

______________________________________________________

Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM

વધુ સમાચાર વાંચો :

- Advertisement -
  • DEEP SEA ELECTROTECH
  • Siddharth Hair Transplant