હોંગકોંગની જ્વેલરી કંપની Tse Sui Luenએ અર્ધવાર્ષિક સમયગાળામાં ખોટ કરી

ગ્રાહકોએ પડકારજનક અર્થવ્યવસ્થાને ધ્યાનમાં તેમના બજેટને સંકુચિત કર્યું હતું. હીરાની માંગમાં ઘટાડો થતાં કંપનીએ સોનાની વધુ પ્રોડ્કટ વેંચી હતી.

Hong Kong jewellery company Tse Sui Luen made a loss in the half-year period
- Advertisement -
  • MASSIVE TECH LAB
  • SHREE-SIDDHI-VINAYAK-LASER-FEATURED
  • NAROLA MACHINES

DIAMOND CITY NEWS, SURAT

ચીનમાં આર્થિક પડકારો અને હીરાની જ્વેલરીની ઘટતી માંગ વચ્ચે હોંગકોંગ સ્થિત જ્વેલર Tse Luen Sui (TSL) એ નાણાંકીય વર્ષના પહેલા 6 મહિનામાં ખોટ નોંધાવી છે.

TSL એ તાજેતરમાં જણાવ્યું હતું કે, એક વર્ષ અગાઉ 1.8 મિલિયન હોંગકોંગ ડોલર (230,000 ડોલર)ના નફાની સરખામણીમાં 30 સપ્ટેમ્બરના રોજ પુરા થયેલા છ મહિના માટે કંપનીની ચોખ્ખી ખોટ 58.3 મિલિયન હોંગકોંગ ડોલર (7.5 મિલિયન ડોલર) થઈ હતી. આ સમયગાળા માટે વેચાણ 8 ટકા વધીને 1.35 બિલિયન હોંગકોંગ ડોલર (172.8 મિલિયન ડોલર) થયું છે.

TSLના સૌથી મોટા બજાર મેઇનલેન્ડ ચાઇનામાં આવક 3.2 ટકા ઘટીને 870.6 મિલિયન હોંગકોંગ ડોલર (111.7 મિલિયન ડોલર) થઇ કારણ કે ગ્રાહકોએ પડકારજનક અર્થવ્યવસ્થાને ધ્યાનમાં તેમના બજેટને સંકુચિત કર્યું હતું. હીરાની માંગમાં ઘટાડો થતાં કંપનીએ સોનાની વધુ પ્રોડ્કટ વેંચી હતી.

 કંપનીએ જણાવ્યું હતું કે,આંતરરાષ્ટ્રીય આર્થિક ચિંતાઓ અને ચીનના પ્રોપર્ટી સેક્ટરના પડકારોથી પ્રભાવિત, ગ્રાહકો તેમના ખર્ચમાં વધુ રૂઢિચુસ્ત બન્યા હતા. ચીનની સરકારે ગ્રાહકોનો વિશ્વાસ વધારવા અને આર્થિક પુનઃપ્રાપ્તિને વેગ આપવા માટે પગલાં લીધાં છે, જેના કારણે છૂટક વેચાણમાં થોડો સુધારો થયો છે. પ્યોર ગોલ્ડની ડિમાન્ડ વધવાને કારણે કંપનીએ ડાયમંડ ડિમાન્ડ ઓછી રહેવાને કારણે થયેલી લોસને રિકવક કરવા ગોલ્ડ બિઝનેસ પર વધારે ફોકસ કર્યું હતું.

હોંગકોંગ અને મકાઉમાં, વેચાણ 41 ટકા વધીને  407.5 મિલિયન હોંગકોંગ ડોલર ($52.3 મિલિયન ડોલર) થઈ ગયું કારણ કે મ્યુનિસિપાલિટીએ મેઇન લેન્ડ ચીન સાથેની તેની સરહદ ફરીથી ખોલ્યા પછી પ્રવાસનમાં સ્થિર પુનઃપ્રાપ્તિ જોવા મળી હતી. કંપનીને હોંગકોંગ સરકાર દ્વારા નવા સ્ટીમ્યુલસ વાઉચરના વિતરણ તેમજ અર્થતંત્રને ઉત્તેજિત કરવા માટે મોટા પાયે ઝુંબેશથી પણ ફાયદો થયો.

કંપનીએ ઉમેર્યું હતું કે,આ સરકારી પહેલોએ જૂથને તેના હોંગકોંગ અને મકાઉ રિટેલ બિઝનેસના ટર્નઓવરમાં નોંધપાત્ર વધારો હાંસલ કરવામાં મદદ કરી.

Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.

______________________________________________________

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM

વધુ સમાચાર વાંચો :

- Advertisement -
  • DEEP SEA ELECTROTECH
  • Siddharth Hair Transplant