GJEPCની બેઠકમાં ફ્રાન્સના લક્ઝરી સેક્ટરમાં તકો અને પડકારો અંગે ચર્ચા થઈ

આ બેઠકમાં લક્ઝરી ઈન્ડસ્ટ્રીના વિવિધ પાસાઓ પર ધ્યાન કેન્દ્રીત કરવામાં આવ્યું, કારણ કે ભારત અને ફ્રાન્સ પાસે પૂરક કૌશલ્યો અને સંસાધનો છે.

GJEPC Explores opportunities and challenges in Frances luxury sector
- Advertisement -
  • MASSIVE TECH LAB
  • SHREE-SIDDHI-VINAYAK-LASER-FEATURED
  • NAROLA MACHINES

DIAMOND CITY NEWS, SURAT

ભારત અને ફ્રાન્સ લક્ઝરી ક્ષેત્રે પોતાના સંબંધોને વધુ મજબૂત કરવા માટે આગળ વધી રહ્યાં છે. બંને દેશોમાં ઉદ્યોગ સાહસિકોને તકો અને પડકારો પુરી પાડવા માંગે છે. તેથી આ મામલે ચર્ચા કરવા ગઈ તા. 28મી ફેબ્રુઆરીના રોજ એક મિટિંગ મળી હતી.

આ મિટિંગમાં ભારતમાં ફ્રાન્સની એમ્બેસીના વાણિજ્ય કમિશનર એરિક ફાજોલે અને જીજેઈપીસી સેઝની સબ કમિટીના કો-ઓર્ડિનેટર આશિષ કોઠારી સહિત બંને દેશના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

આ બેઠકમાં લક્ઝરી ઈન્ડસ્ટ્રીના વિવિધ પાસાઓ પર ધ્યાન કેન્દ્રીત કરવામાં આવ્યું હતું. જેમ કે, ડિઝાઈન અને ઈનોવેશન, માર્કેટ એક્સેસ, સસ્ટેનેબલ વ્યવહાર, સાંસ્કૃતિક વિનિમય, શિક્ષણ અને તાલીમ તેમજ ડિજિટલ ટ્રાન્સફોર્મેશન.

આ બેઠકમાં ઉપસ્થિત સહભાગીઓ એ મામલે સહમત થયા હતા કે લક્ઝરી સેક્ટરમાં અપાર સંભાવનાઓ છે. કારણ કે કારણ કે ભારત અને ફ્રાન્સ પાસે પૂરક કૌશલ્યો અને સંસાધનો છે. ભારત પાસે કારીગરીનો સમૃદ્ધ વારસો અને વધતો ગ્રાહક આધાર છે, જ્યારે ફ્રાન્સ વૈભવી ઉત્પાદનો અને સેવાઓમાં શ્રેષ્ઠતા અને ગુણવત્તા માટે વૈશ્વિક પ્રતિષ્ઠા ધરાવે છે.

______________________________________________________

Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM

વધુ સમાચાર વાંચો :

- Advertisement -
  • DEEP SEA ELECTROTECH
  • Siddharth Hair Transplant