જીઆઈએના સીઈઓ સુસાન જેક્સનું લાઈફટાઈમ એચિવેમેન્ટ એવોર્ડથી સન્માન કરાશે

જેમ એવોર્ડર્સના આગામી તા. 8 માર્ચ 2024ના રોજ યોજાનારા વાર્ષિક સમારોહમાં પુરસ્કાર અપાશે. આગામી સપ્તાહોમાં અન્ય નોમિનીના નામોની જાહેરાત કરાશે.

GIA CEO Susan Jacques will be honoured with the Lifetime Achievement Award
ફોટો : સુસાન જેક્સ. (જેમોલોજિકલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ અમેરિકા)
- Advertisement -
  • MASSIVE TECH LAB
  • SHREE-SIDDHI-VINAYAK-LASER-FEATURED
  • NAROLA MACHINES

DIAMOND CITY NEWS, SURAT

વિશ્વભરમાં જાણીતી જેમોલોજિકલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ અમેરિકા (જીઆઈએ)ના સીઈઓ સુસાન એમ. જેક્સને તાજેતરમાં લાઈફટાઈમ એચિવમેન્ટ જેમ એવોર્ડથી સન્માન કરાશે.

એવોર્ડ કમિટીએ જેક્સને તેમની લાંબી કારકિર્દી દરમિયાન જવેલરી ઈન્ડસ્ટ્રીની સેવા કરવા માટે એવોર્ડ આપવાનું નક્કી કર્યું છે. જેક્સના ઉત્કૃષ્ટ નેતૃત્વના લીધે જ્વેલરી ઇન્ડસ્ટ્રીને અનેક ફાયદા થયા છે તેની નોંધ એવોર્ડ કમિટીએ લીધી છે એમ જ્વેલર્સ ઓફ અમેરિકાએ જાહેર કર્યું હતું. આ એવોર્ડ જેક્સને આગામી તા. 4 માર્ચ 2024ને વિશ્વ મહિલા દિવસે ન્યુયોર્કમાં યોજાનારા 22માં વાર્ષિક જેમ એવોર્ડના સમારોહમાં એનાયત કરાશે.

જ્વેલર્સ ઓફ અમેરિકાના સીઈઓ ડેવિડ જે. બોનાપાર્ટે કહ્યું કે, સુસાન જ્વેલરી ઉદ્યોગની પ્રિય મેમ્બર છે અને અમારા ઉદ્યોગની સફળતા માટે તેની પ્રતિબદ્ધતા અતૂટ છે.

જેક્સ જાન્યુઆરી 2014થી જીઆઈએની સીઈઓ છે. સંસ્થામાં જોડાતા પહેલાં તેણી 20 વર્ષ સુધી ઓમાહા, નેબ્રાસ્કામાં બોર્સીમ્સ ફાઇન જ્વેલરી અને ગિફ્ટ્સના સીઈઓ હતા. જેક્સે વર્ષોથી ઘણી ઉદ્યોગ સંસ્થાઓના બોર્ડમાં સેવા આપી છે. જેમાં બ્લેક ઇન જ્વેલરી કોએલિશન, જ્વેલર્સ ઓફ અમેરિકા, જ્વેલર્સ ફોર ચિલ્ડ્રન અને જ્વેલર્સ વિજલન્સ કમિટીનો સમાવેશ થાય છે.

જેમ એવોર્ડર્સના વાર્ષિક ગાલા સમારંભમાં એવી કંપનીઓ અને વ્યક્તિઓની સિદ્ધિઓનું સન્માન કરવામાં આવે છે જેમનું કાર્ય સુંદર દાગીના અને ઘડિયાળોની દ્રશ્યતા અને સ્થિતિને વધારે છે. ઉદ્યોગ નિષ્ણાતોની સમિતિ એવોર્ડીસની પસંદગી કરે છે. આગામી સપ્તાહોમાં અન્ય નોમિનીના નામોની જાહેરાત કરાશે.

Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.

______________________________________________________

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM

વધુ સમાચાર વાંચો :

- Advertisement -
  • DEEP SEA ELECTROTECH
  • Siddharth Hair Transplant