જેમ ડાયમંડ્સે લેસેંગ ખાણમાંથી 113 કેરેટ રફ ડાયમંડ શોધ્યો

ખાણ કંપનીએ ગઈ તા. 17 ફેબ્રુઆરીએ જાહેર કર્યું કે લેસેંગ ખાણમાંથી ઉચ્ચ ગુણવત્તાના IIa પ્રકારના હીરા મળી આવ્યા છે.

Gem Diamonds discovered 113 carat rough diamond from the Letseng mine
ફોટો : 113-કેરેટનો રફ ડાયમંડ. (જેમ ડાયમંડ્સ)
- Advertisement -
  • MASSIVE TECH LAB
  • SHREE-SIDDHI-VINAYAK-LASER-FEATURED
  • NAROLA MACHINES

DIAMOND CITY NEWS, SURAT

જેમ ડાયમંડ્સ કંપનીએ લેસોથામાં પોતાની લેસેંગ ખાણમાંથી 113 કેરેટ કાચા રફ હીરાને શોધી કાઢ્યા છે. આ વર્ષે કંપનીએ 100 કેરેટથી વધુ રફનો જથ્થો ત્રીજીવાર શોધ્યો છે.

ખાણ કંપનીએ ગઈ તા. 17 ફેબ્રુઆરીએ જાહેર કર્યું કે લેસેંગ ખાણમાંથી ઉચ્ચ ગુણવત્તાના IIa પ્રકારના હીરા મળી આવ્યા છે. ગઈ તા. 17 જાન્યુઆરીએ કંપનીએ સાઈટ પરથી હલકી ગુણવત્તાના 139 કેરેટનો હીરો મેળવ્યો હતો, તે પહેલાં 8 જાન્યુઆરીએ ઊંચી કિંમત ધરાવતા 295 કેરેટના સફેદ IIa રફનો જથ્થો ખાણમાંથી મળી આવ્યો હતો.

ચાલુ વર્ષના પ્રારંભમાં ત્રણ વાર 100 પ્લસ કેરેટ ડાયમંડની રિકવરી ખાણ કંપની માટે વરદાન સમાન સાબિત થઈ છે. જ્યારે લેસેંગ 100 કેરેટના માર્કની ટોચ ઉપર ઉચ્ચ ગુણવત્તાવાળા રફ ડાયમંડના ઉત્પાદન માટે જાણીતું છે. જણાવી દઈએ કે તાજેતરમાં પુરવઠો ઓછો થઈ રહ્યો હોવાના સમાચાર સામે આવ્યા હતા.

ગયા વર્ષે અને તે પહેલાં વર્ષ 2022માં કંપનીએ તે કેટેગરીમાં માત્ર 4 હીરા મેળવ્યા હતા, જે 2021માં 6 અને 2020માં 16 હતા. ખાસ કદના રફ પત્થરોની ઘટતી સંખ્યાને કારણે કંપનીની આવકમાં ઘટાડો થયો છે. વેચાણમાં 45 ટકા વાર્ષિક ઘટાડો નોંધાયો છે.

30 સપ્ટેમ્બરના રોજ પુરા થયેલા ત્રીજા ક્વાર્ટરમાં વાર્ષિક ધોરણે 31.4 મિલિયન ડોલર થઈ ગયા હતા. દરમિયાન સરેરાશ કિંમત 35 ટકા ઘટીને 1310 ડોલર પ્રતિ કેરેટ થઈ ગઈ છે. જેમ ડાયમંડ્સ માર્ચમાં 2023 માટે તેના સંપૂર્ણ વર્ષના પરિણામોની જાહેર કરશે.

______________________________________________________

Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM

વધુ સમાચાર વાંચો :

- Advertisement -
  • DEEP SEA ELECTROTECH
  • Siddharth Hair Transplant