સુરતમાં વિદેશી કંપનીઓ હીરાના કારખાના શરૂ કરવા માંડી

સુરતમાં સાઉથ કોરિયન કંપનીએ 100 જેટલા સ્થાનિક રત્નકલાકારોને સાથે રાખી KTD જ્વેલર્સ કંપનીના નામે આ યુનિટ શરૂ કર્યું છે.

Foreign companies started setting up diamond factories in Surat
- Advertisement -
  • MASSIVE TECH LAB
  • SHREE-SIDDHI-VINAYAK-LASER-FEATURED
  • NAROLA MACHINES

DIAMOND CITY NEWS, SURAT

એક જમાનામાં સુરતની સમૃદ્ધિ દેશ વિદેશમાં વખણાતી હતી. સુરતના તાપી કિનારે 86 દેશના વાવટા ફરકતા હતા. મુઘલ સામ્રાજ્ય હતું ત્યારે મુસ્લિમો સુરત થી મક્કા મદિના જતા હતા. શિવાાજીએ સૌથી વધુ વખત સુરતને લૂંટ્યું છે. તો અંગ્રેજોએ પણ ભારતની ધરતી પર પહેલો પગ સુરતમાં મૂક્યો હતો. પછી કાળક્રમે સુરત ભૂલાતું ગયું. મુંબઈ વેપારનું મુખ્ય કેન્દ્ર બન્યું. પરંતુ મુંબઈની સરખામણીએ સુરત કેટલુંય પાછળ રહી ગયું.

હવે ફરી સુરતની નામના વધી રહી છે. સુરતની સમૃદ્ધિ વધી રહી છે. હવે સુરતમાં એરપોર્ટ છે. દેશ વિદેશની કંપનીઓ સુરત સાથે વેપાર કરવા આતુર બની છે. સુરતમાં વિશ્વનું સૌથી મોટું ડાયમંડ બુર્સ બનીને તૈયાર છે, જેમાં દિવાળી બાદ 4600 હીરાની ઓફિસ ધમધમતી થશે. ચોક્કસપણે આગામી દાયકો સુરતનો રહેશે. કદાચ આ વાત વિદેશીઓ પણ સમજી ચૂક્યા છે. તેથી જ સુરતમાં હવે વિદેશી કંપનીઓ ડાયમંડ ફૅક્ટરી શરૂ કરવા માંડી છે.

ડાયમંડ કટિંગ એન્ડ પોલિશિંગના હબ સુરતમાં સાઉથ કોરિયન કંપનીએ ડાયમંડ કટિંગ પોલિશિંગ યુનિટ શરૂ કર્યું છે. કંપનીએ 100 જેટલા સ્થાનિક રત્નકલાકારોને સાથે રાખી KTD જ્વેલર્સ કંપનીના નામે આ યુનિટ શરૂ કર્યું છે.

સુરત સ્પેશિયલ ઇકોનોમિક ઝોન (સેઝ)નાં સૂત્રોના જણાવ્યા મુજબ સાઉથ કોરિયાની અન્ય બે કંપનીએ પણ 1000/1000 મીટરના બે પ્લોટની માંગ કરી છે. એસઈઝેડ ડેવલપમેન્ટ કમિશનર વિરેન્દ્ર સિંહે જણાવ્યું હતું કે, અમેરિકા અને યુરોપના દેશોમાં મંદીને કારણે જેમ એન્ડ જ્વેલરીના એક્સપોર્ટમાં ઘટાડો થયો છે.

બીજી તરફ એક્સપોર્ટ વધે એ માટે સુરત સેઝ દ્વારા નવા દેશો તરફ નજર દોડાવવામાં આવી છે. જેથી આ ઇન્ડસ્ટ્રીને નવા માર્કેટ્સ મળી શકે. સેઝ દ્વારા જુદી જુદી એજન્સીઓએ સીઝ કરેલાં યુનિટ્સ ખાલી કરાવવા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. પ્લોટ પર બાંધકામ કર્યા પછી મેન્યુફેક્ચરિંગ એક્ટિવિટી નહીં કરતા એકમો સામે પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે.

સ્થાનિક અને વિદેશી કંપનીઓ મેન્યુફેક્ચરિંગ યુનિટ સ્થાપી એક્સપોર્ટ વધારી શકે એ માટે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. વિદેશી કંપનીઓ આવશે તો રોજગારીની તકો વધવા સાથે સારું વેતન સ્થાનિક કારીગરોને મળશે.

ઇન્ડસ્ટ્રિયલ શેડ અને પ્લોટની ફાળવણીનાં બે વર્ષ વીતી જવા છતાં કેટલાક ઉદ્યોગકારોએ પ્રોડક્શન એક્ટિવિટી જ શરૂ નહીં કરતાં સેઝના ડેવલપમેન્ટ કમિશનરે આવાં 62 યુનિટને એક્ઝિટ કરવા માટેની કાર્યવાહી પણ શરૂ કરી છે. આ કંપનીઓને એક્ઝિટ આપી તેમના શેડ અને પ્લોટનો કબજો લઈ લેવામાં આવશે. એન્યુઅલ પરફોર્મન્સ રિપોર્ટ જમા નહીં કરનાર સુરત સેઝનાં 75 યુનિટસને શોકોઝ નોટિસ આપવામાં આવી છે.

Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.

______________________________________________________

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM

વધુ સમાચાર વાંચો :

- Advertisement -
  • DEEP SEA ELECTROTECH
  • Siddharth Hair Transplant