ભારતની મોદી સરકારે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર સિસ્ટમના લીધે દેશમાં 27 બિલિયન ડોલરની બચત થઈ…

નોટબંધી, જીએસટી, આઈડીએસ (ઇન્કમ ડિક્લેરેશન સ્કીમ) જેવા અનેક કડક અને સીમા ચિહ્નરૂપ પગલાં મોદી સરકારે લીધા છે. આ શ્રેણીમાં સૌથી મોટું પગલું ડિજીટલ ઇન્ડિયા રહ્યું છે.

Dr Sharad Gandhi Diamond City-385-Article-1
- Advertisement -
  • MASSIVE TECH LAB
  • SHREE-SIDDHI-VINAYAK-LASER-FEATURED
  • NAROLA MACHINES

DIAMOND CITY NEWS, SURAT

વર્ષ ૧૯૮૫માં રાજીવ ગાંધી દેશના વડાપ્રધાન હતા. ત્યારે તેઓ ઓરિસ્સાના કાલાહાંડી જિલ્લાના પ્રવાસે ગયા હતા. અહીં તેઓએ તે સમયે દેશમાં ભ્રષ્ટાચારની જે સ્થિતિ હતી તેની પર નિવેદન આપ્યું હતું, જે સાડા ચાર દાયકા બાદ હજુ પણ ભારતીય રાજકારણમાં અનેકોવાર ચર્ચામાં રહે છે. તત્કાલીન વડાપ્રધાન સ્વ. રાજીવ ગાંધીએ પોતાના વક્તવ્યમાં જાહેરમાં કહ્યું હતું કે કેન્દ્રની સરકાર ગરીબો માટે ૧ રૂપિયો ફાળવે તો તેઓ સુધી માત્ર ૧૫ પૈસા જ પહોંચે છે. સ્વ. રાજીવ ગાંધીએ કહ્યું હતું કે, દેશમાં ખૂબ જ મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચારનું દૂષણ ફેલાયેલું છે. દિલ્હીમાં બેઠાં બેઠાં સમગ્ર દેશમાંથી ભ્રષ્ટાચારના કિડાનો નાશ કરી શકાય નહીં.

વર્ષ ૨૦૧૪માં નરેન્દ્ર મોદીની સરકાર બની ત્યારથી સ્વ. રાજીવ ગાંધીના ભ્રષ્ટાચારવાળા નિવેદનની અનેકોવાર ચર્ચા થઈ છે. ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ કોંગ્રેસની આ મુદ્દે મજાક ઉડાવતાં રહ્યાં છે. વડાપ્રધાન મોદી વારંવાર સ્વ. રાજીવ ગાંધીનું નિવેદન એટલા માટે યાદ કરાવે છે કારણ કે મોદી સત્તામાં આવ્યા ત્યાર બાદથી કેન્દ્રની સરકારે દિલ્હીમાં બેઠાં બેઠાં ભ્રષ્ટાચારના સડાને દેશમાંથી દૂર કરવા અનેક કાર્ય કર્યા છે.

નોટબંધી, જીએસટી, આઈડીએસ (ઇન્કમ ડિકલરેશન સ્કીમ) જેવા અનેક કડક અને સીમા ચિહ્નરૂપ પગલાં મોદી સરકારે લીધા છે. આ શ્રેણીમાં સૌથી મોટું પગલું ડિજીટલ ઇન્ડિયા રહ્યું છે. એક જમાનો હતો જ્યારે ભારતીય પ્રજા બેન્કમાં પણ રૂપિયા ડિપોઝીટ કરવાનું પસંદ કરતી નહોતી. મોટા ભાગની ભારતીય પ્રજા રોકડમાં અથવા સોનામાં પોતાની બચત પોતાની પાસે જ સાચવીને રાખતી હતી. ભારતીય લોકો લેવડદેવડ પણ રોકડમાં જ કરતા હતા. આ આદત બદલવી ખૂબ જ મુશ્કેલ હતી, પરંતુ મોદી સરકારે નોટબંધી બાદ ડિજીટલ ઇન્ડિયાની સિસ્ટમ લાગુ કરીને પ્રજાની આદત બદલી છે.

આ ઉપરાંત ભારત સરકારે પ્રજા માટે જાહેર કરાતી રાહતો, ફંડ સીધા તેઓના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવાનું વલણ અપનાવ્યું. એટલું જ નહીં વિવિધ સરકારી કોન્ટ્રાક્ટના પેમેન્ટ પણ સરકાર સીધા કોન્ટ્રાક્ટરના એકાઉન્ટમાં જમા કરવા લાગ્યા જેના લીધે દેશમાં ભ્રષ્ટાચારનું પ્રમાણ પણ ઘટ્યું છે અને સાથોસાથ બચત પણ થઈ છે, જેના લીધે ભારત સરકારની તિજોરીનું ભારણ ઘટ્યું છે.

તાજેતરમાં ગ્લોબલ પાર્ટનરશિપ ફોર ફાયનાન્સિયલ ઈન્ક્લુઝનની બીજી મિટીંગ યોજાઈ ગઈ હતી. આ મિટીંગમાં ભારત સરકારના આર્થિક બાબતોના વિભાગના સચિવ અજય શેઠે કેન્દ્ર સરકારની ઉપલબ્ધિઓ ગણાવી હતી. શેઠે કહ્યું કે, ભારત સરકારે લાગુ કરેલી ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર સિસ્ટમના લીધે ભારતની કેન્દ્ર સરકારે વિવિધ યોજનાઓમાં ૨૭ બિલિયન ડોલરની બચત કરી છે. આ ખૂબ મોટી રકમ છે. સરકારની વિવિધ યોજનાઓ હેઠળના પેમેન્ટ સીધા જ લાભાર્થીના એકાઉન્ટમાં ટ્રાન્સફર થતા હોવાના લીધે પેમેન્ટની સિસ્ટમ ઝડપી પણ બની છે અને ભ્રષ્ટાચાર પણ ઘટ્યો છે. આ આંકડા દર્શાવે છે કે ભારત સરકાર દ્વારા બનાવવામાં આવેલા ડિજીટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર (DPI) સ્વાભાવિક રીતે સ્કેલેબલ, ઇન્ટરઓપરેબલ, ઇનોવેશન-ફ્રેન્ડલી અને ઇન્ક્લુઝિવ છે અને તેણે લોકોના તથા લોકો અને સરકાર વચ્ચેના આર્થિક વ્યવહારોની પરિભાષા સંપૂર્ણપણે બદલી નાંખી છે.

ખરેખર તો ભારત જેવા વિશાળ દેશમાં કોઈ સિસ્ટમને સફળતાપૂર્વક લાગુ કરી ભ્રષ્ટાચાર પર અંકુશ મેળવવો એક ઘાસમાંથી સોંય શોધવા જેવું મુશ્કેલ કાર્ય છે, પરંતુ મોદી સરકારે પોતાની મક્કમતાથી અને નીડર નિર્ણયો લેવાની હિંમતના લીધે કરી દેખાડ્યું છે. ભારતમાં હાલમાં મની ટ્રાન્સફર માટે ડીપીઆઈ અને ડીબીટી એમ બે સિસ્ટમો કાર્યરત છે. નાગરિકોને સહાય અને રાહત આપવા માટે સરકાર ડીપીઆઈ અને ડીબીટી બંને સિસ્ટમનો ઉપયોગ કરે છે. આ બંને સિસ્ટમ ખરેખર તો સહાય મેળવતા લાભાર્થીઓ માટે આશીર્વાદ સમાન સાબિત થઈ છે.

ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (DBT) દેશના 2.2 લાખ કરોડ રૂપિયા બચાવે છે

ભારત સરકારે પ્રત્યક્ષ લાભ ટ્રાન્સફર દ્વારા કેન્દ્ર સરકારની મુખ્ય યોજનાઓમાં USD 27 બિલિયનથી વધુની બચત કરી છે. કારણ કે આ સિસ્ટમ ઝડપી છે અને ભ્રષ્ટાચારને દૂર કરે છે. મોદી સરકારે અત્યાર સુધીમાં વિવિધ યોજનાઓ હેઠળ DBT દ્વારા 28 લાખ કરોડ રૂપિયા ટ્રાન્સફર કર્યા છે. જો રાજીવ ગાંધીની ટિપ્પણી આજે પણ સાચી હોત તો તેના 85 ટકા એટલે કે 24 લાખ કરોડ રૂપિયા આપણા ટેક્સના પૈસા લૂંટાઈ ગયા હોત. પરંતુ આજે તે ગરીબો સુધી તેના સાચા હક્કદારો સુધી પહોંચી રહ્યા છે.

મોદી સરકાર પહેલાં ૭૦ વર્ષથી નકલી લોકો ભારતીય નાગરિકોના હક્કના રૂપિયા લૂંટી રહ્યાં હતાં…

Dr Sharad Gandhi Diamond City-385-Article-2

સ્વ. રાજીવ ગાંધીના નિવેદનમાં કડવી સચ્ચાઈ હતી. દુઃખની વાત એ છે કે રાજીવ ગાંધીના કાર્યકાળ દરમિયાન તેઓ ભ્રષ્ટાચાર પર અંકુશ મેળવી શક્યા નહીં અને તેમના બાદ આવેલી કોંગ્રેસની સરકાર પણ આ મામલે કશું નક્કર કરી શકી નહોતી. ભ્રષ્ટાચારનો સડો દેશમાં એ હદે પેસેલો હતો કે કોઈ તેને દૂર કરવાની હિંમત કરતું નથી અથવા તો બધા આ કાદવમાં ખરડાયેલા હતા, જેથી કોઈ તેમાંથી નીકળવા માંગતું નહોતું, છેલ્લાં ૭૦ વર્ષથી ભારતમાં નકલી લોકો એટલે કે જે લોકો ક્યારેય હયાત હતા જ નહોતા તેઓના ફર્જી કાગળીયા બનાવીને સરકારી તિજોરીમાંથી લાખો કરોડો રૂપિયા ઉસેટવામાં આવી રહ્યાં હતા. એક ડેટા અનુસાર દેશમાં ૪૦ લાખ નકલી મતદાર, ૨.૫ લાખ નકલી કંપનીઓ, ૫ કરોડ નકલી રેશનકાર્ડ, ૩ કરોડ બોગસ એલપીજી કનેકશન, ૨ કરોડ નકલી મનરેગા કાર્ડ, ૫૦ લાખ નકલી વિદ્યાર્થીઓ અને ૧૦ લાખ નકલી શિક્ષકો વર્ષોથી સરકારી લાભો, સબસીડીઓ મેળવી રહ્યાં હતા. ખોટા કાગળીયા પર વર્ષોથી સરકારી તિજોરીને ખાલી કરવામાં આવી રહી હતી. વિવિધ સબસીડી, લાભો બંધ કરી મોદી સરકારે તેની પર લગામ કસી છે. આ બધા ફર્જીવાડા હવે બંધ થઈ ગયા છે. હવે પ્રામાણિક અને ખરેખર જેને સહાયની જરૂર છે તેવા લોકોને સીધા તેમના એકાઉન્ટમાં સહાય, સબસિડી અને લાભો મળી રહ્યાં છે.

છેલ્લા 70 વર્ષથી ટેક્સના પૈસા અન્ય ખોટી જગ્યાએ જતા હતા તેની શોધખોળ કરી તેના ઉપાયો મેળવી અને મોદી સરકારે કાર્યવાહી કરી.

  • દેશમાં ૪૦ લાખ નકલી મતદાર
  • ૨.૫ લાખ નકલી કંપનીઓ
  • ૫ કરોડ નકલી રેશનકાર્ડ
  • ૩ કરોડ બોગસ એલપીજી કનેકશન
  • ૨ કરોડ નકલી મનરેગા કાર્ડ
  • ૫૦ લાખ નકલી વિદ્યાર્થીઓ
  • ૧૦ લાખ નકલી શિક્ષકો

આ તમામ નકલી વ્યક્તિઓ, વસ્તુઓ અને યોજનાઓને રદબાતલ કરી અને તેમાં 27 બિલિયન યુએસ ડોલર બચાવ્યા

ભારતની મોદી સરકારે લાગુ કરેલી આ સિસ્ટમના લીધે ગરીબોને સીધો લાભ મળતો થયો…

Dr Sharad Gandhi Diamond City-385-Article-3

ભારત સરકાર દ્વારા બનાવવામાં આવેલી ડિજિટલ પબ્લિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર (DPI) સ્વાભાવિક રીતે સ્કેલેબલ, ઇન્ટરઓપરેબલ, ઈનોવેશન-ફ્રેન્ડલી અને સમાવિષ્ટ છે અને તેણે સરકારથી લોકોમાં, લોકોથી લોકોમાં અને વ્યવસાયિક ક્રિયાપ્રતિક્રિયાઓમાં સંપૂર્ણપણે પરિવર્તન કર્યું છે.

ટ્રાન્સફર ડાયરેક્ટ અને ઝડપી હોવાથી ભ્રષ્ટાચારનો અવકાશ રહેતો નથી તેમજ અન્ય કોઈ છીંડા જેમ કે નકલી નોટો કે બનાવટી લાભાર્થીઓના દૂષણો દૂર રહે છે. તેના લીધે જ DBTએ કેન્દ્ર સરકારની મુખ્ય યોજનાઓમાં USD 27 બિલિયન કરતાં વધુની બચત કરી છે.

ભારતમાં, DPI અને DBT લાખો નાગરિકોને સહાય અને રાહત આપવા માટે એક વરદાન તરીકે ઉભરી આવી છે. તેના લીધે લાભાર્થીઓની આજીવિકા પર અસર પડી હતી.

તાજેતરના વર્ષોમાં, G20 એ વિશ્વને બહુવિધ આંચકાઓમાંથી પસાર થવામાં મદદ કરી છે અને વૈશ્વિક આર્થિક સંકલન પર માર્ગદર્શન આપવાનું ચાલુ રાખ્યું છે. ભારત તેને વધુ સુસંગત બનાવવા માટે, ખાસ કરીને ગ્લોબલ સાઉથ માટે તેના પર વધુ નિર્માણ કરવા માંગે છે. ગ્લોબલ સાઉથના લોકોને સશક્ત બનાવવા માટે ભારત તેની ટેકનિકલ ક્ષમતાઓ અને જ્ઞાન સંસાધનોને વહેંચવા માટે તૈયાર છે.

સમયની સાથે જે દેશ આધુનિક ટેકનોલોજી અપનાવતો નથી, સમય તેને પાછળ છોડીને આગળ વધે છે. ત્રીજી ઔદ્યોગિક ક્રાંતિ દરમિયાન ભારત આનો શિકાર બન્યું હતું. પરંતુ આજે આપણે ગર્વથી કહી શકીએ કે ભારત ચોથી ઔદ્યોગિક ક્રાંતિ, ઇન્ડસ્ટ્રી 4.0માં વિશ્વને માર્ગદર્શન આપી રહ્યું છે.

બર્થ સર્ટિફિકેટ, બિલ પેમેન્ટ, રાશન, એડમિશન, રિઝલ્ટ અને બેંકો માટેની લાઈનોની સ્થિતિ, ભારતે ઓનલાઈન થઈને આ બધી લાઈનો દૂર કરી છે. જીવન પ્રમાણપત્ર, આરક્ષણ, બેંકિંગ વગેરે જેવી ઘણી બધી સેવાઓ સુલભ, ઝડપી અને સસ્તી બની ગઈ છે. તેવી જ રીતે, ટેક્નોલૉજી દ્વારા, ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર હેઠળ, છેલ્લા 9 વર્ષમાં લાભાર્થીઓના ખાતામાં 28 લાખ કરોડ રૂપિયાથી વધુ સીધા ટ્રાન્સફર કરવામાં આવ્યા છે.

નરેન્દ્ર મોદીની સરકારે ગરીબોને ડાયરેક્ટ તેમનો લાભ મળે તે માટે ડાયરેક્ટ બેનિફીટ સિસ્ટમ લાગુ કરી હતી, એટલે કે લાભાર્થીના એકાઉન્ટમાં તેની સહાયની રકમ સીધી જ જમા થાય, આ સિસ્ટમના લીધે બે ફાયદા થયા. એક લાભાર્થીને કોઈપણ કટ વિના સીધી પૂરેપૂરી સહાયની રકમ મળતી થઈ અને બીજું ભ્રષ્ટાચારને લીધે સરકારી તિજોરીને જે નુકસાન થતું હતું તે બંધ થયું. બનાવટી લોકો જે ખોટી રીતે સરકારી યોજનાઓનો લાભ લેતા હતા તેઓ સિસ્ટમમાંથી દૂર થયા પરિણામે સરકાર ૨૭ બિલિયન ડોલર બચાવી શકી છે.

નરેન્દ્ર મોદીની સરકારે ગરીબોને ડાયરેક્ટ તેમનો લાભ મળે તે માટે ડાયરેક્ટ બેનિફીટ સિસ્ટમ લાગુ કરી હતી, એટલે કે લાભાર્થીના એકાઉન્ટમાં તેની સહાયની રકમ સીધી જ જમા થાય, આ સિસ્ટમના લીધે બે ફાયદા થયા. એક લાભાર્થીને કોઈપણ કટ વિના સીધી પૂરેપૂરી સહાયની રકમ મળતી થઈ અને બીજું ભ્રષ્ટાચારને લીધે સરકારી તિજોરીને જે નુકસાન થતું હતું તે બંધ થયું. બનાવટી લોકો જે ખોટી રીતે સરકારી યોજનાઓનો લાભ લેતા હતા તેઓ સિસ્ટમમાંથી દૂર થયા પરિણામે સરકાર ૨૭ બિલિયન ડોલર બચાવી શકી છે.

ડાયમંડ સિટીના ઈશ્યુ 385માં પ્રિન્ટેડ આર્ટીકલ અહીં વાંચી શકો છો.

______________________________________________________

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM

વધુ સમાચાર વાંચો :

- Advertisement -
  • DEEP SEA ELECTROTECH
  • Siddharth Hair Transplant