ખોટી રીતે ઇનપુટ ટેક્સ ક્રેડિટ લેનારા સુરતના હીરાના વેપારીઓ ભેરવાયા

હીરા ઉદ્યોગમાં પહેલીવાર આ પ્રકારે બોગસ આઇટીસી ક્લેઇમ સામે આવ્યું છે, જેથી હવે મોટા પાયે તપાસ થવાની શક્યતા જોવાઈ રહી છે.

Diamond traders of Surat busted who wrongly claimed input tax credit
- Advertisement -
  • MASSIVE TECH LAB
  • SHREE-SIDDHI-VINAYAK-LASER-FEATURED
  • NAROLA MACHINES

DIAMOND CITY NEWS, SURAT

હવે ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝમાં પણ બોગસ આઇટીસી કલેઇમના કિસ્સા સામે આવ્યા છે. ખાસ કરીને લોકલ ખરીદીના કેસમાં આવું થઈ રહ્યું છે. મુંબઇના વેપારી પાસે ખરીદી બતાવીને સુરતમાં ઇનપુટ ટેક્સ ક્રેડિટ માગવામાં આવી છે, પરંતુ વેચનારા વેપારી બોગસ નિકળતા શહેરના અનેક ડાયમંડ વેપારીઓની ક્રેડિટ અટવાઈ છે અનેકે તો ક્રેડિટ રિવર્સ કરવાનો વારો આવ્યો છે.

અત્યાર સુધી બે કરોડની ક્રેડિટ રિવર્સ કરાઈ છે. અલબત્ત, હજી કરોડોના કેસ સામે આવી એવી સંભાવના અધિકારીઓ વ્યક્ત કરી રહ્યા છે. એક કિસ્સામાં તો ખરીદ-વેચાણનો વ્યવહાર બોગસ ન હોવાનું સાબિત કરવા માટે એક વેપારી તો રફ ડાયમંડ લઇને જીએસટી કચેરીએ આવી ગયા હતા.

સુરતમાં વિશ્વના સૌથી મોટા હીરા કટિંગ અને પોલિશિંગ સેન્ટરના હીરાના વેપારીઓ પર ઘેરા વાદળો ઘેરાઈ ગયા છે, કારણ કે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી) વિભાગે મોટા પાયે કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. નકલી ઈનવોઈસ અને ઇનપુટ ટેક્સ ક્રેડિટ (ITC) ના કપટપૂર્ણ દાવાઓનું રેકેટ વિભાગે ખુલ્લું પાડ્યું છે.

મુંબઈ સ્થિત વેપારીઓના બોગસ ઈનવોઈસ રજૂ કરીને ગેરકાયદે ITCમાં કરોડો રૂપિયાનો દાવો કરવા બદલ શહેરના ડઝનબંધ હીરાના વેપારીઓ હવે જીએસટી વિભાગની સામે ખુલ્લા પડી ગયા છે. સુરતમાં તેમની હીરાની ખરીદી પર GST ચૂકવવાનું ટાળવા માટે, વેપારીઓએ એક સર્જનાત્મક હિસાબી ખેલનો આશરો લીધો હતો. તેઓએ તેમની રફ હીરાની ખરીદી મુંબઈથી થઈ હોવાનું દર્શાવતા ઈનવોઈસ બનાવ્યા હતાં જ્યાં આવા વ્યવહારો પર GST લાગુ થશે. આ નકલી ઇન્વૉઇસેસથી વેપારીઓએ સુરતમાં સરકાર પાસેથી ITCનો દાવો કર્યો હતો, જે ટેક્સ ક્રેડિટ માટે તેઓ ક્યારેય હકદાર ન હતા.

વિભાગની તપાસમાં જાણવા મળ્યું છે કે સુરતના વેપારીઓએ તેમની કથિત મુંબઈની ખરીદીના સબમિટ કરેલા ઇન્વૉઇસ બોગસ હતા.

સ્ક્રેપ સહિતના અનેક સેગમેન્ટમાં બોગસ બિલિંગ પકડાવાના અનેક કિસ્સા છે, પરંતુ હીરા ઉદ્યોગમાં પહેલીવાર આ પ્રકારે બોગસ આઇટીસી ક્લેઇમ સામે આવ્યું છે, જેથી હવે મોટા પાયે તપાસ થવાની શક્યતા જોવાઈ રહી છે.

SGSTના 10 સ્થળે દરોડા, એડ્રેસ બોગસ SGSTએ ફરી બોગસ બિલિંગ સામે ગાળિયો કસ્યો છે. મંગળવારે 10થી વધુ સ્થળ તપાસ કરાઈ હતી જેમાંથી 8 ઠેકાણાં બોગસ નિકળ્યાં હતાં. અનેક જગ્યાએ પેઢીના મૂળ માલિક જ મળ્યા ન હતા તો ઘણી જગ્યાએ એડ્રેસ ખોટા હતા. એક જ્ગ્યાએ ઓનલાઇન માલ મંગાવી વેચનારે આઇડી અને નંબર અન્યને આપી દીધા હતા, જે વેપારી હાલમાં ગાયબ છે.

અધિકારી કહે છે કે હીરાની લોકલ ખરીદી હોય તો GST લાગે છે. હાલના કિસ્સાઓમાં જોવા મળ્યું છે કે સુરતના વેપારીઓ મુંબઈથી રફ ખરીદી બતાવે છે અને તેઓ સુરતમાં નોંધાયેલાં હોય ક્રેડિટ ક્લેઇમ સુરતમાં કરે છે, પરંતુ મુંબઇ GSTએ બોગસ વેપારીઓના વ્યવહારો સુરત ITને આપતાં હાલ સુરત GST બોગસ ક્લેઇમ પકડી રહી છે.

કરનિષ્ણાતોના મતે આ મોટું કૌભાંડ છે. બોગસ બિલોનો જે ખરેખર બેનિફિટ લઇ રહ્યા છે તેને પણ પકડવા જરૂરી છે. ક્રેડિટના કેસમાં વિભાગ હવે એ ચકાસે છે. આવકવેરા વિભાગ પણ નોટિસ આપી રહ્યો છે. કેમકે બોગસ બિલિંગ કરીને અનેકે નાણાકીય લાભ લીધા છે. તેથી આવકવેરા વિભાગ પણ વસૂલાત કાઢશે.

Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.

______________________________________________________

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM

વધુ સમાચાર વાંચો :

- Advertisement -
  • DEEP SEA ELECTROTECH
  • Siddharth Hair Transplant