“બ્રાન્ડ કન્સલ્ટન્ટની ભૂમિકા”

કન્સલ્ટન્ટ કે પછી એક્સપર્ટ સર્વિસ આઉટસોર્સ કરવાની વાત આવે ત્યારે અચૂક વેપારી માનસ હંમેશા વિચારે કે શું જરૂર છે આની અને આવા ખોટા ખર્ચા ના કરાય.

DIAMOND-CITY-SPECIAL-STORY-370-Role of Brand Consultant-SAMEER-JOSHI
- Advertisement -
  • MASSIVE TECH LAB
  • SHREE-SIDDHI-VINAYAK-LASER-FEATURED
  • NAROLA MACHINES

જ્યારે તમે નક્કી કરો કે હવે અમારા વેપારને કે બ્રાન્ડને નેક્સ્ટ લેવેલ પર લઈ જવા માટે એક્સપર્ટ કન્સલ્ટન્ટની જરૂર છે ત્યારે તેને ઓનબોર્ડ કરતા પહેલા અમુક વાતોનું ધ્યાન રાખો. સૌપ્રથમ તેનો અનુભવ જાણો અને સમજો. કદાચ તમારી ઇંડસ્ટ્રીમાં કામ ના પણ કર્યુ હોય પણ કન્સલ્ટન્ટ પોતાના અનુભવ થકી તમારી ઇંડસ્ટ્રીને ન્યાય આપી શકશે તેની ખાત્રી કરો

કન્સલ્ટન્ટ કે પછી એક્સપર્ટ સર્વિસ આઉટસોર્સ કરવાની વાત આવે ત્યારે અચૂક વેપારી માનસ હંમેશા વિચારે કે શું જરૂર છે આની અને આવા ખોટા ખર્ચા ના કરાય. આપણે MBA છીએ અર્થાત્ મને બધુ આવડે. આ માનસિકતા આપણો ગ્રોથ અટકાવે છે. આ માનસિકતા SME અને નાના વેપારીઓમાં વધુ જોવામાં આવે છે.

તેઓની દલીલ હોય છે કે આપણે નાના વેપારી છીએ અને આ બધા ચોચલા મોટા લોકો માટે છે. તેઓ આ રીતે કેમ નથી વિચારતા કે જો મોટી કંપની કે મોટી બ્રાન્ડ જેમાં મોટા પગાર પર પ્રોફેશનલ્સ કામ કરતા હોય છે તેઓ પણ જો કન્સલ્ટન્ટ અને અમુક સ્પેશ્યલાઇઝ્ડ સર્વીસિસ આઉટસોર્સ કરતા હોય છે તો તેનું કોઈ કારણ હશે.

આ લોકોની સામે હું તો ઘણો નાનો પ્લેયર છું તો મારે તો જરૂરથી આવા કન્સલ્ટન્ટની જરૂર પડે જ, કારણ મારી પાસે તો વેલ ક્વોલિફાઇડ અને પેઈડ પ્રોફેશનલ્સ પણ નથી. આજે ટોપ 4 કન્સલ્ટિંગ કંપનીની બોલબાલા છે માર્કેટમાં અને લોકો તેમને માંગી ફીસ પણ આપે છે, આ વિચારવાની વાત છે. 

જો આપણે બીમાર હોઈએ તો ઘરેલુ ઉપચાર અજમાવિએ, પણ જો પ્રોબ્લેમ વધી જાય તો સ્પેશિયાલિસ્ટને મળવુ જ પડે અને આ સ્પેશિયાલિસ્ટ એટલેજ સ્પેશ્યલાઇઝ્ડ કન્સલ્ટન્ટ જેઓ પાસે પ્રોબ્લેમ સોલ્વ કરવાની કળા હોય છે. આથી આગળ, મારે બીમાર પડવાની રાહ કેમ જોવી કે પછી બધી વાતો મારી રીતે હલ કરવાની કોશિશ કેમ કરુ, કારણ હું બધી વાતોમા માહિર ના હોઈ શકુ તે શક્ય છે.

કન્સલ્ટન્ટ પોતાની સાથે તેનો વર્ષોનો અનુભવ લઈને આવે છે. આ ઉપરાંત કન્સલ્ટન્ટ એક ચોક્કસ ભૂમિકા સાથે આવે છે જેની આવશ્યકતા વેપારી વર્ગને વધુ છે. જ્યારે બ્રાન્ડ ઓનર પોતાની બ્રાન્ડ પર કામ કરતો હોય છે ત્યારે તેમાં એટલો ઓતપ્રોત થઈ જાય છે કે તેને પોતાના બાળકની જેમ સાચવે છે.

ફક્ત બ્રાન્ડ માટે નહીં પણ આ વાત કોઈપણ વેપારીને લાગુ પડે છે પછી તે મોટી કંપની પણ કેમ ના હોય. આવા સમયે કન્સલ્ટન્ટની વેલ્યુ ખબર પડે છે.

ઇનહાઉસ ટીમ, મૅનેજ્મેંટ એક જ દિશામાં વિચારતી હોય છે અને સ્ટૅગ્નેન્સી આવી જાય છે, આવા સમયે બહારનો કે ત્રીજી કોઈ વ્યક્તિનો અભિપ્રાય જરૂરી થઈ જાય છે જે નવી દિશા આપે. ઘણીવાર એમ પણ બને કે મૅનેજ્મેંટ રિજિડ હોય અને બ્યૂરોક્રૅટિક અપ્રોચના કારણે ટીમના અભિપ્રાયોને અવગણતા ન હોય.

આવા સમયે કન્સલ્ટન્ટ તેમની સમક્ષ સાચી તસવીર બતાવવામાં મદદ કરે છે. કન્સલ્ટન્ટ બહારની વ્યક્તિ હોવાથી પોતાની જવાબદારી સમજી નિષ્પક્ષ ઉકેલ આપશે. મૅનેજ્મેંટ કે કોઈ ઇંડિવિજુયલને ધ્યાનમાં રાખીને નહી પણ જે બ્રાન્ડ અને કંપની માટે યોગ્ય છે તેવા ઉકેલો આપશે.

પોતાના વર્ષોના અનુભવોના કારણે તેની પાસે અલગ દૃષ્ટીથી સમસ્યાને જોવાની ક્ષમતા હોય છે. કોઈપણ વેપારને આગળ વધવા માટે એક્સપર્ટ પોઈન્ટ ઓફ વ્યૂની જરૂરત પડેજ છે અને આ કામ કન્સલ્ટન્ટ કરે છે.

આમ કોઈપણ વેપાર માટે બ્રાન્ડ અને માર્કેટીંગ પણ સ્પેશ્યલાઇઝ્ડ વિષય છે અને તેના માટેના એક્સપર્ટ કન્સલ્ટન્ટ બ્રાન્ડને બનાવવામાં અને વધારવામાં મદદ કરે છે. બ્રાન્ડ કન્સલ્ટન્ટ વેપારના નીચે જણાવેલા વિસ્સ્તારોમાં પોતાની નિપુણતા પ્રદાન કરશે :

  • 1. સ્પર્ધાત્મક લાભ

તમને તમારો પ્રતિસ્પર્ધી કોણ છે તે ડિફાઇન કરવામાં અને તેનો અભ્યાસ કરી તમારી બ્રાન્ડ માટે સ્ટ્રૅટેજિક માર્કેટીંગ પ્લાન બનાવી આપશે. આમ તમને અલાયદુ પોઝિશનિંગ આપી તમારા પ્રતિસ્પર્ધીથી અલગ પાડશે જે તમને સ્પર્ધામાં આગળ વધવા સહાય કરશે.

  • 2. િઝન સેટિંગ અને ટાર્ગેટ અચીવ્મેંટ

સૌપ્રથમ તે તમારી કંપનીનું ઉદ્દેશ્ય, વિઝન શુ છે નો અભ્યાસ કરશે. તમને સેલ્સની પરે જઈ તમારા વિઝનને નવી દિશા આપશે. બ્રાન્ડ માટે વેલ્યુ સેટ કરશે. આના થકી તમારા ટાર્ગેટને નવી ઉંચાઈ આપી તેને સર કરવાના રસ્તા બતાવશે.

  • 3. કસ્ટમર સેગમેંટેશન

કોઈપણ બ્રાન્ડ માટેનું મહત્વનું પાસુ એટલે તેનો કસ્ટમર. ટાર્ગેટ ઓડિયેન્સ ડિફાઇન થવુ જરૂરી છે. બ્રાન્ડ કન્સલ્ટન્ટ રિસર્ચ, માર્કેટ ફીડબૅક અને વિવિધ અભ્યાસ દ્વારા કસ્ટમર ડિફાઇન કરશે. નિશ્ચિત કસ્ટમર પ્રોફાઇલ બ્રાન્ડની સફળતા માટે જરૂરી છે. આનાથી તમારુ કૅંપેન ફોકસ્ડ હશે. આની સાથે તમને નવા સેગમેન્ટ ડિફાઇન કરવામાં પણ તે મદદરૂપ થશે. આજના ડિજિટલ યુગમાં સેગમેંટેશનના સહારે નવા કસ્ટમર બનાવી શકાય છે.

  • 4. સેલ્સ

વિવિધ પ્રમોશનલ વ્યૂહરચનાના સહારે તમારુ સેલ્સ વધારવામાં પણ મદદરૂપ થશે. વિવિધ મીડીયામાં કઈ રીતે બ્રાન્ડને પ્રમોટ કરવી, મેસેજિંગ કેવુ ડેવલપ કરવુ, ક્રિયેટિવ કેવા બનાવવા વગેરે બાબતોમાં તેમની નિપુણતા કામ લાગશે.

  • 5. SWOT

તમારી બ્રાન્ડ અને કંપનીનું SWOT (સ્ટ્રેન્થ, વીકનેસ, ઓપર્ચુનિટી અને થ્રેટ) નો અભ્યાસ કરી વ્યૂહ રચના બનાવશે અને તેના સહારે ગ્રોથ માટેના લાંબા ગાળાના ઉકેલો આપશે.

આ ઉપરાંત તે તમારા વેપારને રી-ઇન્વેન્ટ કરવામાં, બ્રાન્ડની અવેર્નેસ વધારવામાં, તમારી કંપની માટે એક ઓળખ બનાવવા, તમારા બ્રાન્ડનું પોઝિશનિંગ સ્થાપિત કરવામાં, તમારો વ્યવસાય તમારા ગ્રાહકો સાથે કેવી રીતે ક્રિયાપ્રતિક્રિયા કરે છે, તમે વેચાણની પ્રક્રિયા કેવી રીતે કરો છો જેવી ઘણી બધી વાતોનો વિચાર કરી દિશા ચીંધે છે જે તમને તમારા સ્પર્ધકોથી અલગ રહેવામાં મદદ કરે છે.

વાંચવામાં આ બધી વાતો આસાન લાગશે પણ જ્યારે તમે પોતે આ તમારી રીતે કરવા જશો ત્યારે તમારા પુર્વાગ્રહો તમને કલેરીટી અને નવી દિશા પ્રદાન નહી કરી શકે. આના માટે તમને કન્સલ્ટન્ટની જરૂર પડશે. તમે એક સફળ વેપારી હશો પણ એક્સપર્ટ ઓપીનિયન હંમેશા લાભ દાયક હોય છે. ઘણીવાર તમે જે વિચારો છો તે સાચુ છે કે ખોટુ તેની પુષ્ટિ માટે પણ તમે તેમની સહાયતા લઈ શકો.

જ્યારે તમે નક્કી કરો કે હવે અમારા વેપારને કે બ્રાન્ડને નેક્સ્ટ લેવેલ પર લઈ જવા માટે એક્સપર્ટ કન્સલ્ટન્ટની જરૂર છે ત્યારે તેને ઓનબોર્ડ કરતા પહેલા અમુક વાતોનું ધ્યાન રાખો. સૌપ્રથમ તેનો અનુભવ જાણો અને સમજો. કદાચ તમારી ઇંડસ્ટ્રીમાં કામ ના પણ કર્યુ હોય પણ કન્સલ્ટન્ટ પોતાના અનુભવ થકી તમારી ઇંડસ્ટ્રીને ન્યાય આપી શકશે તેની ખાત્રી કરો.

તેનુ અને તમારુ વિઝન એક સરખુ હોવુ જોઈએ. તમે જે ચાહો છો તે તેની સાથે શેર કરો અને તેના વિચારો તમારી બ્રાન્ડ માટેના જાણો. તમારા બિઝનેસ અને બ્રાન્ડને તે જે સ્થિતિમા છે તેવી સ્થિતિમા સ્વીકારે અને તેને આગળ વધારવા સહમત થાય.

તે અક્કડ ના હોવો જોઈએ અર્થાત્ હું કહુ તેમજ કરવું. તમને સાંભળી, સમજી બ્રાન્ડ માટે જે જરૂરી છે તેવા ઉકેલો આપે અને નહી કે તમને ખુશ કરવા તમારી હા મા હા મેળવે. આની સામે તમારે પણ તમારી માનસિકતા બદલી સાથે કામ કરવા માટે તૈયાર થવુ પડશે.

સૌથી મહત્વનું તમારા બન્નેની કેમિસ્ટ્રી જામવી જોઈએ, પોતાની બ્રાન્ડ સમજી તમારો સાથ આપે જે બ્રાન્ડને ઉંચા શીખરે લઈ જાય. નવી વાત કરવા જશો ત્યારે ભૂલો બંને તરફથી થશે પણ તેમાંથી શિખ મેળવી આગળ વધશો તો સફળતા જરૂરથી મળશે.

બ્રાન્ડ કન્સલ્ટન્ટની ભૂમિકા વિવિધ છે. કંપનીઓને વેચાણ વધારવા અને વ્યવસાયિક લક્ષ્યો અને ઉદ્દેશ્યો સુધી પહોંચવા માટે ઉકેલો પ્રદાન કરશે. ટૂંકમાં, બ્રાન્ડ કન્સલ્ટિંગની મુખ્ય ભૂમિકા વ્યવસાયો માટે વ્યૂહાત્મક દિશા અને માર્ગદર્શન પુરી પાડવાની છે, જે તમારી બ્રાન્ડ અને કંપનીને પ્રતિસ્પર્ધીઓથી ઉપર ઊઠવા અને નવી ઊંચાઈ સુધી પહોંચવામાં સહભાગી થાય.

કન્સલ્ટન્ટ પોતાની સાથે તેનો વર્ષોનો અનુભવ લઈને આવે છે. આ ઉપરાંત કન્સલ્ટન્ટ એક ચોક્કસ ભૂમિકા સાથે આવે છે જેની આવશ્યકતા વેપારી વર્ગને વધુ છે. જ્યારે બ્રાન્ડ ઓનર પોતાની બ્રાન્ડ પર કામ કરતો હોય છે ત્યારે તેમાં એટલો ઓતપ્રોત થઈ જાય છે કે તેને પોતાના બાળકની જેમ સાચવે છે. ફક્ત બ્રાન્ડ માટે નહી પણ આ વાત કોઈપણ વેપારીને લાગુ પડે છે પછી તે મોટી કંપની પણ કેમ ના હોય.

કન્સલ્ટન્ટ પોતાની સાથે તેનો વર્ષોનો અનુભવ લઈને આવે છે. આ ઉપરાંત કન્સલ્ટન્ટ એક ચોક્કસ ભૂમિકા સાથે આવે છે જેની આવશ્યકતા વેપારી વર્ગને વધુ છે. જ્યારે બ્રાન્ડ ઓનર પોતાની બ્રાન્ડ પર કામ કરતો હોય છે ત્યારે તેમાં એટલો ઓતપ્રોત થઈ જાય છે કે તેને પોતાના બાળકની જેમ સાચવે છે. ફક્ત બ્રાન્ડ માટે નહીં પણ આ વાત કોઈપણ વેપારીને લાગુ પડે છે પછી તે મોટી કંપની પણ કેમ ના હોય. આવા સમયે કન્સલ્ટન્ટની વેલ્યુ ખબર પડે છે. ઇનહાઉસ ટીમ, મૅનેજ્મેંટ એક જ દિશામાં વિચારતી હોય છે અને સ્ટૅગ્નેન્સી આવી જાય છે, આવા સમયે બહારનો કે ત્રીજી કોઈ વ્યક્તિનો અભિપ્રાય જરૂરી થઈ જાય છે જે નવી દિશા આપે.


Follow us :
Facebook | Twitter | Pinterest | LinkedIn | Instagram

Join our Telegram Channel to get Latest News

લેટેસ્ટ ન્યુઝ મેળવવા માટે અમારી ટેલિગ્રામ ચેનલમાં જોડાઓ
https://t.me/diamondcitynewssurat

વધુ સંબંધિત સમાચાર જુઓ :

- Advertisement -
  • DEEP SEA ELECTROTECH
  • Siddharth Hair Transplant